TICKER

6/recent/ticker-posts

Kadi Nagarpalika Bharti 2024: કડી નગરપાલિકા ભરતી 2024 છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024

કડી નગરપાલિકા ભરતી 2024: સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કડી મહાનગરપાલિકા દ્વારા સેનેટરી ઇન્સ્પેકટર, સિવિલ એન્જિનિય, તથા અન્ય ખાલી જગ્યાની ભરતી માટે લાયક અને ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે તમે કડી મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઇટ kadinagarpalika.in ની મુલાકાત લઈ શકો છો. તમે ઓનલાઇન મોડથી જ અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી, 2024 નક્કી કરવામાં આવે છે. અરજી કરતા પહેલા આ પોસ્ટ માટેની લાયકાત અને વય મર્યાદા સહિતની વિગતો જાણી લો.

કડી નગરપાલીકા ભરતી 2024

ભરતી નું નામ  કડી નગરપાલિકા ભરતી 2024
પોસ્ટ વિવિધ
ખાલી જગ્યાઓ 18
છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024
સતાવાર વેબસાઈટ http://kadinagarpalika.in

18 જગ્યાઓ પર ભરતી

કડી નગરપાલીકા દ્વારા 18 જગ્યાઓ પર kadi mahanagarpalika 2024 માટે અરજી માંગવામાં આવી છે કડી નગરપાલિકા ભરતી નું જાહેરાત 28 ડિસેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી અને કડી નગરપાલિકા ભરતી ની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024 સુધી ચાલશે જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે ઉમેદવારે પગારધોરણ,વયમર્યાદા ખાલી જગ્યા જેવી સંપૂર્ણ માહિતી મેળવીને આ ભરતી માટે અરજી કરી શકો અને અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું 

કડી નગરપાલિકા ભરતી 2024

કડી નગરપાલીકા ભરતી 2024 માટે ખાલી જગ્યાઓ 


પોસ્ટ નું નામ ખાલી જગ્યાઓ લાયકાત
સેનેટરી ઇન્સ્પેકટર  03 સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ
સિવિલ એન્જિનિયર 02 ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ
ઈલેક્ટ્રીકલ એન્જિનિયર 01 ડિપ્લોમા ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ
કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્ક 06 સ્નાતક, કમ્પ્યુટરના જાણકાર
ડ્રાઈવર મિકેનિક 05 ધોરણ 10 પાસ તથા ડ્રાઈવરનું ટ્રેક્ટર તથા લાઈટ મોટર વ્હિકલનું લાયસન્સ ધરાવનાર
મિકેનિકલ એન્જિનિયર 01 ડિપ્લોમા મિકેનિકલ

કડી નગરપાલીકા ભરતી 2024 માટે વય મર્યાદા

  • વય મર્યાદા 18 થી 35 વર્ષની રહેશે.

સ્ટાઇપેન્ડ


સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.

કડી નગરપાલીકા ભરતી 2024 માટે શરતો 

  • એપ્રેન્ટીસનો 11 માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
  • ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઈએ કે હાલના એપ્રેન્ટીસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ.
  • પસંદગી અંગેનો નિર્ણય કડી નગરપાલિકાનો રહેશે.
  • અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી રદબાતલ ગણાશે.
  • સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.
  • જે તે જગ્યા પર પુરતા ઉમેદવારો નહિ મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે.
  • ભરતી મેરીટ અથવા રૂબરૂ મુલાકાત તથા જરૂરી જણાયે પ્રેક્ટીકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. આ અંગે નગરપાલિકાની નિર્યણ આખરી રહેશે.
  • અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. અરજી સાથે ઝેરોક્ષ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી માહિતીની ખરાઈ કરી લેવી અને અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ માહિતી વાંચી પછી જ અરજી કરવી

જાહેરાત વાંચવા  અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments