શું જીઓ નું કોઈ લેપટોપ છે.?
હા, રિલાયન્સે તેનું પહેલું લેપટોપ લોન્ચ કર્યું છે - Jio Qualcomm Snapdragon 665 11.6 Inch Netbook, જે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ પર સૂચિબદ્ધ છે અને તે રૂ. 19,500ની ઑફર કિંમતે ઉપલબ્ધ છે.
jio બુકની કિંમત :-
કંપનીએ હજુ સુધી આ પ્રોડક્ટ તમામ યુઝર્સ માટે લોન્ચ કરી નથી. તે સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) ની વેબસાઈટ પર લિસ્ટેડ છે, જ્યાં તેની કિંમત 19,500 રૂપિયા છે.
નોંધનીય છે કે આ વેબસાઇટ પરથી માત્ર સરકારી કર્મચારીઓ જ ખરીદી કરી શકે છે. એટલે કે, આ લેપટોપ દરેક માટે ઉપલબ્ધ નથી. જો કે, તેના વિક્રેતા વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી.
સ્પેશિફિકેશન શું છે?
Jio Book લેપટોપમાં 11.6-inch HD ડિસ્પ્લે છે, જે 1366×768 પિક્સલ રિઝોલ્યુશનનું છે. તેમાં Qualcomm Snapdragon 665 પ્રોસેસર છે, જે Adreno 610 GPU સાથે આવે છે. આ પ્રોસેસર હવે જૂનું થઈ ગયું છે, પરંતુ પ્રોડક્ટની કિંમત જોતા, ફરિયાદ કરી શકાતી નથી.
પ્રોડક્ટના ડિસ્ક્રિપ્શન અનુસાર Jio બુકની બોડી પ્લાસ્ટિકની છે, જે મેટાલિક હિન્જ સાથે આવે છે. ડિવાઇસ Jio OS પર કામ કરે છે. તેમાં 2GB LPDDR4X રેમ છે. લેપટોપમાં 32GB eMMC સ્ટોરેજ છે.
તેમાં ટચ પેડ છે, જે મલ્ટી ટચ જેસ્ચર સપોર્ટ સાથે આવે છે. ડિવાઇસને પાવર આપવા માટે 60AH બેટરી આપવામાં આવી છે. કંપનીએ તેને લેપટોપ તરીકે નહીં પરંતુ નેટબુક તરીકે રજીસ્ટર કરાવ્યું છે. એટલે કે તે Chromebook હોઈ શકે છે. પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનમાં તેને મેડ ઇન ઇન્ડિયા ડિવાઇસ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે
Jio લેપટોપ ક્યારે લોન્ચ થશે?
ઉપલબ્ધ સૂત્રોના જણાવ્યા અનુસાર, Jiobook લેપટોપ લોન્ચની તારીખ આ વર્ષે દિવાળીની આસપાસ હશે અથવા અમે 25મી ઑક્ટોબર 2022 કહી શકીએ છીએ. તમે બધા આ લેપટોપને flipkart.com અથવા ભારતમાં કોઈપણ નજીકના Jio સ્ટોર પરથી ખરીદી અથવા પ્રી બુક કરી શકો છો.JioBook લેપટોપ ના ફીચર્સ
- આ લેપટોપમાં 1366x768 પિક્સલ્સની HD ડિસ્પ્લે હોઇ શકે છે.
- JioBook Laptopમાં સ્નેપડ્રેગન 665 SoC પ્રોસેસરનો ઉપયોગ થઇ શકે છે.
- આ ઉપરાંત લેપટોપમાં 4GB રેમ અને 64GB મેમરી હોઇ શકે છે.
- JioBook Laptopમાં કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેંડ વાઈ-ફાઈ, મિની HDMI કનેક્ટર અને બ્લૂટૂથનો ઓપ્શન મળી શકે છે.
- લેપટોપમાં 3 એક્સિસ એક્સેલોમીટર પણ હોઇ શકે છે.
- JioBook Laptopમાં ક્વાલકોમની ઓડિયો ચિપનો ઉપયોગ થઇ શકે છે.
- JioBook Laptop જીયોનું હોવાથી તેમાં જીયોની તમામ એપ્સ જેમ કે JioStore, JioMeet, JioPages વગેરે ઈન્સ્ટોલ હોઈ શકે છે.
- આ ઉપરાંત માઇક્રોસોફ્ટ એપ્સ જેવી કે Microsoft Teams, Microsoft Edge, Office વગેરે પણ લેપટોપમાં પ્રી-ઈન્સ્ટોલ હશે.
- એક અંદાજ અનુસાર JioBook Laptopમાં જીયો પોતાની ઓપરેટિંગ સિસ્ટમ રાખશે
0 Comments