TICKER

    Loading......

આજથી દેશમાં 5 મોટા ફેરફાર: ગેસના ભાવમાં ફેરફાર અને ખરાબ ક્વોલિટીવાળા જૂતા અને ચપ્પલ વેચવામાં આવશે નહીં વધુ ફેરફાર જોવા માટે અહી ક્લિક કરો

આજથી દેશમાં 5 મોટા ફેરફાર: 1 જુલાઈ 2023થી ઘણા નાવ ફેરફાર કરવામાં આવ્યા છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. જો કે આ ફેરફારોમાંથી સૌથી મોટો ફેરફાર બેંકિંગ સેક્ટર સાથે સંબંધિત છે.

આજથી જુલાઈ મહિનો શરૂ થયો છે અને દર મહિનાની જેમ આ મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થયા છે જેમાં રસોડાથી લઈને તમારા બેંક ખાતાને લગતા ફેરફારોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ ફેરફારો 1 જુલાઈ 2023થી લાગુ કરવામાં આવશે, તેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. જો કે આ ફેરફારોમાંથી સૌથી મોટો ફેરફાર બેંકિંગ સેક્ટર સાથે સંબંધિત છે. હવે વાત એમ છે કે HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર આજથી થઈ રહ્યું છે જએની સીધી અસર ખાતાધારકો પર પણ પડશે. ચાલો જોઈએ આજે કયા કયા ફેરફારો થયા છે.


ગેસના ભાવમાં ફેરફાર કરે છે ?

તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસના ભાવમાં ફેરફાર કરે છે અને તેની સીધી અસર સમગ્ર દેશમાં જોવા મળે છે. જો કે આ વખતે કંપનીઓએ એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરી રહી હતી.

HDFC-HDFC બેંક મર્જર  ?

આજે 1 જુલાઈથી બેન્કિંગ સેક્ટરમાં વધુ એક મોટો બદલાવ આવ્યો છે. આ મર્જર પછી HDFC લિમિટેડની સેવાઓ બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ થશે એટલે કે HDFC બેંકની શાખામાં લોન, બેંકિંગ સહિત અન્ય તમામ સેવાઓ પૂરી પાડવામાં આવશે. HDFCનું આ મર્જર થયા પછી HDFC બેંક વિશ્વની સૌથી મૂલ્યવાન બેંકોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ મર્જર બાદ HDFC બેંક વિશ્વની ચોથી સૌથી મૂલ્યવાન બેંક બની જશે.

આજથી દેશમાં 5 મોટા ફેરફાર: ગેસના ભાવમાં ફેરફાર અને ખરાબ ક્વોલિટીવાળા જૂતા અને ચપ્પલ વેચવામાં આવશે નહીં વધુ ફેરફાર જોવા માટે અહી ક્લિક કરો


RBI ફ્લોટિંગ સેવિંગ બોન્ડ 

આજના સમયમાં રોકાણના શ્રેષ્ઠ વિકલ્પોમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD છે અને બધી બેંકો આના પર ગ્રાહકોને ઘણું વ્યાજ આપે છે. 1 જુલાઈ, 2023 થી ફ્લોટિંગ સેવિંગ બોન્ડ પર FD કરતાં વધુ સારું વ્યાજ મળશે. તેમ છતાં તેનો વ્યાજ દર નામની જેમ સ્થિર નથી અને તે સમય સમય પર બદલાતો રહે છે. હાલમાં 7.35 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે 1 જુલાઈથી વધારીને 8.05 ટકા કરવામાં આવ્યું છે.

બેંકોમાં કામ પર 15 દિવસનો બ્રેક 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જુલાઈ 2023 માં બેંક હોલીડેની યાદી બહાર પાડી છે. આ મહિને, દેશભરના વિવિધ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો અથવા તહેવારોને કારણે બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. 

ખરાબ ક્વોલિટીવાળા જૂતા અને ચપ્પલ વેચવામાં આવશે નહીં 

કેન્દ્ર સરકારે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO)ને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી છે, તે આજથી 1 જુલાઈથી લાગુ થવાનો છે. આ પછી, તમામ ફૂટવેર કંપનીઓ માટે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર નિયમોનું પાલન કરવું જરૂરી બનશે. એટલે કે આજથી સમગ્ર દેશમાં નબળી ગુણવત્તાવાળા ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.


Post a Comment

0 Comments