તમારી જાત ને ઓળખો?
એક સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો અને અસહ્ય પીડાને કારણએ મૃત્યુ પામી. ત્યાંથી પસાર થતા ઘેટાઓએ આ દેશ્ય જોયું અને તાજ જન્મેલા બચ્ચા પ્રત્યે દયાભાવથી પોતાની સાથે લીધું. આ બચ્ચું સમય જતા શારીરિક રીતે સિંહ બની ગયું પરંતુ સ્વભાવ અને વિચારની દષ્ટિએ એ ઘેટું જ રહ્યું કારણ કે એનો ઉછેર ઘેટાના ટોળાની વચ્ચે થયો હતો.
એકવાર કોઈ સિંહને જોઈને બધા ઘેટા ગભરાઈને ભાગ્યા. તેની સાથે પેલું સિંહનું મોટું થઈ ગયેલું પડ્યું પણ ભાગ્યું. સિંહે જયારે આ જોયું ત્યારે એને આશ્ચર્ય થયું કે મને જોઇને આ ઘેટા ભાગે એ તો સમજી શકાય તેમ છે પણ મને જોઈને આ સિંહ કેમ ભાગે છે ? એણે તરાપ મારીને પેલા ભાગી રહેલા સિંહને પકડ્યો. તે તો એકદમ ગભરાઈ ગયો. ઝાડા-પેશાબ પણ છૂટી ગયા. સિંહે આ ભાગી રહેલા અને પકડાયેલા સિંહને પૂછ્યું, ‘તું કેમ ગભરાય છે મારાથી ?’ પેલો કહે, ‘અરે ! તમે સિંહ છો અને હું ઘેટું છું તો ડર તો લાગે જ ને !'
સિંહ તેની ગળચી પકડીને નદીકાંઠે લઈ ગયો. નદીનાં પાણીમાં બંનેનું પ્રતિબિંબ બતાવીને કહ્યું, ‘જો આપણે બંને દેખાવે સરખા જ છીએ કે નહીં ? હું સિંહ છુ તો તું પણ સિંહ જ છે અઆને હજુ વધુ ખાતરી માટે તું મારી જેમ ત્રાડ પાડે, તારાથી પણ એમ થશે.' પેલા સિંહને થોડા આત્મવિશ્વાસ આવ્યો અને એણે ગર્જના કરી. વર્ષોથી તેનામાં રહેલું ઘેટું મૃત્યુ પામ્યું અને સિંહ જીવિત થયો.
• ટૂંકુ ને ટચ ?
અમદાવાદ : પરદેશી ભાષા અંગ્રેજીનું નામ સાંભળતા જ ગુજરાતીઓની મુશ્કેલી શરૂ થઈ જાય છે. ટેકનોલોજીની તમામ ઉપકરણ અને સાધનોની માહિતી અંગ્રેજીમાં હોય છે અને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પણ અંગ્રેજીમાં હોય છે, પરંતુ હવે ગુજરાતી ભાષાપ્રેમીઓ નિરાશ થવાની જરૂર નથી કેમ કે ગુજરાતી ભાષામાં ઇ-મેલ કરી શકાય તેવા સોફ્ટવેર ભારત સરકારે તૈયાર કરાવ્યા છે.
ભારત સરકાર ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગે ટેકનોલોજી ડેવલપમેન્ટ ફોર ઇન્ડિયન લેન્ગ્વેજ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે અંતર્ગત ગુજરાતી ભાષા સહિત વિવિધ ભારતીય ભાષાઓ માટે ઈન્ટરનેટ અભિગમ સાધનો જેવા કે બ્રાઉજર, સર્ચ એન્જિન અને ઈ-મેલ માટેના સોફ્ટવેર વિકસાવ્યા છે. તેનાથી હવે હિન્દી, ગુજરાતી, મરાઠી, તેલુગુ સહિતની વિવિધ ભાષાઓમાં ઈ-મેલ મોકલવું સંભવ થશે. ઉપરાંત સર્ચ-એન્જિન ગુજરાતી ભાષામાં માહિતી શોધવામાં મદદ આપશે અને સાથે અન્ય કોઈ એક ભારતીય ભાષામાં પૂછપરછ ઉપલબ્ધ કરાવશે.
અંગ્રેજી ભાષાનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં પણ સોફ્ટવેર ઉપયોગી બનશે. પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજી વચ્ચે ઓન-લાઇન અનુવાદ સેવા સાધનથી લોકોને અંગ્રેજી અને કોઈ પણ ભારતીય અરસ-પરસનું અનુવાદ કરવામાં હવે વિકસિત સૉફ્ટવેર ઉપયોગ થશે. ઉપરાંત હમણાં વિકસિત સોફ્ટવેર ઉપયોગી થશે. ઉપરાંત હમણાં સુધી અંગ્રેજી સ્પેલિંગ ચેકનું સોફ્ટવેર હતું પરંતુ હવે ગુજરાતી જોડણીની સાચી છે કે નહીં તેની તપાસ
કરી શકે તેવું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. બધી ભારતીય ભાષામાં નિઃશુલ્ક ફોન્ટ, જોડણીની તપાસ અને ઈન્ટરનેટ સુવિધા સહિતના સોફ્ટવેર આગામી એક વર્ષમાં ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક ભારત સરકારે નક્કી કર્યો છે.
ઐતિહાસિક ઘટના હતી. દુનિયામાં અનેક ઐતિહાસિક સ્થાપનાઓ આવી જ કંગાળ હાલતમાં થતી હોય છે. લોકોને થયું કે પ્રથમ કોળિયે જ માખી જેવો હિસાબ છે. પૈસો છે નહિ, ને વર્લ્ડ ફેડરેશનનું નામ ધરાવે છે. હકિકત એ છે કે, આ કારવાનની શરૂઆત ખુદાના નામે ખુદાના માટે થઈ હતી. એ ચાલે છે એ જ ખુદાની હિફાઝતમાં અને એ કારવાનનો રક્ષક પણ ખુદ બુલ આલમીન હોઈ તે મંઝીલ સુધી પહોંચવામાં કોઈ સંકટ હોય નહિ. હા એક શરત છે, સફર દરમિયાન મંઝીલો કાપતી વેળા ક્યાંય નિયતમાં ફેર ન આવો જોઈએ. એટલા જ માટે આ કારવાનની દોર, આ નાવનું સુકાન એવા કાર્યકરોના હાથમાં દેવાય જેમને ખુદાનો ડર હોય. દુનિયાની લાલચ માટે નહિ પણ દીનની મોહબ્બત માટે મયદાને અમલનો મુજાહિદ જ આ નાવ સંભાળે, એ જોવું સીની ફરજ છે.
વર્લ્ડ ફેડરેશનનું સભ્ય પદ વ્યક્તિગત નથી. કોઈ એક વ્યક્તિ કે માણસને મેમ્બરશીપ આપવામાં આવતી નથી. માત્ર એવી સંસ્થાઓને સભ્યપદ આપવામાં આવે છે જે બંધારણીય હોય અને શીઆ ઈસ્નાઅશરી સમાજના કેટલાક લોકોનું પ્રતિનિધિત્ત્વ ધરાવતી હોય. બીજા શબ્દોમાં કહીએ તો પ્રાઈવેટ ટ્રસ્ટી, સંસ્થાઓને સભ્યપદ આપવામાં આવતું નથી. કારણ કે એવી સંસ્થાઓ શીઆ ઈસ્ના અશરી પલીક પ્રત્યે ડાયરેક્ટ જવાબદારી ધરાવતી હોતી નથી.
વર્લ્ડ ફેડરેશનની કોન્ફરન્સ વિશિષ્ઠ ખાસિયતો ધરાવે છે. આ કોન્ફરન્સમાં પહેલેથી કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે. તે કાર્યક્રમ મુજબ કોન્ફરન્સ ચલાવવામાં આવે છે. ગઈ ટર્મમાં ક્યા કામો થયા તેનો અહેવાલ રજું કરવામાં આવે છે. ઓડિટ થએલા હિસાબ કિતાબ સભા સમક્ષ રજું કરવામાં આવે છે. સભ્યો ચાહે તેટલી તેના બારામાં પૂછ પરછ કરે, ટીક્સ ટીપ્પણી કરે. દરેકના જવાબો આપવા માટે હોદ્દેદારો આપવા તૈયાર રહે, દરેક સભ્ય વિષય પર જ બોલે. અંતે જે નિર્ણય સર્વાનુંમતે કે બહુમતે લેવાય તે રાવ રૂપે રજૂ થાય. તેના પર અમલ થાય. દરેક કોન્ફરન્સમાં ઠરાવો ઉપર કેટલો અમલ થયો અને કેટલો નાં ચચો તે બારામાં છણાવટ થાય. લાંબાલચ લેકચરો અને અંતે સરવાળે મીંડું. એવી કોન્ફરન્સ વર્લ્ડ ફેડરેશનની હોતી નથી. એવી રીતે સમયનો દુર્વ્યય પોષાય તેમ નથી.
૧૯૦૫માં મ.આયતુલ્લા અલ-ખૂઈ (આમ.)સાહેબે વર્લ્ડ ફેડરેશનની સ્થાપનાને પૂરે પુરો આવકાર આપ્યો. પોતાના તરફથી સંપૂર્ણ સરકારની ખાત્રી આપી. લંડન ખાતે બને તેટલી ઝડપથી ઈલ્મી કેન્દ્રો (હઝા) સ્થાપવા નિર્દેશ કર્યો. ખૂબ જ દિલી દુઆઓ આપી, આજે આફ્રિકા કહો કે યુરોપ-અમેરિકા, ભારત કહો કે ફાર ઈસ્ટ એશિયા દુનિયાના કોઈ પણ ખૂણે ખાંચરે અગર દીને હક અને મઝહબે અહલેબૈત અ સજીવન હોય તો તે હ.આયતુલ્લાહ અલ ખૂઈ (ખા.મ.)ને આભારી છે. જેટલી હમદર્દી અને લાગણીભરી દોરવણી આ મરજએ આપી છે તેટલી હમદર્દીનો દાખલો વર્તમાનમાં ક્યાંચ મળશે નહિ. આ હકિકત ઈતિહાસને પાને સદાય અંક્તિ રહેશે.
છે. આયતુલ્લા અલ-ખુઈ (આ.મ.)ની ઇજાઝતના પરિણામે મમીનોએ સામે ઈમામ અ.થી વર્લ્ડ ફેડરેશનને પ્રાથમિક સહકાર આપ્યો. ફીમને એ સમજવાની જરૂરત છે કે જે ધર્માદાની રકમો સ્વેચ્છાએ વેર વિખેર વપરાતી રહે છે, તે જો એક જ સંસ્થામાં કેન્દ્રિત થઈને વપરાય તો વધુ ફળદાયી નીવડે છે. એ જ સિધ્ધાંતને આપણી કીમ આફ્રિકામાં અપનાવીને અન્ય કીમી કાર્યો પૂરા પાડ્યા અને પાડતા રહે છે. વર્લ્ડ ફેડરેશનને પણ અત્યાર સુધી ખિદમતની જે તૌફિક ચઈ છે તે આ જ સિધ્ધાંતને પરિણામે છે. હજી પણ
મનુષ્યોના વિકારો પર વિચાર વિભૂતિનો વિજય એટલે ગુડી પડવો :–
ભારતમાં શાલિવન શક મુજબ વર્ષનો પ્રથમ માસ ચૈત્ર માસ ગણાય છે અને નવું વર્ષ ચૈત્ર સુદ-૧થી શરૃ થાય છે. દેશના જ્યોતિષશાસ્ત્રીઓ કે જેઓ ચૈત્રી પંચાંગ આ દિવસે બહાર પાડે છે તેમના માટે પણ આ શુકનિયાળ દિવસ મનાય છે. દક્ષિણી લોકોનું નવું વર્ષ પણ આ દિવસથી શરૃ થાય છે. ચૈત્રસુદ પ્રતિપદા ગુડી પડવાને નામે ઓળખાતુ પર્વ છે. મરાઠી લોકોના નૂતન વર્ષનો પ્રારંભ અને રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં ચૈત્રી નવરાત્રિ નવ દિવસ ઉજવાય છે. ગુજરાતમાં પણ ચૈત્રી નવરાત્રિ કરતાં મોટો વર્ગ છે. જેમાંના કેટલાક માત્ર એક વખત ભોજન કરે છે તો કેટલાક નવ દિવસ ફળાહાર કરે છે. અમુક માઈ ભક્તો માત્ર દૂધ પર રહી ભક્તિ આરાધના કરે છે.
ચૈત્ર માસમાં નવરાત્રિ ઉપરાંત સમ નવમી, સ્વામિનારાયણ જયંતિ, હાટકેશ જયંતિ, હનુમાન જયંતિ, મનોરથ વ્રત, પુત્રદા અષ્ટમી આદિ પર્વો માત્ર આ એકજ માસ દરમ્યાન આવે છે. જેને લોકો અતિ સ્નેહ શ્રધ્ધાથી ઉજવે છે. ભારતમાં મહારાષ્ટ્રમાં મરાઠી લોકો શાલિવાહનના નુતન વર્ષથી નવા હિસાબી ચોપડા લાવી તેનુ પૂજન કરે છે. નવી ફેક્ટરી, નવી દુકાન કે નવા મકાનની ઉદ્ઘાટન વિધિ પણ કરે છે. આ દિવસે ભગવાન રામે દક્ષિણની ભૂમિને વાલિના ત્રાસમાંથી છોડાવી હતી. અમાનુષી જુલ્મમાંથી મુક્ત થયેલ પ્રજાએ ઘેર ઘેર ઉત્સવ ઉજવી ઘેરઘેર ગુડીઓ અર્થાત નિતનવી ધજાઓ ફરકાવી હતી, આજે પણ આ પવિત્ર પર્વ એટલે આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય, વૈભવ પર વિભૂતિનો વિષય માનીને મનાવે છે. ખાસ તો આ પર્વમાં ચાંદી, તાંબા કે કાંસાના કળશને એક નવા રંગીન કાપડના કપડાં સાથે છેડેથી બાંધી તેને બારી કે બારણા પાસે લાકડીની ઉપર ઊંધો રાખવામાં આવે છે. મલબાર પ્રદેશમાં તો પ્રતિપદાને દિવસે લોકો મળસ્કે જઈ સ્નાનાદિક ક્રિયા બાદ, સારા વસ્ત્રો ધારણ કરી આબાલવૃધ્ધ સૌ દેવ મંદિરમા દર્શને જાય છે. વિક્રમ સંવતના નૂતન વર્ષની શરૃઆત કારતક સુદીથી થાય છે. એક અન્ય કથાનક અનુસાર શ્રી રામચંદ્રજી ૧૪ વર્ષના વનવાસ બાદ સિતાજી અને ભાઈ લક્ષ્મણ સાથે પુષ્પક વિમાનમાં ચૈત્ર સુદ-૧ના દિવસે અયોધ્યા પધાર્યા ત્યારે લાખો પ્રજાજનોએ તેમનું ભવ્ય સ્વાગત અને રાજ્યાભિષેક કરેલો
આ તહેવારની ઊજવણી માટે કેરળ પ્રદેશ ખૂબ જાણીતો છે ત્યાં તહેવારની 'વિ' કહે છે. સદી જુની પ્રથા એવી છે કે પરિવારમાં મહિલા મળસ્કે જાગી સ્નાનાદિક બાદ પૂજાની સામગ્રી પૂજાનો થાળ તૈયાર કરે છે. તેમા તેલના બે દીવા મુકે છે. શ્રીફળના બે અડધિયા પણ મૂકે છે. એ થાળીમા કુમકુમ, અક્ષત્, કેસરની સાથે ફળ તથા "કોન્ના” નામનું ફૂલ મૂકે છે. ઘરના સભ્યો પ્રભાતે તૈયાર થઈ ગયા બાદ ગૃહિણી તેમના આંખે પાટો બાંધી ગૃહમંદિરમાં પૂજાનું દર્શન કરવા લઈ જાય ત્યાં પાટો ખોલે છે. આપણા દેશમાં સિંધી બંધુઓ આ તહેવારને 'ચેટીચાંદ' તરીકે ઊજવે છે. તેઓ દરિયાલાલજી કે ઝૂલેલાલનું પૂજન કરે છે. શહેરમાં ગાજતે
વાજતે શોભાયાત્રા કાઢે છે. જ્ઞાાતિ ભોજન પણ આયોજીત થાય છે. આ તહેવાર દરિયાલાલ જયંતિ તરીકે પણ જાણીતો છે.
આરોગ્યની દ્રષ્ટિએ આ સમય દરમ્યાન થોડો દૈતુગત ફેરફાર આપણે અનુભવીએ છીએ. આ દિવસથી નવ દિવસ સુધી કૃણા લીમડાના પાનનો રસ અનેક લોકો પીતા હોય છે. તેથી તેને 'નિમ ઉત્સવ' કહે છે. લીમડાની કડવાશ શરીરના અનેક ચર્મરોગો, પેટના રોગો, ડાયાબીટીસ આદિમાં ઉપયોગી છે. ગુડી પડવાના રોજ બાળકો, યુવાનો આદિ પોતાના વૃધ્ધ માતા-પિતા કે મોટા ભાઈ બહેન, આચાર્યો, ગુરુજનો તથા વડીલોને પાયવેદન પાઠવી શુભાશીર્વાદ પ્રાપ્ત કરે છે.
પ્રકાશકનું નિવેદન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, મૈસુર દ્વારા ડિસેમ્બર, ૧૯૯૯માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ 'Personality Development' નું ગુજરાતી સંસ્કરણ ‘વ્યક્તિત્વ વિકાસ'ના નામે ગુજરાતી વાચકોના હાથમાં મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ.
વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય ઘડતર એ આજના યુગમાં સૌથી વધુ આવશ્યક બાબતો બની ગઈ છે. આજના યુવાનો સાચા વ્યક્તિત્વ કે દૃઢ ચારિત્ર્ય વિના અસહાય બનીને અહીંતહીં ભટકે છે. સ્વામી વિવેકાનંદ કે જેમને યુવાનો પર સૌથી વધુ વિશ્વાસ હતો, દેઢ વિશ્વાસ હતો એવા યુવાનોને બેઠા કરવા, આત્મશ્રદ્ધાવાન બનાવવા, નિઃસ્વાર્થ પ્રેમ - શૌર્ય - સમર્પણના રંગે રંગીને મુક્ત મનના નાગરિક બનાવીને તેમને સ્વોન્નતિ, સમાજકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણના માર્ગે વાળવા સ્વામી વિવેકાનંદની બળપ્રદ વાણીમાં વ્યક્તિત્વવિકાસની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે.
સ્વામી વિવેકાનંદનાં વિવિધ લેખો, વાર્તાલાપો, પત્રો, પ્રવચનો, કાવ્યો, સંભાષણો વગેરે ગ્રંથમાળાના ૧૦ ભાગમાં ગ્રંથસ્થ થયાં છે. આ સમગ્ર સાહિત્યમાંથી વ્યક્તિત્વવિકાસને લગતા વિચારોને સંકલિત કરીને આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે, અમને આશા છે કે આ વિચારોથી આકર્ષાઈને આજના યુવાનો સ્વામી વિવેકાનંદનું સમગ્ર સાહિત્ય વાંચવા પ્રેરાશે, સ્વામી વિવેકાનંદના જીવન સંદેશ દ્વારા પોતાનું ચારિત્ર્ય ઘડતર કરી શકશે અને પોતાના વ્યક્તિત્વનો સાચો વિકાસ કરી શકશે.
આ મૂળ અંગ્રેજી પુસ્તક 'Personality Development નું ગુજરાતી સંસ્કરણ પ્રગટ કરવા માટે પોતાની અનુમતિ આપવા બદલ અમે શ્રીરામકૃષ્ણ આશ્રમ, મૈસુરના આભારી છીએ.
અમને આશા છે કે આ પ્રકાશનને પણ સમુચિત લોકાદર સાંપડશે.
ભૂલો ?
ભૂલો હંમેશા થાય છે. ઘણીવાર તમે ભૂલોથી કંટાળો છો અને તમે એને સુધારવા માંગો છો, પરંતુ એમાંથી તમે કેટલી સુધારી શકો છો? તમે અન્યોની ભૂલો બે કારણોસર સુધા૨ો છો. પહેલું, જ્યારે કોઈની ભૂલ તમને નડે છે, અને બીજું તમે સામી વ્યક્તિના ભલા માટે ભૂલ સુધારો છો, જેથી એ વ્યક્તિનો વિકાસ થઈ શકે, અને એટલા માટે નહીં કે એ ભૂલ તમને નડે છે - ભૂલ સુધારવાની પહેલી રીત - જેમાં ભૂલ તમને નડતી હોય - કારગર નિવડતી નથી.
ભૂલો સુધારવા માટે આવશ્યક છે સત્તા અને પ્રેમ – બન્ને. સત્તા અને પ્રેમ આમ તો એકબીજાના વિરોધિ જણાય છે પરંતુ વાસ્તવમાં એવું નથી. પ્રેમ વગરની સત્તા કઠે છે અને ભૂલ સુધારવામાં સફળ નથી થતી. સત્તા વિનાનો પ્રેમ કુણો પડે છે. તમારે બન્નેની જરૂર પડે છે પરંતુ બન્નેનું પ્રમાણ માફકસરનું હોવું જોઈએ, જેથી એ અન્યોની ભૂલોને સુધારવામાં સફળ થાય. આવું ત્યારે જ થાય જ્યારે તમે સંપૂર્ણ પણે વિરક્ત અને કેન્દ્રિત હો.
તમે જ્યારે ભૂલો પ્રત્યે છૂટનું વલણ દાખવો ત્યારે પ્રેમાળ અને સત્તાપૂર્ણ બન્ને હોવા જોઈએ. દિવ્યતાનું પણ એવું જ છે. ત્યાં એ બન્નેનું એક સાચું સંતુલન રહેલું છે . કૃષ્ણ ને ઈસુ પાસે એવું જ હતું. જે લોકો પ્રેમ કરે છે તેઓ જેમને પ્રેમ કરે છે તેમના પર સત્તા પણ ચલાવે છે. પ્રેમ અને સત્તા દરેક સંબંધોમાં રહેલી છે.
0 Comments