TICKER

6/recent/ticker-posts

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023: વડોદરા મહાનગરપાલિકા CNCD ભરતી દ્વારા 52 જગ્યાઓ પર ભરતી પગાર 50.000 સુધી

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023: વડોદરા મહાનગરપાલિકામાં દબાણ અને સિક્યોરીટી વિભાગ માટે Cattle Nuisance Control Department (CNCD) અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર દ્વારા “મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પશુઓના ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા 2023” મુજબ કામગીરી કરવા આપેલ જગ્યાઓ વ.મ.પાલિકા સમગ્ર સભાની મંજુરીને આધિન કરાર આધારિત માસિક ઉચ્ચક પગારથી 06 માસ માટે તદ્દન હંગામી ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા વોક ઇન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.

વડોદરા મહાનગરપાલિકા CNCD ભરતી 2023

સંસ્થા નું નામ  વડોદરા મહાનગરપાલિકા VMC
પોસ્ટ નું નામ વિવિધ
લાયકાત પોસ્ટ મુજબ
ખાલી જગ્યા 52
Join whatsaap group Click here

કુલ 52 જગ્યાઓ પર ભરતી 

વડોદરા મહાનગરપાલિકા માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવાર માટે અહી સારા સમાચાર છે કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 52 જગ્યાઓ પર VMC bharti 2023 માટે અરજી મંગાવવમાં આવી છે વડોદરા મહાનગરપાલિકા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2023 સુધી ચાલશે જેમા ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત/અનુભવ/જન્મતારીખના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે નિયત નમુનામાં સ્વઅક્ષરે ભરી વોક ઇન ઈન્ટરવ્યુની તારીખ નીચે જણાવેલ સ્થળ અને સરનામે હાજર રહેવાનું રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023:

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 


પોસ્ટ નું નામ ખાલી જગ્યા લાયકાત પગાર ઇન્ટરવ્યુ તારીખ
પશુ ચિકિત્સક અધિકારી 05 B.V.Sc & Animal Husbandry / Remount Veterinary Corps (Indian Army)ને પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવ : જગ્યાને અનુરૂપ 03 વર્ષની કામગીરીનો અનુભવ 50,000/- 19-12-2023
ઇન્સ્પેકટર (એનીમલ હસબન્ડરી) 21 Diploma Animal Husbandry / Livestock Inspector Course અનુભવ : જગ્યાને અનુરૂપ 02 વર્ષની કામગીરીનો અનુભવ 19,950/- 19-12-2023
કેટલ પાર્ટી ઇન્સ્પેકટર 04 Ex-Army Man 19,950/- 20-12-2023
ઢોર પકડનાર સુપરવાઈઝર 22 Ex-Army Man 16,500/- 20-12-2023

VMC વય મર્યાદા

ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ઉંમરનું ધોરણ 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

ઉપરોક્ત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ અરજીના નમુના મુજબ સંપૂર્ણ વિગતો ભરી, પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડી ઉક્ત જણાવેલ તારીખે નીચે જણાવેલ સ્થળ અને સમયે સ્વ-ખર્ચે હાજર રહેવાનું રહેશે.

સ્થળ : સ.વ. પટેલ પ્લેનેટોરીયમ, સયાજીબાગ, કાલાઘોડા પાસે, વડોદરા.

સમય : સવારે 11:00 થી બપોરના 01:00 કલાક સુધીમાં હાજર રહેવાનું રહેશે.

નોંધ:

બપોરે 01:00 કલાક બાદ ઉમેદવારને સદર ઈન્ટરવ્યુ માટે પ્રવેશ આપવામાં આવશે નહી.
અરજીનો નમુનો વડોદરા મહાનગરપાલિકાની ઉક્ત વેબસાઈટ ઉપરથી મળી રહેશે તેમજ ઈન્ટરવ્યુના દિવસે ઈન્ટરવ્યુના સ્થળે પણ મળી શકશે.

મહત્વની લિંક : 

સતાવાર જાહેરાત :- અહી ક્લિક કરો
હોમપેજ પર જવા :- અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments