Gold Price Today :- સોનાનો ભાવ ભલે આસમાને જાય, પરંતું ગુજરાતીઓને સોનું ઓલટાઈમ ફેવરિટ છે. ગુજરાતીઓને સોનું પ્રિય હોય છે. આવામાં ગુજરાતીઓએ ફરી એકવાર સોનાની ખરીદીને રેકોર્ડ બ્રેક કર્યો છે. ગુજરાતીઓમાં હવે ડિજીટલ ગોલ્ડ ખરીદવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં ગુજરાતીઓએ માત્ર પાંચ દિવસમાં પોસ્ટની ડિજીટલ ગોલ્ડની સ્કીમમાં માત્ર 5 જ દિવસમાં 19.53 કરોડ રૂપિયાનું 32.967 કિલો ડિજિટલ ગોલ્ડ ખરીદ્યું છે. ડિજિટલ ગોલ્ડ ખરીદ્યું. ગુજરાતના પોસ્ટ વિભાગના ઈતિહાસમાં પહેલીવાર આટલી રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે.
જાણો કયા શહેરના લોકોએ કેટલુ સોનુ ખરીદ્યું ?
- શહેર સોનું (ગ્રામ) કેટલા કરોડનું વેચાયું
- અમદાવાદ 3565 ગ્રામ 2.11 કરોડ
- ગાંધીનગર 2011 ગ્રામ 1.19 કરોડ
- અમરેલી 1852 ગ્રામ 1.09 કરોડ
- ભાવનગર 1369 ગ્રામ 81 લાખ
- રાજકોટ 886 ગ્રામ 52 લાખ
- સુરત 6116 ગ્રામ 3.62 કરોડ
- વડોદરા 1744 ગ્રામ 1.03 કરોડ
- અન્ય 32967 ગ્રામ 19.53 કરોડ
- (એક ગ્રામ ગોલ્ડનો ભાવ 5926 રૂપિયા હતો)
પોસ્ટ વિભાગ દ્વારા સોવેરિયન ગોલ્ડ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેમાં હવે રોકાણકારો વળ્યા છે. આ રોકાણમાં પણ ગુજરાતીઓ અવ્વલ છે. આ સ્કીમમાં સોનુ ખરીદવમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સુરત હેડ પોસ્ટ ઓફિસના જનસંપર્ક અધિકારી નિરજ ચિનાઈએ કહ્યું હતું કે, પોસ્ટ વિભાગ દ્વારા ડિજિટલ સોનાની સ્કિમ બહાર પાડવામાં આવે છે, વર્ષ 2017ની સ્કિમમાં જે લોકોએ રોકાણ કર્યુ હતું તેમના રૂપિયા હાલ ડબલ થઈ ગયા છે. આ 5 દિવસની સ્કિમમાં પોસ્ટ ઓફિસના ઈતિહાસમાં સૌથી વધારે ડિજિટલ ગોલ્ડનું વેચાણ થયું છે.
સસ્તું સોનું ખરીદવાની સોનેરી મોકો ?
સોવરિન ગોલ્ડ બોન્ડ સરકાર વતી RBI દ્વારા જાહેર કરવામાં આવે છે. આ હેઠળ તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે સોનું ખરીદી શકો છો. ખાસ વાત છે કે આ ગોલ્ડ બોન્ડ (Gold Bond) GST હેઠળ સામેલ નથી. સાથે ગેરંટેડ રિટર્ન પણ મળશે. અહીં સસ્તું સોનું ખરીદવાનો અર્થ છે કે ગ્રાહક બજેટ પ્રમાણે એક ગ્રામ સોનું પણ ખરીદી શકે છે. વધુમાં વધુ 4 કિલો સુધી સોનું ખરીદી શકે છે. નોંધનીય છે કે સરકાર તરફથી આ બોન્ડ રિઝર્વ બેન્ક જારી કરે છે.
મળે છે જબરદસ્ત લાભ ?
અત્રે નોંધનીય છે કે આ યોજનામાં રોકાણકારોને વાર્ષિક 2.5 ટકાના દરે વ્યાજનો લાભ મળે છે. આ યોજનામાં કેપિટલ ગેઇન ટેક્સ મુક્તિ પણ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ સોનું ખરીદવા માટે કોઈ GST અને મેકિંગ ચાર્જ લાગતો નથી. જો તમે ઈચ્છો તો આ યોજના હેઠળ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. આ સિવાય ટ્રસ્ટ અથવા સંસ્થા 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.
ક્યાંથી ખરીદી શકશો સોવરિન ગોલ્ડ બોન્ડ ?
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસ, માન્ય સ્ટોક એક્સચેન્જો (Stock Exchanges), નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE)માંથી ખરીદી શકો છો.
કેટલા વર્ષ પછી મેચ્યોરિટી ?
Sovereign Gold Bondની પાકતી મુદત 8 વર્ષની છે. પરંતુ પાંચ વર્ષ પછી તમે આગામી વ્યાજ ચુકવણીની તારીખે આ યોજનામાંથી બહાર નીકળી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારે ઓછામાં ઓછું એક ગ્રામ સોનાનું રોકાણ કરવું જરૂરી છે. જો જરૂરી હોય તો રોકાણકાર સોવરિન ગોલ્ડ બોન્ડ પર લોન પણ લઈ શકો છે, પરંતુ ગોલ્ડ બોન્ડ ગીરવે રાખવાનું રહેશે.
કોણ ખરીદી શકે છે સોવરિન ગોલ્ડ બોન્ડ?
કોઈપણ વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત પરિવાર વધુમાં વધુ 4 કિલો સુધીની કિંમતનું ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. ટ્રસ્ટ અને અન્ય સમાન સંસ્થાઓ માટે આ મર્યાદા 20 કિલો સોનાની સમકક્ષ કિંમત સુધી રાખવામાં આવી છે. Sovereign Gold Bond સંયુક્ત ગ્રાહક તરીકે પણ ખરીદી શકાય છે. તેને સગીરના નામે પણ ખરીદી શકાય છે. સગીરના કિસ્સામાં, તેના માતાપિતા અથવા વાલીએ Sovereign Gold Bond માટે અરજી કરવી પડશે.
0 Comments