TICKER

6/recent/ticker-posts

ગરબા ક્વીન કિંજલ દવે ની સગાઈ કેમ તૂટી કારણ માત્ર આટલું જ હતું જાણો

 Garba Queen kinjal Dave  : 

લોકપ્રિય ગુજરાતી ગાયક અને ગરબા કિંગ કિંજલ દવેની (Garba Queen Kinjal Dave) સગાઈ તૂટી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કિંજલ દવેએ (@thekinjaldave) આજથી પાંચ વર્ષ પહેલાં પવન જોશી (Pavan Joshi) નામના યુવક સાથે પરંપરાગત રીતે પોતાના વતન જેસંગપરામાં સગાઈ કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં અખાત્રીજ દિવસે મિત્રોને પરિવારજનોની હાજરીમાં રિંગ સેરેમની “Ring Ceremony” યોજાઈ હતી.

કિંજલ દવેની સગાઈ કેમ તૂટી :

૫  વર્ષ પહેલા કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના દુખદ સમાચારા ખુબ જ ઝડપથી ફેલાય રહ્યા છે.

ચાર ચાર બંગડી’ ગીતથી સમગ્ર દેશભરમાં પ્રખ્યાત થયેલ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે(Kinjal Dave Gujarati Singer)ની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. કિંજલ પોતાના મ્યૂઝિક આલ્બમને લઈને ચર્ચામાં રહે છે. દેખાવમાં સુંદર અને કિંજલના અવાજ પાછળ લાખો લોકો ગાંડા-ઘેલા બને છે. ત્યારે પાંચ વર્ષ પહેલા કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના દુખદ સમાચારા ખુબ જ ઝડપથી ફેલાય રહ્યા છે

ગરબા ક્વીન કિંજલ દવે ની સગાઈ કેમ તૂટી કારણ માત્ર આટલું જ હતું જાણો


કેવી રીતે બની ‘ગરબા ક્વિન’ :

કિંજલ દવેને સંગીતની પ્રેરણા તેના કુટુંબમાંથી મળતી રહી છે. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. તે નાનપણમાં નવરાત્રીના સમયે ગરબા ગાતી હતી. તેના પિતાને ગીત લખવાનો શોખ હતો અને તેમના તરફથી પ્રોત્સાહન મળતું હતું.

 સગાઈ તૂટવાનું કારણ  માત્ર આટલુંજ હતું :

 હાલમાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે, કિંજલ દવે અને તેના ભાઈ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઈ થઈ હતી. જેમાં આકાશની કિંજલના ફિયાંસ (Fiance) પવન જોષીની બહેન સાથે સગાઈ કરવામાં આવી હતી. પરંતુ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કર્યા હોવાથી કિંજલની પણ સગાઈ તુટી ગઈ છે. સગાઇ તૂટી જતા કિંજલ દવેએ Kinjal Dave Gujarati Singer પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કિંજલ દવે કેટલું ભણેલી છે?

કિંજલ દવે એ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી મણિબા સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારાબદ ગુજરાતમાં આવેલી પતંજલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝમાંથી ગ્રેજ્યુશન કર્યું છે.

 કિંજલ દવે જન્મ તથા પરિવાર :

કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે. કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા. તેઓ મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. બાદથી કિંજલ દવેનો સિતારો ચમક્યો હતો.

Post a Comment

0 Comments