TICKER

6/recent/ticker-posts

શું તમે જાણો છો ભારત નું આ રેલ્વે સ્ટેશન જ્યાં વીઝા અને પાસપોર્ટ લઈને જવું પડે છે જાણો કેમ ?

આ રેલવે સ્ટેશન, જ્યાં વીઝા અને પાસપોર્ટ લઈને જવું પડે છે: તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ બીજા દેશમાં જઈએ તો તેના માટે વિઝાની જરૂર પડે છે. વિઝા વગર તમે ભૂલેચૂકે કોઈ દેશમાં પ્રવેશી શકો નહીં. પરંતુ જો આપણા જ દેશમાં કોઈ જગ્યા પર જવા માટે તમારે વિઝાની જરૂર પડે તો તમને પણ નવાઈ લાગશે. એ પણ આપણા જ દેશમાં કોઈ બીજા દેશના વિઝાની માગણી કરાય તો તમને વધારે આશ્ચર્ય લાગશે. 

વિદેશ જવા માટે હંમેશા વીઝા અને પાસપોર્ટની જરૂર હોય છે. જો તમે ભારતથી કોઈ અન્ય દેશની યાત્રા કરી રહ્યા હોવ, પછી ભલે તે એરોપ્લેન, ટ્રેન કે જહાજ હોય, વીઝા અને પાસપોર્ટ જરૂર હોવા જોઈએ. પરંતુ શું તમને ખબર છે કે, આપણા દેશમાં એક રેલવે સ્ટેશન એવું પણ છે, જ્યાંથી ટ્રેન પકડવા માટે વીઝા અને પાસપોર્ટની જરૂર હોય છે. તમે વિચારી રહ્યા હશો કે એવું તો શું ખાસ છે આ રેલવે સ્ટેશન, જ્યાં વીઝા અને પાસપોર્ટ લઈને જવું પડે છે.

ક્યાં આવેલું છે આ રેલ્વે સ્ટેશન ?

આ રેલવે સ્ટેશન પંજાબના અમૃતસર જિલ્લામાં સ્થિત છે. વાસ્તવમાં અટારી સ્ટેશનથી પાકિસ્તાન માટે ટ્રેન ચાલતી હોય છે, એટલા માટે આ દેશનું એકમાત્ર રેલવે સ્ટેશન છે, જ્યાં તમે વિઝા વગર પહોંચી જાઓ છો, તો સ્ટેશન પર પકડાઈ ગયા બાદ તમને જેલ જવુ પડી શકે છે. આ મુદ્દો ભારત-પાકિસ્તાન પ્રવાસ સાથે જોડાયેલો હોવાથી સુરક્ષાના કારણોસર અહીં ખૂબ જ કડક સુરક્ષા છે. અહીં ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.

શું તમે જાણો છો ભારત નું આ રેલ્વે સ્ટેશન જ્યાં વીઝા અને પાસપોર્ટ લઈને જવું પડે છે જાણો કેમ ?


ખરાબ સબંધ ના કારણે ટ્રેન સેવાઓ સ્થગિત થઈ છે ?

દિલ્હી કે અમૃતસરથી પાકિસ્તાનના શહેર લાહોર જનારી ગાડીઓ અટારી સ્ટેશન પરથી પસાર થાય છે. ભારત-પાકિસ્તાનની વચ્ચે સમય-સમય પર બંને દેશના નાગરિકો માટે ટ્રેનો ચલાવવામાં આવે છે. તેમાં કરાર એક્સપ્રેસ પણ સામેલ છે. જો કે, ગત કેટલાક વર્ષોમાં પાકિસ્તાન સાથે સંબંધ ખરાબ થવાના કારણે ટ્રેન સેવાઓ સ્થગિત થઈ છે.

સામાન તમારે એકલા એજ ઉપાડવો પડશે ?

અટારી સ્ટેશન જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ છે. ગુપ્તચર એજન્સીના અધિકારીઓ પણ અહીં નજર રાખે છે. આવી સ્થિતિમાં, આ સ્ટેશન પર કુલીને રહેવાની મંજૂરી નથી. તમારી પાસે સામાન ગમે તેટલો ભારે હોય, તમારે તેને એકલા જ ઉપાડવો પડશે.

જાણકારી અનુસાર, અટારી સ્ટેશન વિઝા અને પાસપોર્ટ વગર પકડાઈ જનારા વ્યકિત પર 14 ફોરેન એક્ટ એટલે કે વિઝા વગર આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં પકડાઈ જવાનો કેસ દાખલ થાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આવા કિસ્સાઓમાં જમાનત મળવામાં ઘણા વર્ષો લાગી જાય છે.



Post a Comment

0 Comments