EPFO SSA Recruitment 2023:
શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી સંસ્થા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનમાં ખુબ મોટી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
શું વાંચકો મિત્રો તમે અને તમારા મિત્રો કોઈ નોકરી ની શોધ કરી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે સરકારી સંસ્થા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનમાં માં, મોટી ભરતી આવી છે તો મિત્રો અમે તમને EPFO SSA Recruitment 2023 વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે
કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા સામાજિક સુરક્ષા સહાયક ભરતી 2023 :
સંસ્થાનું નામ | એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 22 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 27 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ | https://www.epfindia.gov.in/ |
EPFO SSA Bharti મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઘ્વારા 22 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 એપ્રિલ 2023 છે.
EPFO SSA ભરતી 2023 એડમિટ કાર્ડ :
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એવા ઉમેદવારોને EPFO એડમિટ કાર્ડ જારી કરશે જેમણે EPFO SSA પરીક્ષા માટે સફળતાપૂર્વક ઑનલાઇન અરજીઓ સબમિટ કરી છે. સત્તાવાર વેબસાઇટ https://www.epfindia.gov.in/ પર દરેક તબક્કા માટે એડમિટ કાર્ડ અલગથી બહાર પાડવામાં આવશે. EPFO SSA એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોને તેમના નોંધણી નંબર અને પાસવર્ડની જરૂર છે.
EPFO SSA Bharti પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા સોશિયલ સિક્યુરિટી આસિસ્ટન્ટ તથા સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
EPFO SSA Bharti કુલ ખાલી જગ્યા:
EPFO ઘ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં કુલ જગ્યા 2859 છે. જેમાં સોશિયલ સિક્યુરિટી આસિસ્ટન્ટની 2674 તથા સ્ટેનોગ્રાફરની 185 જગ્યા ખાલી છે. તમામ કેટેગરી માટે ખાલી જગ્યા અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.
EPFO SSA Bharti લાયકાત:
એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનની આ ભરતીમાં સોશિયલ સિક્યુરિટી આસિસ્ટન્ટ માટે લાયકાત સ્નાતક તથા ટાઈપિંગ છે જયારે સ્ટેનોગ્રાફર માટે લાયકાત 12 પાસ તથા સ્ટેનો છે.
EPFO SSA ભરતી 2023 અરજી ફી :
SC/ST/PwBD/સ્ત્રી ઉમેદવારો/ભૂતપૂર્વ માટે અરજી ફી. સર્વિસમેનને મુક્તિ આપવામાં આવી છે જ્યારે અન્ય તમામ શ્રેણીઓ માટેની અરજી ફી રૂ. 700. EPFO SSA અરજી ફી ચૂકવણીના ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવામાં આવશે.
EPFO SSA Bharti પગારધોરણ :
દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલા ટેબલમાં જોઈ શકો છો. પસંદગી પામેલ ઉમેદવારને ભારત સરકારના લેવલ-4 તથા લેવલ-5 અનુસાર પગાર ચુકવવામાં આવશે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
સોશિયલ સિક્યુરિટી આસિસ્ટન્ટ | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
સ્ટેનોગ્રાફર | રૂપિયા 25,500 થી 81,100 સુધી |
પસંદગી પ્રક્રિયા:
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય પરીક્ષણ (સ્ટેનો/ટાઈપિંગ)
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે EPFO ની ભરતી માટે અરજી કરવાની વેબસાઈટ https://recruitment.nta.nic.in/ પર જાવ.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ કડીઓ:
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
0 Comments