Pashupalan Yojana Form 2023:
આપણો દેશ કૃષિપ્રધાન છે. ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુ છે. ગુજરાત સરકાર પણ ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. કૃષિ સહકાર, ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા I Khedut Portal પર પશુપાલન યોજના ફોર્મ, ભરી શકાય છે. પશુ ખાણદાણ સહાય યોજના 2023, આ પોસ્ટમાં આપણે જાણીશું પશુપાલન યોજના ફોર્મ વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજના ઓના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.
સરકાર પશુઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે તેનો લાભ કેવી રીતે મેળવવો કેટલી યોજનાઓ ચાલુ છે અને કઈ યોજનામાં શું લાભ મળશે આ તમામ પ્રકારની માહિતી આપણે આજે આ પોસ્ટ મેળવીશું…
આ તમામ યોજના લાભ મેળવવા માટે તમે I-Khedut વેબસાઈટ પર અરજી કરી શકો છો અને સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો
યોજના (1) :- 12 દુધાળા પશુ યોજના ( કેટલ શેડ યોજના )
જાણો આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે
રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૨-૨૩ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ I khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
પોતાની માલિકીની અથવા લીઝ પર જમીન મેળવેલ હોવી જોઇએ. બાંધકામ અને સાધનો નિર્ધારિત સરતો પર ખરીદ્યા જોઈએ.
જાણો આ યોજનાનો નો લાભ કઈ રીતે મેળવી શકશો ?
12 દુધાળા પશુ યોજના નો લાભ મેળવવા માટે સૌપ્રથમ 12 પશુ ની ખરીદી કરવાની રહેશે ત્યાર બાદ પશુઓના વિમા લેવાં ના રહેશે અને ત્યાર બાદ ડેરી ફાર્મ નું બાંધકામ કરી I-Khedut પર જઈ સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના ઘટક માં અરજી કરવાની રહેશે, અરજી મંજૂર થયા બાદ તે યોજના ને લગતા કર્મચારી તપાસણી કરવા તમારા ડેરી ફાર્મ પર આવશે ત્યાબાદ પશુ, ટેગ તથા અરજદાર સાથે ફોટા પાડી તેની પ્રિન્ટ તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ તેને લગતી ઓફિસ પર સમયસર જમા કરાવવાના રહેશે.
આ યોજનાનો લાભ મેળવવા જરૂરી દસ્તાવેજો ?
- આધાકાર્ડ
- બેંક પાસબુક
- ઉતારા
- લોન મંજૂરી આદેશ ક્રમાંક
- પશુ વિમા ના ડોક્યુમેન્ટ
- રેશન કાર્ડની નકલ
- ટેગ નંબર અને ટેગ તથા પશુ સાથે નો ફોટો
પશુપાલન યોજના ફોર્મ 2023યોજના (2) :- ખાણદાણ યોજના
જાણો આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ?
- લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
- પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
- પશુપાલકોના ગાય-ભેંસ ગાભણ હોવા જોઈએ.
- લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
- પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.
- I-khedut Portal હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે, અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
- I-Khedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.
- રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે
ખાણદાણ યોજના મળવા પાત્ર લાભો શું છે લાભો જાણો ?
જાણો ખાણદાણ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો
ખાણદાણ યોજનાનો લાભ મેળવવા જરૂરી દસ્તાવેજો ?
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી S.C જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- જો ખેડૂત લાભાર્થી S.T જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
- કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
- છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
દેશી ગાય સહાય યોજના
દેશી ગાય સહાય યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે
- લાભાર્થી ખેડૂત આઈડેંટીફિકેશન ટેગ સહિતની દેશી ગાય ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યના નાના, મોટા ,સીમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
- દરેક જ્ઞાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીનનું રેકર્ડ ધરાવતા હોવા જોઈએ.
- જંગલ વિસ્તારમાં વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
- લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી ઓર્ગેનિક ખેતી કરતો હોવો જોઇએ.
- Organic Farming કરતા ખેડૂતને આ યોજનાનો લાભ મળશે.
- તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર દ્વારા શરતો પૂર્ણ કરતા હોય તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
- આ યોજના હેઠળ એક ખાતા નમૂના નંબર 8-અ મુજબ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
- લાભાર્થી ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ મેળવેલ હોવી જોઈએ.
દેશી ગાય સહાય યોજના હેઠળ માળવા પાત્ર લાભો
દેશી ગાય સહાય યોજનાનો લાભ કેવી રીતે મેળવવો
દેશી ગાય સહાય યોજનાનો લાભ મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ
- 8A ,7/12 ના ઉતારા
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત એસ.ટી અને એસ.સી હોય તો સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- રેશનકાર્ડની નકલ
- દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર
- દેશી ગાયને ટેગ લગાવેલ હોવું જોઈએ.
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની માહિતી
- બેંક ખાતાની નકલ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
મહત્વપૂર્ણ લિંક :
I KHEDUT પોર્ટલ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
અમારાં વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા | અહીં ક્લિક કરો |
0 Comments