અગ્નિવીર ભારતી 2024: અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં 25 હજાર અગ્નિવીરોની ભરતી માટેની અરજી પ્રક્રિયા 8 જાન્યુઆરીથી શરૂ થવાની હતી. પરંતુ તે હજુ શરૂ થયું નથી. સૈન્ય ભરતી વેબસાઇટ https://joinindianarmy.nic.in પર જાહેર કરાયેલ સૂચના અનુસાર, સામાન્ય પ્રવેશ પરીક્ષા 2024-25 માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીથી શરૂ થશે.
Agniveer bharti 2024
25 હજાર જગ્યાઓ પર ભરતી
ભારતીય સેના અગ્નીવિર સેના માં જોડાઈ ને કારકિર્દી બનવાનું ઘણા લોકોનું સ્વપ્ન હોય છે આ જે આપણે આ લેખમાં અગ્નિવિર ભરતી 2024 વિશે માહિતી મેળવવાના છીએ ભારતીય સેના અગ્નીવિર દ્વારા 25 હજાર થી પણ વધુ જગ્યાઓ પર અરજી માંગવામાં આવી હતી આ ભરતી ની રજીસ્ટ્રેશન કરવાનુ 13 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે. અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે.તથા આ ભરતી માં અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા,શૈક્ષણિક લાયકાત,આ તમામ જરૂરી વિગતો માટે કૃપા કરીને આ લેખને અંત સુધી વાંચો તથા અન્ય કોઈ સમસ્યા હોય તો કૉમેન્ટ બોક્સ માં જણાવજો
કોમન એન્ટ્રેસ ટેસ્ટ
ભારતીય સેના મા ભરતી માટે અગ્નિવીરો અને જેસીઓ સહિત અન્ય પોસ્ટ પર ભરતી માટે પહેલી વાર કોમન એન્ટ્રેસ ટેસ્ટનું આયોજન એપ્રિલ 2023 માં કરવામા આવ્યુ હતું. ઇન્ડીયન આર્મી મા ભરતી માટેની કોમન એંન્ટ્રેંસ ટેસ્ટ માટે અરજીઓ ઓનલાઈન મોડમાં થાય છે. પરીક્ષાનું આયોજન એપ્રિલ મહિનામાં કરવામાં આવશે. જે ઉમેદવાર આ પરીક્ષામાં પાસ થશે, તેમને ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામા આવશે.
ભારતીય સેનામાં અગ્નિવીર પદ પર ભરતી માટે અરજી ફી પેટે 550 રૂપિયા +જીએસટી આપવાનો રહેશે.
શૈક્ષણિક લાયકાત
ઇન્ડીયન આર્મી મા અગ્નિવીર અંતર્ગત ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવેલ છે.
- ભારતીય સેનામાં અગ્નિવીર જનરલ ડ્યૂટી પદ માટે 10 માં ધોરણમાં ઓછા મા ઓછા 45 ટકા સાથે પાસ હોવા જરૂરી છે.
- જ્યારે અગ્નિવીર ટેક્નિકલ પોસ્ટ માટે ધોરણ 12 મું (ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ અને અંગ્રેજી)માં કમસે કમ 50 ટકા ગુણ સાથે પાસ હોવા જોઈએ.
- અગ્નિવીર સ્ટોરકીપ/ક્લાર્ક પોસ્ટ માટે ધોરણ 12 માં ઓછા મા ઓછા 60 ટકા ગુણ સાથે પાસ હોવા જોઈએ. અંગ્રેજી અને ગણિત/અકાઉન્ટસ/બુક કીપિંગમાં મીનીમમ 50 ટકા ગુણ હોવા જરુરી છે.
- ટ્રેડ્સમેન ની પોસ્ટ માટે ધોરણ 10 માં/આઠમું ધોરણ પાસ હોવા જોઈએ.
વય મર્યાદા
ભારતીય સેનામાં અગ્નિવીર બનવા માટે ઉંમર લઘુતમ વય મર્યાદા 17 વર્ષ જયારે મહતમ વય મર્યાદા 21 વર્ષ નિયત કરવામા આવેલ છે.
પસંદગી પ્રક્રિયા
ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટે પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં કરવામા આવે છે.
- લેખિત પરીક્ષા
- ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ
- શારીરિક માપદંડ
- મેડિકલ ટેસ્ટ
લેખિત પરિક્ષા
અગ્નિવીર ભરતી લેખીત પરીક્ષા 100 ગુણની લેવામા આવે છે. જેમાં જનરલ નોલેજ, જનરલ સાયન્સ, મેથ્સના 15 માર્ક્સના 30-30 પ્રશ્નો પૂછવામાં આવે છે, જ્યારે લોજિકલ રીઝનિંગના 10 ગુણના 5 પ્રશ્ન હોય છે. આવી જ રીતે 100 ગુણના 50 પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 1/4 માર્ક્સ નેગેટિવ માર્કિંગ પણ રાખવામા આવેલ છે. ઉમેદવારોને પરીક્ષામાં પાસ થવા માટે કમસે કમ 35 ગુણ મેળવવા જરૂરી છે. જો કે, ઉમેદવારોનું ફાઈનલ સિલેક્શન મેરિટના આધાર પર કરવામા આવે છે.
સતાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments