કથાકારો કથા કરવા માટે કેટલા પૈસા ચાર્જ કરે છે:- યુવા પેઢીથી લઇને વડીલોમાં કુબેરેશ્વર ધામના પ્રમુખ પંડિત પ્રદીપ મિશ્રા, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી ખૂબ જ ફેમસ છે. સોશ્યલ મીડિયાથી લઇને ટીવી સુધી આજકાલ તેમની ચર્ચાઓ છે. મોટી સંખ્યામાં લોકો તેમની કથાઓ અને પ્રેરણાદાયી ભાષણો સાંભળવા માટે આવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં છે. પરંતુ શું તમે જાણો છો કે આ કથાકારો કથા કરવા માટે કેટલા પૈસા ચાર્જ કરે છે? તમને જાણીને ચોંકી જશો કે કથા કે પ્રવચન કરવા માટે આ કથાકારો ફી પેટે લાખો રૂપિયા વસૂલે છે. તો ચાલો જાણીએ તેમની ફી અને સંપત્તિ વિશે.
પંડિત પ્રદિપ મિશ્રાની કથા માટે કેટલા પૈસા ચાર્જ કરે છે ?
ખૂબ જ સામાન્ય પરીવારમાંથી આવતા પંડિત પ્રદિપ મિશ્રા 10 વર્ષ પહેલા એક ખાનગી શાળામાં ભણાવતા હતા. બાદમાં તેમણે કથા વાચન શરૂ કર્યું. આજે તેમનું કુબેરેશ્વર ધામ 52 એકરમાં ફેલાયેલું છે. એક રીપોર્ટ અનુસાર પંડિત પ્રદીપ મિશ્રાની કથાનું આયોજન કરનાર આયોજકોના મતે કુબેરેશ્વર ધામના પંડિત કથા કહેવા માટે 21થી 51 લાખ રૂપિયા લે છે. તંબૂ, પંડાલ, માઈક, ભંડારા વગેરે જેવી અન્ય વસ્તુઓનો ખર્ચ તેમાં શામેલ નથી. પંડિત પ્રદીપ મિશ્રાની કથાનું આયોજન કરનારાઓનું કહેવું છે કે, એક કાર્યક્રમ પાછળ કુલ ખર્ચ આશરે એક કરોડ રૂપિયા થાય છે. પ્રદીપ મિશ્રાની કથા માટે મહિનાઓ સુધી એડવાન્સ બુકિંગ થઇ ગયું છે.
જયા કિશોરી કથા માટે કેટલા પૈસા ચાર્જ કરે છે ?
જયા કિશોરી કથા વાચનની સાથે મોટિવેશનલ સ્પીચ પણ આપે છે. તેઓ વૃદ્ધોની સાથે સાથે યુવાનોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. ઈન્સ્ટાગ્રામની સાથે જયા કિશોરી યૂટ્યૂબના માધ્યમથી પણ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. આ ઉપરાંત તે દેશના અલગ અલગ ભાગોમાં જઈને કથાઓ વાંચે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયા કિશોરી કથા કરવા માટે ફી તરીકે 9.50 લાખ રૂપિયા લે છે. કહેવાય છે કે તેઓ એડવાન્સમાં 4 લાખ રૂપિયા લે છે અને કથા પૂર્ણ કર્યા બાદ બાકીની રકમ લે છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથા માટે કેટલા પૈસા ચાર્જ કરે છે ?
છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકાલ મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં છવાયેલા છે. તેમણે સ્થાપેલા દિવ્ય દરબારમાં ચિઠ્ઠી દ્વારા લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમની કથા સાંભળવા લાખો લોકો આવે છે. તો હવે સવાલ એ ઉઠે છે કે શું પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ કથાઓ વાંચવાની કેટલી ફી લે છે? લગભગ એક વર્ષ પહેલા તેઓ ફી ન લેતા હોવાનો દાવો કરાયો હતો. બસ જરૂરી વ્યવસ્થા હોવી જોઇએ. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કથા માટે પૈસા લેવાની વાત અંગે સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી.
0 Comments