Again a new decision was taken in Yatradham Dakor: યાત્રાધામ ડાકોરમાં આજે ફરી એકવાર નિર્ણય લેવાયો છે. જેમાં મહિલા કે પુરુષોએ ટૂંકા વસ્ત્રો પરિધાન કર્યા હશે તો તેમને દર્શન કરવા દેવામાં આવશે નહીં. દ્વારિકા, શ્રીનાથજી તેમજ અન્ય પવિત્ર યાત્રાધામોમાં આ નિર્ણય લેવાયો છે, ત્યારે ડાકોર પવિત્ર યાત્રાધામમાં પણ ફરી એકવાર આ નિર્ણય લેવાયો છે. હિન્દુ સંસ્કૃતિની ગરિમા જળવાય અને ભગવાનની પૂજા આરાધના કરતા હિન્દુ સંસ્કૃતિમા અનુકૂળ વસ્ત્રો પરિધાન કરવાની તાતી જરૂર હોવાનું જણાવાયું હતું.
ટુંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પર પ્રતિબંધ મુકાયો ?
ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટ દ્વારા યથા યોગ્ય નિર્ણય સાથે સાથે ભાવિક ભક્તોની લાગણી ન દુભાય તે માટે તેમને ટૂંકા વસ્ત્રોને બદલે અહીંથી પણ પૂર્ણ વસ્ત્રો એટલે કે શરીર ઢંકાય તેવા વસ્ત્રો બદલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજ્યમાં ગઈકાલે પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, ત્યારે હવે દ્વારકા બાદ ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.
ડાકોર મંદિરમાં નોટીસ લગાવાઈ ?
દ્વારકા બાદ હવે ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર રોક લગાવી છે. આ પહેલા ગઈકાલે દ્વારકાના દેવસ્થાન સમિતિ દ્વારા મંદિરની પરિસરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. તેમજ સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરી હતી. ત્યારે હવે દ્વારકા બાદ ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં સ્ત્રી-પુરષ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શકશે નહીં. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઈ છે, જેમાં લખવામાં આવ્યું છે કે ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ કરી છે.
મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાએ શું કહ્યું ?
ડાકોર રણછોડરાયજી મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાએ આ અંગે જણાવ્યું હતું કે,રણછોડરાય રણછોડરાયજીના મંદીર માટે યોગ્ય પોષાક પહેરવો ફરજિયાત છે અતે ટૂંકા વસ્ત્રો પહેરીને રણછોડરાયજીના દર્શન માટે આવવા પર પ્રતિબંધ લગાવવાપાં આવ્યો છે. અગાઉ પણ આ ઠરાવ થયો હતો અને અપીલ કરાઈ હતી. આજે પુન: આ નિર્ણય લઈ મંદિર પરિસર માં પેમ્ફલેટ સહિત નોટીસ લગાવવાપાં આવી છે. આ સાથે ભક્તોને યોગ્ય પોષાક સાથે ભગવાનના દર્શન અર્થે આવવા અપીલ કરવામાં આવી છે.
0 Comments