TICKER

6/recent/ticker-posts

Trick to view deleted messages : ડીલીટ થયેલા મેસેજ જોવા માટે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવા ની જરૂર નથી

 Trick to view deleted messages :

મેસેજિંગ એપ વૉટ્સએપના (WhatsApp) કરોડો યૂઝર્સ એટલા માટે પણ છે, કેમકે આ એપમાં યૂઝર્સની સુવિધા પ્રમાણે કેટલાય ફિચર્સ છે. આમાં ચેટિંગતી લઇને વૉઇસ અને વીડિયો કૉલિંગ જેવા ખાસ ફિચર્સ છે. આમા તો વૉટ્સએપમાં ડિસઅપેયરિંગ ફિચર પણ છે, જેમાં વૉટ્સએપ પર મોકલેલા મેસેજ અમૂક સમય બાદ ડિલીટ થઇ જાય છે. પરંતુ ઘણીવાર આપણને ડિલીટ કરેલા કેટલાક જરૂરી મેસેજ વાંચવા વાંચવાના હોય છે. આવામાં તમને ખબર હોવી જોઇએ કે વૉટ્સએપના ડિલીટ કરેલા મેસેજને તમે કઇ રીતે વાંચી શકો છો. આજે અમે તમને આને લઇને એક ખાસ ટ્રિક બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે ડિલીટ થયેલા મેસેજ પણ વાંચી શકો છો

વૉટ્સએપ (WhatsApp) પર એકવાર મેસેજ ડિલીટ થયા બાદ તમે તેને વાંચી નથી શકતા. વૉટ્સએપમાં આવુ કોઇ ફિચર નથી, પરંતુ એક ટ્રિકની મદદથી તમે ડિલીટ થયેલા મેસેજ પણ વાંચી શકો છો. જોકે, આના માટે તમારે થર્ડ પાર્ટી એપ ડાઉનલૉડ કરવાની જરૂર પડશે.

Trick to view deleted messages : ડીલીટ થયેલા મેસેજ જોવા માટે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવા ની જરૂર નથી


ડિલીટ થયેલા મેસેજ જોવા માટે ટ્રિક  :

ડીલીટ થયેલા મેસેજ જોવા એ વ્યક્તિ સૌથી સરળ ઉપાય છે કે થર્ડ પાર્ટી એપ ની મદદ લેવી પછી ઘણા લોકો playstor પર જઈ એ કીવર્ડ્સ સર્ચ કરી અને સારી રેટિંગ અથવા વધુ ડાઉનલોડ થતી એપ ને પસંદ કરે અને પછી playstor પર થી તેના મોબાઇલ માં ડાઉનલોડ કરે

આ એપ્સ દાવો કરે છે કે તેઓ તમને તમારા ડિલીટ કરેલા મેસેજ બતાવશે, ડિલીટ કરેલા ફોટા અને વીડિયો પણ તમને બતાવવામાં આવશે. આ સાથે એપ્સ સુરક્ષિત હોવાનો દાવો કરે છે. આમાંની મોટાભાગની એપ તમારા ફોન પર આવતા નોટિફિકેશનનો એક્સેસ લે છે. આ એપ્સનો દાવો છે કે તમારા ફોનમાં આવતા નોટિફિકેશન વાંચ્યા બાદ તેઓ ત્યાંથી મેસેજ સેવ કરે છે. જેથી પછીથી જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે તેમની પાસે જઈને તમારો મેસેજ જોઈ શકો.

એક એપ તમારા બધા સંદેશાને સૂચનાથી જ વાંચી રહી છે, તેને સ્ટોર કરી રહી છે. તમારા માટે અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે એપ્લિકેશન તમારા સંદેશાઓનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરી શકે છે. વોટ્સએપ પર પણ, તમારા સંદેશાઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હેઠળ સુરક્ષિત છે, પરંતુ જો કોઈ અન્ય એપ્લિકેશન તેમને વાંચતી હોય, તો તે સંદેશાઓની સુરક્ષા જોખમમાં આવી શકે છે. એટલા માટે કોઈપણ થર્ડ પાર્ટી એપને તમારા વોટ્સએપ મેસેજને પુનઃપ્રાપ્ત કરવા, તેના સંદેશાને સ્ટોર કરવાની ક્યારેય મંજૂરી આપશો નહીં.

શું ડીલીટ કરેલા મેસેજ જોવા ની બીજી કોઈ ટ્રીક છે :

બે રસ્તા છે. એક જૂની ચેટ બેકઅપ કાઢવાની રીત છે. પરંતુ WhatsApp ચેટ બેકઅપ માટે પાંચ વિકલ્પો આપે છે. નેવર, જ્યારે બેકઅપ કરો તે, દૈનિક, સાપ્તાહિક અને માસિક. જ્યારે સામાન્ય રીતે સંદેશ મોકલ્યા પછી, મોકલનાર થોડીવારમાં તેને કાઢી નાખે છે. આવી સ્થિતિમાં, તમે જે ડિલીટ મેસેજ જોવાનો પ્રયાસ કરી રહ્યા છો તે તમારા ચેટ બેકઅપમાં સેવ કરવામાં આવ્યો હોવાની શક્યતા ઓછી છે.


બીજી રીત નોટિફિકેશન હિસ્ટ્રી જોવાની છે. આ સુવિધા ફક્ત Android 11 અને તેનાથી ઉપરના અપડેટ્સમાં જ ઉપલબ્ધ છે. તેને સક્રિય કરવાની પ્રક્રિયા અહીં છે.

  • તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ.
  • નોટિફિકેશન પર જાઓ.
  • વધુ સેટિંગ્સ પર ક્લિક કરો.
  • નોટિફિકેશન હિસ્ટ્રી પર જાઓ.
  • બટન ચાલુ કરો.

એકવાર આ બટન સક્રિય થઈ જાય, જ્યારે તમે ઉપરોક્ત પ્રક્રિયામાંથી પસાર થશો અને ફરીથી તપાસ કરશો, ત્યારે તમને છેલ્લા 24 કલાકમાં ફોન પર પ્રાપ્ત થયેલી તમામ નોટિફિકેશન દેખાશે. આમાં, જે મેસેજ ડિલીટ કરવામાં આવ્યા છે તે પણ દેખાશે. તેમા તમે નોટિફિકેશનમાં ફોટો કે વીડિયો કે ઓડિયો મેસેજ જોઈ શકશો નહીં, પરંતુ જો ડિલીટ કરાયેલો મેસેજ ટેક્સ્ટ મેસેજ હશે તો ખબર પડશે કે મેસેજ મોકલવામાં આવ્યો હતો કે નહીં.



Post a Comment

0 Comments