TICKER

6/recent/ticker-posts

અમદાવાદ : વિશ્વના સૌથી ઊંચા મંદિરનું કરાશે નિર્માણ, માઁ ઉમિયા મંદિરે રૂ. 11 લાખમાં બનાવો પોતાના નામનો પિલર

 અમદાવાદ શહેરમાં વિશ્વના સૌથી ઊંચા મંદિર માટે ‘હું પણ પાયાનો પિલર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં વિશ્વના સૌથી ઊંચા મંદિર માટે ‘હું પણ પાયાનો પિલર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જાસપુર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા જગત જનની માઁ ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિરનો ગર્ભગૃહ બેઝ બનીને તૈયાર થઇ ગયો છે, ત્યારે માઁ ઉમિયા મંદિરે પોતાના નામનો પિલર બનાવવા રૂ. 11 લાખનું અનુદાન આપવાનું રહેશે, જેમાં અત્યારસુધીમાં 401 ભક્તો જોડાઈ ચૂક્યા છે.

અમદાવાદ : વિશ્વના સૌથી ઊંચા મંદિરનું કરાશે નિર્માણ, માઁ ઉમિયા મંદિરે રૂ. 11 લાખમાં બનાવો પોતાના નામનો પિલર


વિશ્વનું સૌથી ઊંચું મંદિર :

 અમદાવાદમાં વૈષ્ણૌદેવી સર્કલની પાસે જાસપુરમાં બની રહેલા જગત જનની માં ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિર માટે ગર્ભગૃહ બેઝ બનીને તૈયાર થઇ ગયા બાદ આને લઇને ઉત્સુકતા વધી 

અમદાવાદનું વિશ્વનું સૌથી ઊંચું મંદિર :

 ગુજરાત વધુ એકવાર વિશ્વસ્તરે ચમકવા જઈ રહ્યું છે. કારણ કે, દુનિયાનું સૌથી ઉંચુ મંદિર ગુજરાતમાં આકાર પામી રહ્યું છે. અમદાવાદમાં વૈષ્ણૌદેવી સર્કલની પાસે જાસપુરમાં બની રહેલા જગત જનની માં ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિર બની રહ્યું છે. ત્યારે આ મંદિરની હાલ ચારેતરફ ચર્ચા થઈ રહી છે. કારણ કે, આ મંદિરની વધુ એક ખાસિયત સામે આવી છે. કારણ કે, તેમાં નાગરિકો પણ જોડાશે. કોઇ પણ સમાજની વ્યક્તિ 11 લાખ રૂપિયા દાન આપીને પોતાના નામથી આ પિલર બનાવી શકે છે. જેમાં અત્યાર સુધી 401 લોકો પોતાના નામનું પિલ્લર બનાવવા માટે આગળ આવ્યા છે. 

શું છે મંદિરના પિલ્લરની ખાસિયત :

જગત જનની માં ઉમિયાના મંદિરમાં 1440 પિલરો પર તૈયાર થશે. દરેક પિલર પર 11 લાખ રૂપિયા ખર્ચ કરાશે. સૌથી ખાસ બાબત એ છે કે, કોઇ પણ સમાજની વ્યક્તિ 11 લાખ રૂપિયા દાન આપીને પોતાના નામથી આ પિલર બનાવી શકે છે. આને લઇને હું પણ પાયાનો પિલર નામથી ખાસ અભિયાનની શરૂઆત કરાયા બાદ તેમાં આશરે 401 લોકો જોડાઇ ચુક્યા છે. 


મંદિર બનાવવામાં કરાયેલી આ પહેલમાં અત્યાર સુધી અનેક લોકો જોડાયા છે. જેમાં પાટીદારની સાથે સાથે અન્ય સમાજનાં કેટલાક લોકો તથા કેટલાક એનઆરઆઇ પણ સામેલ છે 

 શું હશે આ મંદિરની ખાસિયત :

આ મંદિરના ગર્ભગૃહમાં 52 ફૂટ ઊંચા સ્થાનક પર મા ઉમિયાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે. ધ્વજ દંડ સાથે મંદિરની ઉંચાઉ 451 ફુટને આંબી જશે. જાસપુર ખાતે આકાર પામનારા મંદિરની વાત કરીએ તો મંદિરની ડિઝાઇન જર્મન આર્કીટેક અને ઇન્ડીયન આર્કીટેકના સંયુક્ત ઉપક્રમે બની છે. મંદિરની વ્યુ ગેલેરીમાંથી અમદાવાદનો નજારો જોઇ શકાશે. મંદિરની વ્યુ ગેલેરી ૮૨ મીટર અને 90 મીટર ઊંચી હશે. મંદિરનું ગર્ભગૃહ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવીયેલી ડિઝાઇન પ્રમાણે હશે. જેમાં ૫૨ ફુંટ ઉંચી માતાજીની પ્રતિમા હશે માતાજીની પ્રતિમા સાથે મહાદેવનું પારાનું શિવલિંગ સ્થાપિત કરાશે. 


બીજું શુ શું હશે આ મંદિર માં :

શિલાન્યાસના આયોજન માટે ૫૦થી વધુ સમિતિઓ બનાવવામાં આવી છે. મંદિર સિવાય જાસપુરના પ્રાંગણમાં જાસપુર કેમ્પસમાં સ્કીલ યુનિવર્સિટી એન્ડ કેરીયર ડેવલપમેન્ટ ,હેલ્થ સ્પોર્ટસ એન્ડ કલ્ચર કોમ્પલેક્ષ ,કુમાર અને કન્યા વર્કીગ વુમન છાત્રાલય, અધ્યતન સુવિધાથી સજ્જ એનઆરઆઇ ભવન, સામાજિક સંગઠન ભવન તથા રોજગાર ભવન, આરોગ્ય અને પ્રી પોસ્ટ મેડીકલ કેર યુનિટ આકાર પામશે. આ સિવાય જોબ પ્લેસમેન્ટ મહેસૂલી માર્ગદર્શન કેન્દ્ર ,કાનુની ઇમીગ્રેશન સલાહ કેન્દ્ર ,સામાજિક વ્યાપારી સંબંધોનું વૈશ્વિક જોડાણની કેન્દ્ર તૈયાર કરાશે ,પ્રાંગણમાં કોર્ટ કચેરીથી બચવા માટે સમાધાન પંચ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ ,કાયમી ભોજનશાળા, મેટ્રોમોનીયલ અને કાયમી લગ્ન કેન્દ્ર ,તથા વિધવા ત્યક્તા બેહનો માટે રોજગાર કેન્દ્ર આકાર પામશે.


વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે કહ્યુ કે આ ટુરીઝમ ટેમ્પલ હોવાથી તેની ઉંચાઇ પ્રમાણે બેઝ નક્કી કરવાનો હોવાથી તેની ડિઝાઇન ભારતીય પ્રણાલીથી થોડી અલગ છે. તેમણે ઉમેર્યુ કે આ માત્ર પાટીદાર સમાજનુ નહી પણ તમામ વર્ણ અને સમુદાય માટેનું આસ્થાનું કેન્દ્ર બનશે. આકાર પામનાર મંદિરના કળશને સુર્વણ જડ઼ીત કરવાની ઓફર અન્ય સમાજના દાતા તરફથી મળી છે.

www.articlehj.blogespot.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ સાઇટઉપર નોકરીઓ, રિજલ્ટ, સરકારી યોજનાઓ , સરકારી નોટિફિકેશન,જનરલ નોલેજ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે.અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ મા જણાવજો........... આભાર 

 વોટસઅપઅહીં ક્લિક કરો
Homepage અહીં ક્લિક કરો




Post a Comment

0 Comments