Horrific form of Cyclone Biporjoy: બિપોરજોય વાવાઝોડાનું ભયાનક રૂપ હાલમાં ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાનું છે, ત્યારે બિપોરજોય ચક્રવાતનો અત્યાર સુધીમાં ક્યારેય ના જોયો હોય તેવો ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અવકાશમાં 400 કિલોમીટર ઉપરથી લેવામાં આવ્યો છે. જેમાં બિપોરજોયનું મહાભયાનક સ્વરૂપ દેખાઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
બિપોરજોય વાવાઝોડાનું ભયાનક રૂપ :
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) એ તાજેતરમાં જ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા બિપોરજોય વાવાઝોડાની ફૂટેજ સામે આવી છે. યુનાઇટેડ આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ તાજેતરમાં અવકાશમાં ISSથી અરબી સમુદ્ર પર ભયંકર વાવાઝોડા બિપોરજોયના મંત્રમુગ્ધ કરનાર ફૂટેજ શેર કર્યા છે.
વાવાઝોડાની આંખ અને તેના આસપાસનો વિસ્તાર જોઇ શકાય આ તસ્વીરો માં ?
આ વિડિયોમાં નેયાદી તેના કેમેરાને જમીનથી સમુદ્ર સુધી પેન કરે છે, જે સમુદ્ર પર વાદળોનું વિશાળ આવરણ દર્શાવે છે. વીડિયોમાં બિપોરજોયના ભયાનક વમળો છેક અનેક કિલોમીટર ઉપર અવકાશમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાય છે. જેમાં વાવાઝોડાનું ભયાનક રૂપ જોઈ શકાય છે. પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરથી ચક્રવાતનું દ્રશ્ય જાણે કે કોઈ કપાસના રૂ નો ઢગલો હોય તેમ સફેદ સફેદ દેખાઈ રહ્યું છે. જાણે કે, ચક્રવાતના કેન્દ્ર તરફ ખરબચડી પર્વતમાળાઓ હોય.
વિડિયો અને તસવીરોમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે, વાવાઝોડાનો ઘેરાવ વિશાળ જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ચક્રાવાતનો ઘેરાવ કેટલો વિશાળ છે. તેમાં સર્જાતા વાવાઝોડાની વમળો પણ ભયાનક છે. ચક્રવાત ધીમે ધીમે કઈ રીતે આગળ વધી રહ્યું છે અને દરિયાકાઠાં સાથે ટકારાતા કઈ હદે વિનાશ વેરશે તેની ભયાનકતા દર્શાવે છે.
વમળોમાં વાવાઝોડાની ભયાનક સ્થિતિ ?
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા જાહેર કરાયેલા બિપોરજોય ચક્રવાતના વીડિયોમાં મહત્વની વાત એ છે કે, ચક્રવાતની આંખની આસપાસ ભયાનક નજારો છે. હજારો લીટર પાણી ચક્રવાતના મોજા સાથે ઉડી રહ્યું છે. ચક્રવાતની આ આંખનો ઘેરાવ અનેક કિલોમીટરનો હોઈ શકે છે તે આ વીડિયો પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જો 400 કિલોમીટર અવકાશમાંથી આટલો ભયાનક નજારો હોય તો જ્યારે તે ગુજરાતના દરિયાકાંઠે ટકારાશે ત્યારે તે કઈ હદનું ભયાનક સ્વરૂપ ધારણ કરશે તેનો અંદાજ લગાવવો જ મુશ્કેલ છે.
ગુજરાત માટે આગામી 24 કલાક મહત્વના ?
જેમ જેમ બિપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે, તેમ તેમ ગુજરાત ઉપર સંકટના વાદળો વધારે ઘેરા બનતા જાય છે. કચ્છના જખૌમાં વાવાઝોડું ટકારાવાની સંભાવના જોવા મળી રહી છે, ત્યારે સજાગતાના ભાગરુપે NDRF સહિતની ટીમ સજ્જ કરવામાં આાવી છે. વાવાઝોડાની અસરથી કચ્છનો દરિયાકાંઠે હિલોળે ચડ્યો છે.
નોંધ: આ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયામાંથી મળેલ છે તેથી માહિતીની સત્યતા તપાસો. અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી નવી માહિતી પહોંચાડવાનો છે.
બિપોરજોય વાવાઝોડાનું ભયાનક રૂપ વિડીઓ જુઓ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
0 Comments