TICKER

6/recent/ticker-posts

મોસાદ એટલે ભગવાન .




આજકાલ અનેક મીડિયા માંધાતાઓ સક્રિય રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. કેટલાક ફાવી જાય છે ને કેટલાક નહિ ઘરના - નહિ ઘાટના થઈ જાય છે. વિખ્યાત ટેલિવિઝન એન્કર નેફતાલી બેનેટ છેલ્લા એક વરસથી ઈઝરાયેલનું સુકાન સંભાળી રહ્યા છે. રાજકીય અસ્થિરતા અને કોરોના એવા બેવડા સંકટમાંથી ઈઝરાયેલ પસાર થઈ ગયું પછી હવે છેક અહીંનું જનજીવન થાળે પડયું છે. વિશ્વભરમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંતરંગ મિત્ર તરીકે ઈઝરાયેલના પૂર્વ વડાપ્રધાન નેતન્યાહુ સુખ્યાત છે. કોરોનાકાળમાં ભારતે દવાઓનો પૂરતો જથ્થો ઈઝરાયેલ પહોંચાડી દીધો હતો. એમના પોતાના દેશમાં એમના મિત્રો હવે નહિવત્ છે. ઘરે બેસી જનારા નેતન્યાહુ પર અનેક પ્રકારના આરોપ છે. હવે ઈઝરાયેલની અદાલતોમાં એમની સામેના કેસો શરૂ થયા છે. અગાઉના નેતા નેતન્યાહુ માત્ર પ્રચાર પારંગત હતા. કોરોના સામેની લડતમાં તેઓ બહુ મોડા પડયા હતા. નેફતાલી બેનેટે ગઈકાલ યુએઈ સાથે મુક્ત વ્યાપારના કરાર કર્યા છે. ઈતર અખાતી દેશો માટે આ નવી નવાઈની વાત છે. 
ઇઝરાયેલના દરેક ઘરમાં નેતન્યાહુનો વિરોધ કરનારા પોસ્ટરો હતા. પ્રજા એમનાથી સખત નારાજ હતી. તેમની લોકપ્રિયતામાં એકાએક ઓટ આવી ગઈ અને તેમનું પતન થયું. છેલ્લા એકાદ વરસમાં ત્રણ-ચાર વખત થયેલી ચૂંટણીઓથી પ્રજા થાકી ગઈ હતી એટલે છેવટે અનેક પક્ષોના કાફલા જેવા ગઠબંધનના હાથમાં સત્તા આવી. માત્ર સાત બેઠકોથી પોતાના પક્ષને સંસદમાં લાવનારા નેફતાલી બેનેટ હવે દેશને પાટે ચડાવી રહ્યા છે. કોરોનાકાળ ઈઝરાયેલના જાસૂસો માટે યાદગાર છે. સૈન્ય વડા અને કેટલાક વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ કોરોનાના સકંજામાં ફસાઈ ગયા હતા. એ સંખ્યા વીસ - પચીસ લાખની થઈ ગઈ હોત જો ઇઝરાયલ સરકારની એકલાની પર ભરોસો રાખવાનો આવ્યો હોત. ઈઝરાયેલની પ્રજા એની જાસૂસી સંસ્થા મોસાદ પર દરેક સંકટમાં વિશ્વાસ રાખે છે. મોસાદ એ પ્રજા માટે ભગવાન બરાબર છે.
મોસાદે કોરોના ચીનમાં દેખાયો કે તરત જ ઓપરેશન કોરોના પ્રોજેક્ટ ચાલુ કરી દીધો હતો. મોસાદના વડા કોહને દુનિયાભરમાં ફેલાયેલા તેના એજન્ટોને સક્રિય કરી દીધા હતા. અમેરિકા પહેલા ભારતે દવાઓ ઈઝરાયેલ પહોંચાડી એનું મૂળ કારણ મોસાદ અને ભારતીય જાસૂસી સંસ્થા રો વચ્ચેના સંબંધો છે. મોસાદે તમામ પ્રકારની દવાઓનો પુરવઠો ત્રણ મહિના અગાઉ ગ્લોબલ શોપિંગથી એકઠો કરી લીધો હતો. કોરોના સંબંધિત માસ્કના પણ મોસાદ પાસે ગોડાઉનો ભરેલા હતા. મોસાદ પાસે અમર્યાદિત બજેટ છે અને એની કોઈ પણ પ્રવૃત્તિને કોઈ પડકારી શકતું નથી. ઈઝરાયેલના બંધારણે એને સહસ્રબાહુ જેવી શક્તિ અને સ્વતંત્રતા પ્રદાન કરેલી છે.
યાકોવ લિત્ઝમેન છેલ્લા દસ વરસથી આરોગ્ય પ્રધાન હતા. તેઓ પોતે પણ કોરોના સંક્રમિત થયા ને ફરી તંદુરસ્તી સાથે બહાર પણ આવી ગયા. પરંતુ એ સમયગાળામાં લોકો આગની જેમ ભડકી ઉઠયા. એટલે એ યાકોવે પોતે સાજાનરવા હોવા છતાં રાજીનામું આપવું પડયું હતું. કોરોનાના ચાલુ રોગચાળા વચ્ચે જ નવી સરકાર રચવાની નોબત આવી હતી. કારણ કે નહિ જેવી બહુમતી ધરાવતી નેતન્યાહુની સરકાર પર નાગરિકો બહુ ખિન્ન હતા. પરદા પાછળથી અથવા સમાંતર રીતે કોરોના સામેની લડતના બહાને દેશની ભીતર જ હવે મોસાદ વધુ સક્રિય હોય છે. દુનિયાની તમામ જાસૂસી સંસ્થાઓમાં મોસાદ હજુ પણ નંબર વન છે. અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએના વડા અને મોસાદના વડા વચ્ચે અગાઉ એક મિટિંગ હતી. પ્રારંભે જ સીઆઈએના વડાએ મોસાદના વડાને પૂછયું કે મારા પત્ની અત્યારે ક્યાં છે ? મોસાદના વડાએ તરત જવાબ આપ્યો - તેઓ ન્યૂયોર્કના વુડુકો સ્ટોરમાં અત્યારે નવા વસ્ત્રોનું શોપિંગ કરે છે. બન્ને ખડખડાટ હસી પડયા અને ખરેખર એમ જ હતું.

કોરોના સામે રક્ષણ આપતી દવાની શોધ થઈ ગઈ હોવાના અનેક દાવાઓની વચ્ચે ઈઝરાયેલે કોઈ જ કોલાહલ વિના ઔષધિ શોધી લીધી હતી અને એ વિશે બહિર્જગત સાથે વાત કરવામાં મોસાદને કોઈ રસ ન હતો. સમગ્ર ઈઝરાયેલ મોસાદ ફોર્મ્યુલા પ્રમાણે જ કોરોના સામે લડયું છે. ખરેખર કોરોના વાયરસની ઉત્પત્તિ અને ફેલાવો કઈ રીતે થયો એના તમામ દસ્તાવેજો મોસાદ પાસે ઓનહેન્ડ છે, પરંતુ એ દસ્તાવેજો જગતના ચોકમાં મૂકવામાં એને કોઈ રસ નથી. પ્લાઝમા થેરાપીમાં પણ મોસાદ ઘણી એડવાન્સ દરજજે પહોંચેલી સંસ્થા છે. પેલેસ્ટાઇન સાથેના ઇઝરાયેલના સંઘર્ષનો હજુ અંત આવ્યો નથી. બન્ને વચ્ચે સંધિ-સમાધાન માટે મિસ્ટર મોદીએ અનેક પ્રયત્નો કર્યા પણ તેઓ ફાવ્યા નથી. પરંતુ મિસ્ટર મોદીના કહેવાથી નેતન્યાહુનું પેલેસ્ટાઇન હુમલાખોરો તરફનું વલણ કૂણુ પડયું હતું એ હકીકત છે. 


Post a Comment

0 Comments