TICKER

6/recent/ticker-posts

Mafat plot yojna form: મફત પ્લોટ યોજના ફોર્મ; જાણો સંપૂર્ણ માહીતી

Mafat plot yojna form: મફત પ્લોટ યોજના ફોર્મ: મફત પ્લોટ યોજના ગુજરાત માં 1972 થી શરૂ કરવામાં આવી છે ગ્રામીણ વિસ્તારો માં ગરીબી રેખા નીચે જીવતા અને ખેત મજુરો ને રહેવા માટે સારું ઘર મળે તે માટે સરકાર દ્વારા મફત પ્લોટ યોજના બહાર પાડવામાં આવ્યું છે તો આજે આપણે આ લેખમાં મફત પ્લોટ યોજના વિશે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે અને અરજી કઈ રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આજે આપણે આ લેખમાં મેળવીશું

Mafat plot yojna form 

યોજનાનું નામ મફત પ્લોટ યોજના ફોર્મ
અમલીકરણ ગુજરાત સરકાર
ઉદ્દેશ્યો ભુમિહિન મજૂરોને મફત માં પ્લોટ આપવા
અરજી પ્રકાર ઓફ્લાઈન
વેબસાઈટ https://Panchayat.gujarat.gov.in

મફત પ્લોટ યોજના ફોર્મ શું છે ?

આ યોજના થકી ગરીબ અને જેઓ ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બી.પી.એલ યાદી માં આવતા હોઈ તેવા લોકો ને ઘરનું ઘર બનાવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમજ આ મફત પ્લોટ ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે.

આ યોજના નો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘર નું ઘર નથી તેમજ ઘર બનાવા માટે પ્લોટ નથી તેમજ જેઓ બી.પી.એલ યાદીમાં આવતા હોય તેમને મળવાપાત્ર થશે.

મફત પ્લોટ યોજના ફોર્મ

મફત પ્લોટ યોજના ફોર્મ  નો મુખ્ય હેતુ ?

100 Choras Var Mafat Plot Yojna નો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકો ને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવાનો છે.જેથી જે લોકો પોતાનું પાક્કું ઘર નથી બનાવી શકતાં તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના થી ગરીબ પરિવારના લોકો ને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળતી હોય છે.

મફત પ્લોટ યોજના ફોર્મ  નો લાભ કોને મળવાપાત્ર છે 

ગુજરાત સરકાર દ્વારા ગરીબો ને મફત પ્લોટ યોજના 2023 હેઠળ ૧૦૦ ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે તો આ યોજના નો લાભ નીચે મુજબ ની વ્યક્તિઓ લઈ શકે છે:

  • લાભાર્થી B.P.L કેટેગરી નો હોવો જરૂરી છે.
  • અરજદાર ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ. 
  • અરજદારની વર્ષિક આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજુર હોવો જોઈએ.

મફત પ્લોટ યોજના ફોર્મ માટે મળવાપાત્ર લાભ 

મફત પ્લોટ યોજના અંતર્ગત નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:
  • ગરીબ પરિવારના લોકો ને ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે આવે છે.
  • આ જમીન મફત માં આપવામાં આવતી હોય છે.
  • જમીન વિહોણા ખેત મજૂરોને જમીન મળે છે.

મફત પ્લોટ યોજના ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો 

  • મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ  
  • BPL કાર્ડ
  • જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો
  • SECC ના નામની વિગત
  • બેંક પાસબુક 

મફત પ્લોટ યોજના ફોર્મ માટે આવેદન કરવાની રીત ?

મફત પ્લોટ સહાય યોજના નો લાભ લેવા માટે “ઓફલાઈન” અરજી કરવી પડશે. આ અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગામ ના તલાટી પાસેથી “મફત પ્લોટ સહાય યોજના” નું ફોર્મ મેળવી રહેવાનું રહશે. ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબ ના ડોકયુમેન્ટ્સ જોડીને તેમાં તલાટીના,સરપંચ ના સહી સિક્કા કરવાના રહેશે. ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયત માં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈ ને તમારી અરજી મંજુર કરવામાં આવશે.

મહત્વની લિંક : 

મફત પ્લોટ યોજના ફોર્મ    :- અહી ક્લિક કરો 
Whatsapp ગ્રુપમાં જોડાવા : અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments