Sanedo sahay yojana 2024
યોજના નું નામ | સનેડો સહાય યોજના 2024 |
લાભાર્થીની પાત્રતા | ગુજરાતના તમામ ખેડૂત |
મળવાપાત્ર સબસિડી | સનેડો ખરીદવા માટે ખેડૂતને ખરીદ કિંમતના 25% અથવા ₹ 25,000/- બંનેમાંથી જે ઓછું હોય તે મળશે. |
અરજી કયાં કરવાની | આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
અરજી નો સમયગાળો | તા.29/12/2023 થી તા.28/01/2024 સુધી |
ઓફિસિયલ વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
સનેડો મીની ટેક્ટર યોજના 2024
નાના ખેડૂતો આર્થિક પરિસ્થતિને કારણે મોંધા ટેક્ટર જેવા સધનો ખરીદી શકતા ના હોવાથી ટેકટર જેવું કામ આપતા સનેડો ખરીદવા માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે. ખેડૂત સનેડો મીની ટેક્ટરની સબસિડી સાથે ઓછી કિંમતે ખરીદી કરી શકે તેમ છે. ખેડૂતને મોધા સાધનો ભાડે ના રાખવા પડે અને ખોછા ખર્ચ વધુ ખેત ઉત્પાદન મળી રહે માટે સનેડો મીની ટેકટર ખરીદવા સબસિડી આપવામાં આવે છે. અત્યારે ફોર્મ ભરવાના શરૂ થયા છે. ખેડૂત વહેલા તે પહેલા ધોરણે ઓનલાઈન અરજી કરીને સહાય મેળવી શકે છે.
સનેડો સહાય યોજના 2024 સબસિડી
ખેડૂતોને ખેતી કામ માં ખુબજ ઉપયોગી એવા સનેડા સહાય યોજના ની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેડૂતો ને મળવાપાત્ર સબસિડી સનેડો ખરીદવા માટે ખેડૂતને ખરીદ કિંમતના 25% અથવા ₹ 25,000/- બંનેમાંથી જે ઓછું હોય તે મળશે. અને આ અને એકવાર સહાય મળ્યા પછી 7 વર્ષ પછી કોઈ સહાય મળશે નહિ અને આ સનેડો 2 વર્ષ સુધી વેંચી શકસો નહિ તથા આ સનેડો માત્ર ખેતીકામ માં જ ઉપયોગ કરવાનો રહેશે તો હવે આ યોજના ના ફોર્મ કોણ કોણ ભરી શકશે અને કઈ રીતે ભરવાના એ સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
સનેડો સહાય યોજના માટે લાભાર્થી પાત્રતા
સનેડો સાધન ખરીદવા માટે ગુજરાતના દરેક જ્ઞાતીના ખેડૂત વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા નીચે મુજબ છે.
- ખેડૂત ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોવા જોઈએ.
- ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ.
- નાના અને સિમાંત ખેડૂતોને પણ આ યોજના હેઠળ સબસિડી મળવાપાત્ર થશે.
જરૂરી દસ્તાવેજો
- અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
- 7/12 અને 8-અની નકલ
- સંયુક્ત અરજદારના કિસ્સામાં બીજા ખાતાધારકનું બાંહેધરી પત્ર.
- બેંક પાસબુકની વિગત.
- જાતિ પ્રમાણપત્ર.
- ખેડૂત સહકારી મંડળી કે દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
- કબુલાત નામું
- મોબાઈલ નંબર
સ્ટેપ બાય સ્ટેપ સનેડો સહાય યોજના 2024 નું આવેદન કરવુ
આ સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની રહેશે. ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરી અથવા જનસેવા કેન્દ્રમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.
- સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- જે પરિણામ આવે તેમાંથી ઓફિશિયલ વેબસાઈટ ખોલવી.
- આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
- “ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.
- જેમાં “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે, અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે
સનેડો સહાય યોજના 2024 માં અરજી કર્યાબાદ શું કાર્યવાહી કરવી ?
આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કરતી વખતે અરજદાર ખેડૂતો દ્વારા અધિકૃત થયેલા સનેડોના વેપારી/વેન્ડરો/દુકાનની માહિતી આપવાની રહેશે.
- આઈ ખેડૂત પોર્ટલ ઉપર દર્શાવેલ સરકાર માન્ય દુકાનદાર / વેપારી / વેન્ડરો પાસેથી જ આ સાધન ખરીદવાનો રહેશે.
- સનેડાની ખરીદી બાદ દુકાનદાર / વેપારી / વેન્ડરો પાસેથી બિલ અવશ્ય મેળવી લેવું.
- આ સાથે સનેડોમાં લગાવેલા એન્જિનના બિલની નકલ પણ લેવાની રહેશે.
- ખેડૂતો પોતાના દરેક સાધન પુરાવા જેવા કે, સનેડો ખરીદીનું ઓરીજીનલ બિલ, સનેડો એન્જીનની ખરીદીના બીલની નકલ, ઓનલાઈન પોર્ટલ પર કરેલ અરજી, જાતિ પ્રમાણપત્ર, જમીનના આધાર પુરાવા સહિત આ યોજનાની દરખાસ્ત 60 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતને ચકાસણી માટે મોકલવાના રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
આ યોજનાનો લાભ લેવા માટે વહેલા તે પહેલાનાં ધોરણે અરજી કરવાની હોય છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા-28/01/2024 છે.
સતાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
Whatsaap ગ્રૂપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments