TICKER

6/recent/ticker-posts

વિશ્વની ટોચની દસ શાળાઓની યાદીમાં ભારતની પાંચ શાળાઆને સ્થાન


સમાજની પ્રગતિમાં ફાળો આપવા બદલ શાળાઓે સન્માનિત

બ્રિટનમા જાહેર કરાયેલ યાદીમાં સામેલ શાળાઓને ૨.૫ લાખ ડોલરનું ઇનામ અપાશે

(પીટીઆઇ)     લંડનતા. ૯

બ્રિટનમાં પ્રથમ વખત આપવાંમાં આવી રહેલા વિશ્વની ટોચની ૧૦ શાળાઓની યાદીમાં પાંચ ભારતીય શાળાઓેને સામેલ કરવામાં આવી છે. સમાજની પ્રગતિમાં ફાળો આપવા બદલ આ શાળાઓને ૨.૫ લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે.

મુંબઇ સ્થિત એસવીકેએમની સીએનએમ સ્કૂલ અને દિલ્હીના લાજપત નગર-૩માં આવેલી એસડીએમસી પ્રાયમરી સ્કૂલને સંશોધનની કેટેગરીમાં વશ્વની ટોચની દસ શાળાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

મુંબઇની ખોજ સ્કૂલ અને પૂણેની પીસીઅએમસી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલને સામાજિક સહકારની કેટેગરીમાં વિશ્વની ટોચની દસ શાળાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

આ ઉપરાંત હાવરાની સમારિતન મિશન હાઇસ્કૂલને ઓવરકમિંગ એડવર્સિટી કેટેગરીમાં વિશ્વની ટોચની દસ શાળાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

ટી-૪ એજ્યુકેશન અને વર્લ્ડ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝના સ્થાપક વિકાસ પોટાએ જણાવ્યું છે કે કોરોનાને કારણે શાળા અને યુનિવર્સિટી બંધ રહેવાના કારણે ૧.૫ અબજથી વધારે વિદ્યાર્થીઓના શિક્ષણ પરવિપરિત અસર પડી છે.

સંયુક્ત રાષ્ટ્રે કોરોના મહામારી અગાઉ જ જણાવી દીધું હતું કે ૨૦૩૦ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી વૈશ્વિક શિક્ષણ સંક્ટ વધુ વિકટ બની શકે છે.

Post a Comment

0 Comments