Vapi Nagarpalika bharti 2023: વાપી નગરપાલિકા વિભાગ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.વાપી નગરપાલિકા દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 24 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.vapi nagarpalika recruitment 2023 : તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
Vapi nagarpalika bharti 2023 :
સંસ્થાનું નામ | વાપી નગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યાઓ | 24 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
જોબ સ્થળ | ગુજરાત |
છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2023 |
વેબસાઈટ | @ vapimunicipality.com |
Vapi nagarpalika recruitment 2023 :
વાપી નગરપાલિકા દ્વારા ક્લાર્ક તથા અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે
24 જગ્યાઓ પર ભરતી :
વાપી નગરપાલિકા દ્વારા 24 જગ્યાઓ પર vapi nagarpalika bharti 2023 માટે ઓફ્લાઈન અરજી માંગવામાં આવી છે વાપી નગરપાલિકા ભરતી 2023 નું ફોર્મ ભરવાનું 15 જુલાઈ 2023 ના રોજ થી ચાલુ થનાર છે છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 સુધી ચાલશે વાપી નગરપાલિકા ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચવી પછી સતાવાર વેબસાઈટ @ vapimunicipality.com ની મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગત :
મિત્રો વાપી નગરપાલિકા ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં કુલ 24 જગ્યાઓ ભરવામાં આવશે કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
પોસ્ટ નું નામ | ખાલી જગ્યા |
---|---|
ક્લાર્ક | 06 |
વાલમેન | 02 |
ફાયર મેન | 05 |
મુકાદમ | 06 |
મેલેરિયા વર્કર | 01 |
વાયર મેન | 01 |
માળી | 01 |
ફાયર ઓફિસર | 01 |
સમાજ સંગઠક | 01 |
કુલ જગ્યાઓ | 24 |
પગારધોરણ :
નોટિફિકેશન માં જણાવ્યા મુજબ વાપી નગરપાલિકા ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને નીચે કોષ્ટક પ્રમાણે પગારધોરણ ચૂકવવામાં આવશે
પોસ્ટ નું નામ | પગારધોરણ |
---|---|
ક્લાર્ક | 19,900 – 63,200 |
વાલમેન | 14,800 – 47,100 |
ફાયર મેન | 15,700 – 50,000 |
મુકાદમ g | 15000 – 47,600 |
મેલેરિયા વર્કર | 19,900 – 63,200 |
વાયર મેન | 15,700 – 50,000 |
માળી | 14,800 – 47,100 |
ફાયર ઓફિસર | 29,200 – 93,300 |
સમાજ સંગઠક | 25,500 – 81,100 |
લાયકાત :
મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ વાપી નગરપાલિકા ભરતી 2023 માં શૈક્ષણીક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
પોસ્ટ નું નામ | લાયકાત |
---|---|
ક્લાર્ક | 12 પાસ + ગુજરાતીને અંગ્રેજી ભાષા ટાયપિંગનો 5 વર્ષનો અનુભવ + CCC પાસ |
વાલમેન | ધોરણ 10 પાસ + વાલમેન નો અનુભવ |
ફાયર મેન | ધોરણ 12 અને સરકાર માન્ય ફાયર મેન પરીક્ષા પાસ |
મુકાદમ | ધોરણ 7 પાસ અને લખી વાંચી શકે |
મેલેરિયા વર્કર | 12 પાસ + ગુજરાતીને અંગ્રેજી ભાષા ટાયપિંગનો 5 વર્ષનો અનુભવ + CCC પાસ |
વાયર મેન | ધોરણ 10 અને સરકાર માન્ય વાયર મેન પરીક્ષા પાસ |
માળી | ધોરણ 7 પાસ + 3 વર્ષનો માળી તરીકે અનુભવ |
ફાયર ઓફિસર | ગ્રેજ્યુએટ, સરકાર માન્ય ફાયર સબ ઓફિસરનો કોર્ષ પાસ, CCC પાસ |
સમાજ સંગઠક | MSW, 2 વર્ષનો અનુભવ, ગુજરાતીને અંગ્રેજી ભાષા ટાયપિંગ ની જાણકારી + CCC પાસ |
પસંદગી પ્રક્રિયા :
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ વાપી નગરપાલિકા ભરતી 2023 માં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, પ્રેકટીકલ સ્પર્ધાત્મક પરીક્ષા ના મેરીટ મુજબ કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
વયમર્યાદા :
સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબ 18 અને મહત્તમ 33 વર્ષની રહેશે અને સામાન્યવર્ગની સ્ત્રી ઉમેદવાર તથા અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા સરકારશ્રીના નીતિ નિયમો મુજબ રહેશે. પરંતુ આવા ઉમેદવારોએ જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું માન્ય અને અધતન સર્ટીફીકેટ અરજી સાથે જોડવાનું રહેશે. તારીખ 30-06-2023ની સ્થિતિએ વય મર્યાદા ગણવાની રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા ?
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ એડી ના માધ્યમથી મોકલવાની રહેશે. અરજી મોકલવાનું સ્થળ – ચીફ ઓફિસર શ્રી, વાપી નગરપાલિકા, વાપી, વલસાડ
અરજી સાથે ઉમેદવારનો તાજેતરનો ફોટો, શૈક્ષણિક લાયકાત ના પ્રમાણપત્રની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ ની લખલો, અનુભવનું પ્રમાણપત્ર, CCC પાસ પ્રમાણપત્ર ની નકલ મોકલવાની રહેશે.
ઉપરોક્ત જગ્યા માટે અરજી સાથે બિન અનામત ઉમેદવારે ફી પેટે રૂપિયા 300/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ ચીફ ઓફિસર શ્રી, વાપી નગરપાલિકા, વાપી, વલસાડ મોકલવાનો રહેશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહતવપૂર્ણ લિંક :
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
0 Comments