ગુજરાતના પ્રમુખ મહોત્સવ
૧. તાના - રીરી મહોત્સવ
મહેસાણા જિલ્લાના વડનગરમાં તાના-રીરી સમાધિ સ્થળે દર વર્ષે નવેમ્બર માસમાં રાજય સરકાર દ્વારા તાના રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે. આ મહોત્સવમાં સમૂહ ગાયન, સમૂહ સિતારવાદન, શાસ્ત્રીય ગાયન, અને શાસ્ત્રીય નૃત્યની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવે છે. આ મહોત્સવમાં દેશ- વિદેશના પ્રખ્યાત નૃત્ય કલાકારો અને સંગીત ક્ષેત્રના દિગ્ગજોને બોલાવવામાં આવે છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈએ તેની દીકરી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.આ શર્મિષ્ઠાની બે પુત્રી તાના
અને રીરી હતી જે સંગીતની જાણકાર હતી. એક દંતકથા પ્રમાણે, તાનસેન દ્વારા દીપક રાગ ગાવાથી તેના શરીરમાં બળતરા ચાલુ થઈ ગયા હતા અને તે બળતરા માત્ર મલ્હાર રાગ ગાવાથી દૂર થઈ શકતા હતા ત્યારે તે મલ્હાર રાગ ગાય શકે તેવા સંગીતજ્ઞની શોધમાં વડનગર આવી પહોચ્યાં હતા. તાના - રીરીએ મલ્હાર રાગ ગાઈ તાનસેનની પીડા મટાડી હતી પરંતુ તે સાથે તાના રીરીએ વચન લીધું હતુ કે તાનસેન આ વાતની જાણ કોઈને નહીં કરે. તાનસેને અકબરના દરબારમાં તાના- રીરીની પ્રશંસા કરી અને અકબરે તે બન્ને બહેનોને તેડવા સૈન્ય મોકલ્યું. ત્યારે તાના - રીરી બંને બહેનો એ જળસમાધિ લઈ લીધી.
તાના - રીરી મહોત્સવનું આયોજન વર્ષ -૨૦૦૩ થી દર વર્ષે કરવામાં આવે છે. પ્રથમ તાના - રીરી પુરસ્કાર લતા મંગેશકર ને મળ્યો હતો.
૨. કાંકરિયા કાર્નિવલ
કાંકરિયા કાર્નિવલની શરૂઆત વર્ષ ૨૦૦૭ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન દર વર્ષે ૨૫ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી કરવામાં આવે છે.રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય અને સંગીત કલાકારોના મંચ પરના કાર્યક્રમો વગેરેનું આયોજન કરી જનમેદનીને મનોરંજિત કરવામાં આવે છે.
0 Comments