TICKER

6/recent/ticker-posts

IPL Auction 2024: દુબઈમાં 2024ની હરાજીમાં રચાયો ઈતિહાસ જાણો કોણ બન્યો સૌથી મોંઘો ખેલાડી

IPL Auction 2024: દુબઈમાં 2024ની હરાજીમાં રચાયો ઈતિહાસ   ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને તેના સાથી ખેલાડી મિચેલ સ્ટાર્ક પર 20 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવવામાં આવી છે. લીગમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ખેલાડીને 20 કરોડ રૂપિયાથી વધુનો પગાર મળશે. જો કે ભૂતકાળમાં પણ IPLની હરાજીમાં ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદ્યો હતો. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

IPL Auction 2024 most expensive players

IPL 2024ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે Mitchell Starc ને 24.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ કિંમત સાથે સ્ટાર્ક IPLમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. IPL Auction 2024 most expensive players Mitchell Starc પહેલા પણ IPLનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ તે પછી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. હવે KKR સાથે જોડાયા અને ટૂર્નામેન્ટનો સૌથી મોંઘો ખેલાડી બન્યા બાદ સ્ટાર્કની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

IPL Auction 2024:

સ્ટાર્ક માટે કોલકાતા-ગુજરાત ટકરાયા

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રારંભિક બિડિંગ વૉર થયું હતું. દિલ્હીએ રૂ. 9.60 કરોડ અને મુંબઈએ રૂ. 10 કરોડ સુધીની બોલી લગાવી હતી. અહીંથી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બિડિંગ વૉર થયું હતું. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડમાં ખરીદ્યો.

અત્યાર સુધીમાં 9 અનકેપ્ડ ખેલાડીઓ કરોડપતિ બની ચૂક્યા છે. સમીર રિઝવીને ચેન્નઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શુભમ દુબે 5.80 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સનો ભાગ બન્યો. જ્યારે શાહરૂખ ખાનને ગુજરાતે 7.40 કરોડમાં ખરીદ્યો હતો. વિકેટકીપર કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે રૂ. 7.20 કરોડમાં ખરીદ્યો હતો અને બોલર યશ દયાલ રૂ. 5 કરોડમાં બેંગલુરુનો ભાગ બન્યો હતો.


Post a Comment

0 Comments