29 જાન્યુઆરીએ રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે, 1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે, પરીક્ષાના તમામ વાહનો GPSથી સજ્જ કરાશે, શહેર અને જિલ્લાના 493 કેન્દ્રોમાં 1.50 લાખ ઉમેદવારો બેસશે.
રાજ્યમાં 29 જાન્યુઆરીએ જુનિયર કલાર્કની 1181 જગ્યાઓ માટે પરીક્ષામાં લેવાશે, જેમાં 9 લાખ જેટલા ઉમેદવારો રજિસ્ટર્ડ થયા છે. જ્યારે કે અમદાવાદમાં 1.50 લાખ જેટલા ઉમદવારો પરીક્ષા આપશે. હાલમાં અમદાવાદમાં 40 જુનિયર ક્લાર્કની જગ્યા ખાલી છે.
1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપ.:-
તમામ પરીક્ષા કેન્દ્રોમાં CCTV છે, ઉપરાંત પરીક્ષામાં ઉપયોગ લેવાનારા તમામ વાહનોમાં પણ જીપીએસ (GPS) સિસ્ટમ હશે. જેનાથી વાહનોની ગતિવિધિ પર સીધી નજર રહેશે. એક કલાકના પેપરમાં ઓએમઆર (OMR) પધ્ધતિથી 60 પ્રશ્નો પુછાશે. રાજ્યમાં જનરલ કેટેગરીની 585 મળી 1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પંચાયત સેવા પસંદગી મંડળે (Gujarat Panchayat Service Selection Board) પરીક્ષા માટે ઓનલાઇન અરજી મગાવી હતી.
વાહનો GPSથી સજ્જ કરાશે :-
આ પરીક્ષાના નોડલ અને અમદાવાદ જિલ્લા પંચાયતના ડીડીઓએ અનિલ ધામેલિયાએ કહ્યું કે, પંચાયત પસંદગી બોર્ડની વહીવટી અને હિસાબી શાખા માટે લેવાનાર (Junior Clerk Exam 2023) જુનિયર કલાર્કની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. શહેર અને જિલ્લાના 493 કેન્દ્રોમાં 1.50 લાખ ઉમેદવારો બેસશે. આ તમામ કેન્દ્રોમાં CCTVની વ્યવસ્થા છે. જે સીધા કંટ્રોલરૂમ સાથે કનેક્ટ હશે. પરીક્ષાનું સંપૂર્ણ રેકોર્ડિંગ કરાશે. 129 રૂટ દ્વારા પેપર પહોંચાડાશે, તથા તમામ વાહનો GPSથી સજ્જ કરાશે.
જુનિયર ક્લાર્ક પરીક્ષા અંગે મહત્વની માહિતી :-
GPSSB Junior Clerk Exam 2023, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા 2022 વર્ષની શરુઆતમાં ભરતીની જાહેરાત બહાર પાડી હતી. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2022 હતી. કુલ 1181 જગ્યાઓ ઉપર ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે.
કોલલેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?
ગુજરાત પંચાયચ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ત્યારે ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલાં અનુસરવા.
પહેલું પગલું – સૌથી પહેલા OJAS વેબસાઇટ – ojas.gujarat.gov.in પર જાઓ
બીજું પગલું – હોમપેજ પર ઉપલબ્ધ “કોલ લેટર/સંદર્ભ” લિંક ખોલો.
ત્રીજું પગલું – “GPSSB/202122/10 ગુજરાત ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી) પરીક્ષા, 2022 માટે કૉલ લેટર” નામનો નોકરીનો વિકલ્પ પસંદ કરો.
ચોથું પગલું – લોગિન પેજ પર તમારો “08 અંકોનો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
પાંચમું પગલું – “પ્રિન્ટ કૉલ લેટર” બટન પર ક્લિક કરો.
છઠ્ઠું પગલું – છેલ્લે, તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે. બધી વિગતો ક્રોસ-ચેક કરો.
સાતમું પગલું – તમારા ઉપકરણ પર તલાટી એડમિટ કાર્ડ પીડીએફ ઇમેજ ડાઉનલોડ કરો.
આઠમું પગલું – A4 સાઈઝના પેપરમાં તમારી હોલ ટિકિટની પ્રિન્ટઆઉટ બનાવો અને તેને પરીક્ષાના દિવસે લાવો.
Age Limits
- Minimum 18 Years
- Maximum 36 Years
- A candidate shall not be less than 18 years and not be more than 36 years of age
FAQS :-
જુનિયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક કઈ છે :-
- OJAS વેબસાઇટ – ojas.gujarat.gov.in
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ કઈ છે?
- જુનિયર ક્લાર્કની પરીક્ષા 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે.
0 Comments