ખેડૂતોના પાકને વેરવિખેર નાખ્યા : દક્ષિણ ગુજરાતમાં કેરી પર ખેડૂતો નિર્ભર રહેતા હોય છે. જોકે હાલ ગત સમયના વરસાદના કારણે ખેડૂતોના પાકને વેરવિખેર નાખ્યો છે. જે બાદ બિપોરજોય વાવાઝોડાને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું. કેરીનો પાક હજી પણ બાકી છે. સીઝન હજી પણ 15 દિવસ સુધી લાંબી ચાલે એમ હતી પરંતુ વાવાઝોડાના વરસાદે આ કેરીને પલાડી દીધી છે. જોકે કેટલીક કેરી ઝાડ પરથી ખરણ પણ થયું છે જેને લઇને ખેડૂતોને કેરીના ભાવ ઓછા મળશે જેની ચિંતા ખેડૂતોએ વ્યકત કરી હતી.
ખેડૂતોને કેવા ભાવ મળશે હવે ?
કેરીનો છેલ્લો ફાલ હજી ઝાડ પરથી ઉતારવાનો પણ બાકી છે. તેવામાં આ બિપોરજોય વાવાઝોડું ખેડૂતો માટે આફત સર્જી ગયું. હવે આ છેલ્લો પાક ખેડૂતોને ઓછા ભાવે વેચવા મજબૂર થવું પડશે.આ વખતે નવસારી જિલ્લામાં રેકોર્ડ બ્રેક કેરીનું આગમન થયું છે. ગત વર્ષ કરતાં પણ આ વર્ષે મોટી આપત્તિઓ આવી છતાં પણ કેરી ભરપૂર માત્રામાં આવી હતી ખેડૂતોમાં ખુશી હતી પરંતુ બિપોરજોય વાવાઝોડું ખેડૂતોની આ અંતિમ આશા ઉપર પણ પાણી ફેરવી ગયું તેમ ચોક્કસ કહી શકાય.
ખેડૂતોએ શું કહ્યું?
ત્યારે નવસારી જિલ્લના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખાસ કરીને શરૂવાત સારા પ્રમાણમાં કેરીના ભાવ મળ્યા હતા પરતનું શરૂઆતમાં વરસાદ જેમાં કેરી ના ભાવ ઘટ્યા અને ત્યારબાદ બિપરજોય વાવાઝોડું એ સાથે તેજ ગતિએ પવન ફુંકાયો અને ને ખેડૂતોનો ત્રીજા ફેસમાં જે ફ્લ લાગ્યા હતા તે તમામ કેરી પવનના કારણે તમામ કેરીઓ જમીન દોષ થઈ ગઈ હતી ચિંતામાં મુકાયા છે અને ખેડૂતો વધુ જણાવી રહ્યા છે કે જે છેલ્લો પાક હતો જેમાં અમને આશા હતી કે થોડા ઘણી જે કમાણી થશે પરંતુ વરસાદ વાવાઝોડું અને આ પવનની તે જ ગતિએ તમામ મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
જો વૃક્ષ નમી જાય તો કરો આવો ઉપાય ?
જોકે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્ર વિભાગના સંશોધન વૈજ્ઞાનિક. ડૉ બી.એમ. ટંડેલે વધુમાં જણાવ્યું હતું કે હાલ જે વાવાઝોડું આવ્યું છે તેમાં છે. જેમાં કેરી ચીકુ કેળા જેવા ફળ ખરી પડ્યા છે. જેનો ઉપયોગ પણ સારી રીતના કરી શકાય છે. ક્યારેક કેરીનો રસ બનાવી પેલી કેરીનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે તમને વધુમાં જણાવ્યું હતું અને કહ્યું હતું કે જે વૃક્ષો ભારે પવનને કારણે નમી પડ્યા છે. તેની વિરુદ્ધ દિશામાં એક ખાડો ખોદીને ટેકો લગાવીને તે વ્યવસ્થિત ઊભો કરી શકાય અને ખાસ કરીને તેમાં કાળજી લેવા જણાવ્યું હતું કે નમી ગયેલા જાડોમાં વધારે એના જે તેના પર જે ડાળીઓ છે તે કાપી નાખવા જણાવ્યું હતું
વાવાઝોડા આવી જતા 400 થી 500 મણ કેરી ખરી જતા ખેડૂતોને નુકસાની ?
આ વર્ષે ઉતારો તો સારો મળ્યો છે. પરંતુ બે વાવાઝોડા આવી જતા 400 થી 500 મણ કેરી ખરી જતા ખેડૂતો સહિત આંબાવાડીઓ લેતા વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
0 Comments