TICKER

6/recent/ticker-posts

Supreme Court Of India bharti 2024: સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 90 જગ્યાઓ પર ભરતી છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024: જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે સુપ્રીમ કોર્ટે ઓફ ઈન્ડિયામાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Supreme Court Of India bharti 2024 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Supreme Court Of India bharti 2024: સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 90 જગ્યાઓ પર ભરતી છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી 

કોર્ટ નું નામ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા 
પોસ્ટ નું નામ  લૉ ક્લાર્ક-કમ-રિસર્ચ એસોસિએટ
અરજી પ્રક્રિયા ઓનલાઈન
સતાવાર વેબસાઈટ www.sci.gov.in
Join whatsaap group click here 

90 જગ્યાઓ પર ભરતી 

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં 90 જગ્યાઓ પર Supreme Court Of India bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા માં ઓનલાઈન ફોર્મ ભરવા ભરવાનું 25 જાન્યુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે આ ભરતી માં જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે આ ભરતી ની સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી શકે છે અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ભરતી 2024 નું અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

શૈક્ષણિક લાયકાત | સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ભરતી 2024 

લૉ ક્લાર્ક-કમ-રિસર્ચ એસોસિએટ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત અને માન્યતા પ્રાપ્ત કોઈપણ શાળા, કૉલેજ, યુનિવર્સિટી, સંસ્થામાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી (કાયદામાં સંકલિત ડિગ્રી કોર્સ સહિત) સાથે લૉ ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એડવોકેટ તરીકે નોંધણી માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધણી જરૂરી છે.

કોઈપણ પ્રવાહમાં સ્નાતક થયા પછી પાંચ વર્ષના સંકલિત કાયદાના અભ્યાસક્રમના પાંચમા વર્ષમાં અથવા ત્રણ વર્ષના કાયદાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરનારાઓ પણ અરજી કરવા પાત્ર હશે. લૉ ક્લર્ક-કમ-રિસર્ચ એસોસિયેટ તરીકેની લાયકાતની વધુ વિગતો તમે ભરતીના નોટિફિકેશનમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા | સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ભરતી 2024 

પસંદગી પ્રક્રિયામાં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે. 
ભાગ-1 માં બહુવિધ પસંદગી આધારિત પ્રશ્નો હશે. તે કાયદાને સમજવા અને લાગુ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા અને સમજણ કૌશલ્યની ચકાસણી કરશે. 
ભાગ-2 વ્યક્તિલક્ષી લેખિત કસોટીનો સમાવેશ કરે છે અને તેમાં લેખન અને વિશ્લેષણાત્મક કૌશલ્યો આવરી લેવામાં આવશે. લેખિત પરીક્ષા 10 માર્ચે લેવામાં આવશે અને બીજા દિવસે 11 માર્ચે આન્સર કી જાહેર કરવામાં આવશે. 
ભાગ-3 માં ઇન્ટરવ્યુ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 80,000 રૂપિયાનો પગાર મળશે.

ઉંમર મર્યાદા | સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ભરતી 2024

સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ભરતી 2024  માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર નીચે મુજબ હોવી જોઈએ 

15 ફેબ્રુઆરી 2024ના રોજ ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઓછી અને 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી | સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ભરતી 2024

નોટીફિકેશન માં જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડિયા ભરતી માં અરજી કરનારા ઉમેદવાર પાસેથી અરજી ફી તરીકે રૂપિયા 500/- લેવામાં આવશે જેમાં ફીની ચુકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ઈન્ટરનેટ બેંકિંગ વગેરેનો ઉપયોગ કરીને ઑનલાઇન પૂર્ણ કરી શકાય છે

સ્ટેપ બાય સ્ટેપ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ભરતી 2024 નું આવેદન કરવુ

  • આ જગ્યા માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ main.sci.gov.in પર જવું પડશે.
  • વેબસાઇટના હોમ પેજ પર નવીનતમ ભરતીની લિંક પર ક્લિક કરો.
  • આ પછી તમારે સુપ્રીમ કોર્ટમાં લૉ ક્લર્ક પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવાની લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • આગલા પેજ પર પૂછવામાં આવેલી વિગતો સાથે નોંધણી કરો.
  • નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  • અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ લઈ લો.


જાહેરાત વાંચવા  અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments