TICKER

6/recent/ticker-posts

GSSSB bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 જગ્યાઓ પર GSSSB ભરતી 2024 છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024

GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 226/202324 સંશોધન મદદનીશ વર્ગ-3 અને આંકડા મદદનીશ વર્ગ-3ની કુલ 188 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો GSSSB Bharti 2024ની જાહેરાત વાંચ્યા બાદ GSSSB Recruitment 2024 માટે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024

ભરતી નું નામ  GSSSB ભરતી 2024
પોસ્ટ નું નામ સંશોધન મદદનીશ ભરતી 2024 અને
આંકડા મદદનીશ ભરતી 2024
કુલ જગ્યા 188
છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 જગ્યાઓ પર ભરતી

મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અવાર નવાર નાની નાની મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવે છે આ વખતે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંશોધન મદદનીશ અને  આંકડા મદદનીશ પોસ્ટ માટે અરજી મંગાવી છે આ બંને પોસ્ટ માટે 188 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે અરજી કરવાની પ્રક્રિયા સહિતની માહીતી નીચે આપેલ છે 

GSSSB ભરતી 2024

GSSSB ભરતી 2024 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 જગ્યાઓ પર GSSSB bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે આ  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ની ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 2 જાન્યુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 સુધી ચાલશે આ ભરતી માં જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરી નીચે આપેલ મહત્વની માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે અને અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું 

GSSSB ખાલી જગ્યાઓ 2024

પોસ્ટ નામ ખાલી જગ્યાઓ
સંશોધન મદદનીશ, વર્ગ-3 99
આંકડા મદદનીશ, વર્ગ-3 89
કુલ જગ્યા 188

સંશોધન મદદનીશ શૈક્ષણિક લાયકાત / આંકડા મદદનીશ શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઇપણ યુનિવર્સીટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એક્ટ-1956ના સેક્શન-3 હેઠળ યુનિવર્સીટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રિક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઈડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતા હોવો જોઈએ.

કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો 2006 મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.

ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી/હિન્દી બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

GSSSB ભરતી 2024 માટે  વય મર્યાદા

તારીખ 16-01-2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહી અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદામાં અનામતવર્ગના ઉમેવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.

વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો – 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

GSSSB ભરતી 2024 માટે પગાર ધોરણ

સંશોધન મદદનીશ વર્ગ-3ને પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર 49,600/- અને આંકડા મદદનીશ વર્ગ-3ને પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર 40,800/-. પાંચ વર્ષ પુરા થયે નિયમો મુજબ પગાર.

GSSSB ભરતી 2024 માટે પરીક્ષા ફી

ફોર્મ ભરતી વખતે “General” કેટેગરી પસંદ કરી હોય તેવા (PH તથા Ex. Servicemen કેટેગરી સિવાયના) તમામ ઉમેદવારોએ રૂપિયા 100/- પરીક્ષા ફી અને નિયમોનુસાર ટ્રાન્ઝેકશન ફી ભરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદારોએ ફી ભરવાની નથી.

નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.

GSSSB ભરતી 2024 માટે  પસંદગી પ્રક્રિયા કઈ છે?

રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 08-11-2023ના ઠરાવ ક્રમાંક ભરત/૧૦૨૦૨૩/૬૩૮૯૩૭/ક થી સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ-Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ જાહેરાત માટે રજીસ્ટર્ડ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે.
પરીક્ષા : Part A અને Part B એમ બે ભાગમાં લેવામાં આવશે (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે)

સ્ટેપ બાય સ્ટેપ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 નું આવેદન કરવુ

  • (૧) સૌ પ્રથમ "https://ojas.gujarat.gov.in" વેબસાઈટ પર જવું. અને ત્યાર બાદ
  • (ર) "On line Application" માં Apply પર click કરવું અને GSSSB સિલેકટ કરવું.
  • (૩) ઉમેદવારે જાહેરાત ક્રમાંક:- ૨૨૬/૨૦૨૩૨૪ ના સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે
  • જાહેરાતના સંવર્ગના નામ પર click કરી Apply પર ક્લિક કરવું. ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
  • (૪) જયારે "Apply now" પર click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં "Skip" પર ક્લિક
  • કરવાથી Application Format ખુલશે જેમાં સૌ પ્રથમ "Personal Details" ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
  • (૫) Personal Details ભરાયા બાદ "Educational Details" ભરવાની રહેશે.
  • (૬) ત્યાર બાદ “Assurance" (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે "Yes" Select કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
  • (૭) હવે "save" પર click કરવાથી ઉમેદવારનો "Application Number" generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • (૮) હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type
  • કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ અને signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી.) (photo
જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments