TICKER

6/recent/ticker-posts

How to make money from YouTube: YouTube થી પૈસા કેવી રીતે કમાવવા જાણો સંપૂર્ણ માહીતી

 How to make money from YouTube: આજકાલ લોકો વિવિધ રીતે યુટ્યુબના માધ્યમથી પૈસાની કમાણી કરતા હોય છે. જેમા ઘણા લોકો તેના વિશે જાણતા હોય છે પરંતુ કેટલાક લોકો જાણતા નથી કે યુટ્યુબમાથી કઈ રીતે પૈસા કમાવા અને તેની શરતો કઈ કઈ છે. આજે YouTube એક કમાણીનું મુખ્ય સાધન બની ગયું છે, પરંતુ કેટલાક લોકોમાં હજુ પણ પ્રશ્ન છે કે તેમાંથી કેટલી કમાણી થતી હશે. YouTube બધા ક્રીયેટર્સને અલગ અલગ રીતે પેમેન્ટ કરે છે. આ પેમેન્ટ તેના કન્ટેન્ટની ક્વોલીટી, કેટેગરી અને તેના પર કેટલા વ્યુઝ આવે છે તેના પર નિર્ભર હોય છે. આવો જાણીએ કે YouTubeથી લોકો કેટલા પૈસાની કમાણી કરે છે અને કેવી રીતે પૈસા તેમાથી કમાઈ શકાય.

ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા ઉત્તરપ્રદેશમાં એક YouTuberને ત્યા રેડ પાડવામાં આવી તો તેની પાસેથી 24 લાખની રોકડા મળ્યા 

ઉત્તરપ્રદેશમાં એક YouTuber પર ઇન્કમ ટેક્ષ વિભાગની રેડ પડી હતી. રેડમાં YouTuber પાસેથી 24 લાખની રોકડ રકમ મળી હતી. YouTuber તસ્લીમ ખાન પર આરોપ છે કે તેણે ખોટી રીતે કરોડો રૂપિયાની કમાણી કરી છે. તસ્લીમ તેના ભાઈ સાથે મળીને બે વર્ષથી યુટ્યુબ ચેનલ Trading Hub3.0 ચલાવે છે.

આ પ્લેટફોર્મમાં તે શેરમાર્કેટને લગતા વીડિયો મુકતો હોય છે. અને હાલમાં જેને ત્યા ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા તે તસ્લીમના ભાઈ ફિરોજે કહ્યુ કે youtubeથી સારી કમાણી થાય છે. અને અત્યાર સુધી તેમણે YouTubeના માધ્યમથી 1.20 કરોડ રુપિયા કમાઈ લીધા છે અને 40 લાખ ઈન્કમટેક્ષ ભર્યો હતો. 

How to make money from YouTube


YouTuber પર આવકવેરાનો સકંજો

જે યુટ્યૂબરની કમાણી પર સવાલ ઉઠી રહ્યા છે તેનું નામ તસ્લીમ ખાન છે. બીટેક કરી ચૂકેલા આ યુટ્યૂબર બરેલીના નવાબગંજનો છે. તસ્લીમે બે વર્ષ પહેલા ભાઈ સાથે મળીને એક યુટ્યૂબ ચેનલ Trading Hub 3.0 શરૂ કરી હતી. તેનો ભાઈ આ ચેનલનો મેનેજર છે. તે પોતાની ચેનલ પર શેર માર્કેટ સંબંધિત વીડિયો અને કન્ટેન્ટ નાખે છે. યુટ્યૂબ પર તસલીમના 99 હજારથી વધુ સબસ્ક્રાઈબર છે. ઘરેથી 24 લાખ કેશ મળી તો હડકંપ મચી ગયો અને આવકવેરા વિભાગની એન્ટ્રી થઈ ગઈ. આવામાં તમારા મનમાં પણ સવાલ હશે કે યુટ્યૂબથી શું ખરેખર આટલી કમાણી થાય છે કે આવકવેરાવાળાની રેડ પડે છે. ખાન બ્રધર્સે પોતાની સફાઈમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં તેમણે યુટ્યૂબથી કુલ 1.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેના બદલામાં તેમમે 40 લાખ રૂપિયાનો આવકવેરો પણ ચૂકવ્યો છે એટલે કે તેમણે કોઈ ખોટું કામ કર્યું નથી. 

એક વીડિયોથી કન્ટેન્ટ ક્રિએટર્સને કેટલી કમાણી

લોકોના મનમાં ઉઠી રહેલા આવો જ એક સળગતો સવાલ એ છે કે એક વીડિયોથી યુટ્યૂબરને કેટલી કમાણી થતી હશે. તો તમારા આવા સવાલની જિજ્ઞાસા શાંત કરવા માટે જણાવી દઈએ કે યુટ્યૂબ અલગ અલગ ક્રિએટર્સને અલગ અલગ પેમેન્ટ કરે છે. આ પેમેન્ટ લોકોને ચેનલની કન્ટેન્ટ ક્વોલિટી, કેટેગરી અને તેના પર આવતા વ્યૂઝ પર મળતી હોય છે. 

યુટ્યૂબથી કમાણી 1000 વ્યૂઝ પર કેટલા રૂપિયા મળે?

હકીકતમાં આ કંપની યુટ્યૂબ ક્રિએટર્સને તેના કન્ટેન્ટ પર આવતી એડ રેવન્યૂ શેર કરે છે. આ રેવન્યૂ શેર અલગ અલગ ક્રિએટર્સ માટે અલગ અલગ હોઈ શકે છે. પશ્ચિમી દેશોના મીડિયા રિપોર્ટ્સ મુજબ કન્ટેન્ટ ક્રિએટર્સ Ads રેવન્યૂનો 55 ટકા સુધીનો હિસ્સો કમાઈ શકે છે. જો કે તેના માટે યૂઝર્સYou Tube Partner Program નો હિસ્સો હોવા જોઈએ. આ પ્રોગ્રામને ક્વોલિફાય કરવા માટે યૂઝર્સના ચેનલ પર 500 સબસ્ક્રાઈબર્સ અને 3000 કલાકનો વોચ ઓવર ટાઈમ હોવો જરૂરી છે. હવે તો YouTube Shorts દ્વારા પણ ક્રિએટર્સને કમાણી થાય છે. 

અમેરિકામાં ગત વર્ષ યુટ્યૂબર્સની એવરેજ મંથલી ઈન્કમ લગભગ 4 લાખ રૂપિયા સુધીની થઈ. સામાન્ય રીતે યુટ્યૂબ ક્રિએટર્સને લગભગ 1000 વ્યૂઝ પર 18.20 ડોલર (લગભગ 1650 રૂપિયા) સુધીની કમાણી થાય છે. જો કે આ એક આંકડો છે. કોઈ પણ ક્રિએટરની વાસ્તવિક આવક તેના કન્ટેન્ટ, ઓડિયન્સ, વ્યૂઝ, અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા પર નિર્ભર કરે છે. 

આજ કાલ તો યૂઝર્સ યુટ્યૂબ શોર્ટ્સ દ્વારા પણ પૈસા ઊભા કરે છે. આ ઉપરાંત મેમ્બરશીપ અને અન્ય રીતે પણ રેવન્યુ કમાઈ શકાય છે. બધુ મળીને યુટ્યૂબથી કમાણીના અનેક ઉપાય છે. આવામાં જો તમે પણ થોડા જાગૃત હોવ તો એક નાનો સેટઅપ લગાવીને યુટ્યૂબ ચેનલ ઊભી કરીને સારું કન્ટેન્ટ બનાવી કમાણી કરી શકો છો.  

મિત્રો ઉપરની તમામ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરી લખવામાં આવી છે માટે કોઈપણ માહિતી માટે articlehj.com કોઈ પણ જવાબદારી લેતું નથી


હોમ પેજ  અહી ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments