Gyan Sahayak Bharti 2023; ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર 30 હજાર જેટલા શિક્ષકોની ભરતી કરશે. જી હા… શિક્ષકોની ભરતીના EXCLUSIVE સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં 25 હજાર જેટલા જ્ઞાન સહાયકોની ભરતી કરશે અને 5 હજાર જેટલા ખેલ સહાયકોની ભરતી કરવા જઈ રહી છે. શિક્ષા કૉન્કલેવમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે આ એક્સક્લુઝીવ જાણકારી આપી છે.
જ્ઞાન સહાયકોને રૂ.૨૦,૦૦૦ના ફિક્સ પગારથી ભરતી કરવામાં આવશે. ?
ગુજરાત સરકારે ગત મહિને મળેલી દસમી ચિંતન શિબિરમાં આગામી પાંચ વર્ષમાં રાજ્યના શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ માળખાકીય અને શહેરી માળખાકીય સુવિધાઓ તેમજ કર્મચારીઓની તાલીમ-કેપેસિટી બિલ્ડિંગ એમ પાંચ ક્ષેત્ર પર વધુ ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે, તેમ જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોની અંદાજે ૧૦ હજાર શિક્ષકોની ઘટ છે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોની પણ લગભગ એટલી જ ઘટ છે. આ ઘટ નિવારવા માટે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરતાં પહેલાં કેટલાક નવા નિયમો ઘડાશે. સૂત્રોએ ઉમેર્યુ હતું કે, હાલ એવી વિચારણા ચાલી રહી છે કે જ્ઞાન સહાયકોની ભરતીમાં ઉમેદવારોને પ્રથમ પોતાના વતન કે તેની આસપાસના વિસ્તારોમાં ખાલી જગા માટે વિકલ્પ અપાશે. જ્ઞાન સહાયકોને રૂ.૨૦,૦૦૦ના ફિક્સ પગારથી ભરતી કરવામાં આવશે.
Gyan Sahayak Bharti 2023; નોંધનીય બાબત છે કે છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. જે બાબતના અહેવાલ અનેકવાર મિડીયામાં પ્રસારિત થતાં આ બાબતની ગંભીર નોંધ લઇને શિક્ષણમંત્રીએ 30 હજાર શિક્ષકો ભરતી કરવામાં આવશે તેવી માહિતી આપી છે. ત્યારે શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે આનંદની વાત છે કે નવા 30 હજાર શિક્ષકોની ભરતી થી 30 હજાર બેરોજગારોને રોજગારી મળશે.
ગુજરાતમાં બમ્પર નોકરીની જાહેરાત ?
રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં 25 હજાર જેટલા (Gyan Sahayak Bharti 2023) જ્ઞાન સહાયકોની ભરતી કરશે અને 5 હજાર જેટલા ખેલ સહાયકોની ભરતી કરવા જઈ રહી છે. ZEE 24 કલાકની શિક્ષા કૉન્કલેવમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે આ એક્સક્લુઝીવ જાણકારી ઝી 24 કલાકને આપી છે. તો શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે ઝી 24 કલાક પર આ મોટા સમાચાર છે.
ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર જ્ઞાન સહાયક, ખેલ સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી કરવા જઈ રહી છે. ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેની એક્સક્લુઝીવ મુલાકાતમાં શિક્ષણમંત્રીએ આ જાણકારી આપી છે.
Gyan Sahayak Bharti 2023 :
- પ્રાથમિક શાળા માટે પ્રવાસી શિક્ષકોને સ્થાને હવે જ્ઞાન સહાયકોને અંદાજીત 20 હજારના ફિક્સ પેથી ભરતી કરાય તેવી શકયતા
- પસંદ થયેલા ઉમેદવારને નિમણૂક પહેલાં વિકલ્પ અપાશે, જેથી હાજર નહીં થવાની સમસ્યા ઘટશે
Gyan Sahayak Bharti 2023: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૩૦ હજારથી વધુ શિક્ષકોની ઘટને નિવારવા માટે ધનિષ્ઠ પગલાં લેવા તૈયારી શરૂ કરી છે. વિશેષ કરીને ગયા મહિને સંપન્ન થયેલી ચિંતન શિબિરમાં ચર્ચાયેલા પાસાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી પર ભાર મૂકાયો હતો. આ સંદર્ભે હવે વિભાગ દ્વારા નવા જ્ઞાન સહાયકોની ભરતી કરવા વિચારી રહી છે. હાલ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી થાય છે એના સ્થાને જ્ઞાન ગુજરાત સરકારે ગત મહિને મળેલી દસમી ચિંતન શિબિરમાં આગામી પાંચ વર્ષમાં રાજ્યના શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ માળખાકીય અને શહેરી માળખાકીય સુવિધાઓ તેમજ કર્મચારીઓની તાલીમ-કેપેસિટી બિલ્ડિંગ એમ પાંચ ક્ષેત્ર પર વધુ ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે.
મહત્વપુર્ણ નોંધ :મિત્રો ઉપરની તમામ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરી લખવામાં આવી છે માટે કોઈપણ માહિતી માટે article hj.com કોઈ પણ જવાબદારી લેતું નથી
0 Comments