સ્માર્ટ ફોન સહાય યોજના 2024 | smartphone sahay yojana 2024
યોજના નું નામ | સ્માર્ટફોન સહાય યોજના 2024 |
ઉદ્દેશ્ય | ગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના ખેડૂતો |
મળવાપાત્ર સહાય | મોબાઇલની ખરીદી પર 30% સુધી સહાય જે પહેલાં 10 ટકા હતી હવે તેને 30% કરી દેવામાં આવેલી છે |
કેટલીવાર સહાય મળવાપાત્ર થશે | આજીવન એક વખત |
વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
Smartphone Sahay Yojana 2024
ભારતમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અને પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા PM Kisan Portal પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વર્ષ 2024-25 માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં પશુપાલની યોજનાઓ , બાગાયતી યોજનાઓ વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો, પશુપાલકો માટે ચાલે છે. જેમાં હાલમાં તાર ફેન્સીંગ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના વગેરે અગત્યની છે
ખેડૂત ને સ્માર્ટ ફોન ખરીદવા મળશે રૂપિયા 6000 ની સહાય
આ સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાવાર લક્ષ્યાંકની મર્યાદા મુજબ વહેલાતે પહેલાનાં ધોરણે અરજી થઇ શકશે.
ગુજરાતમાં સ્માર્ટફોન સબસિડી યોજના 2024
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ ઉત્પાદન વધારવામાં સરકાર દ્વારા જાહેર કરવમાં આવતી તમામ જાહેરાતો હવે મોબાઈલ પર મેળવવા માટે સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવામાં આવે છે. Smartphone Subsidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું
સ્માર્ટફોન સહાય યોજના 2024 માટે મહત્વની તારીખ
મિત્રો આ સ્માર્ટ ફોન સહાય યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવાનું તારીખ 9 જાન્યુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે એટલે સમય મર્યાદા માં રાખી અરજી કરવાની રહેશે
સ્માર્ટફોન સહાય યોજના 2024 અરજી કરવાની પ્રક્રિયા
ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઇન અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે.
Smartphone Scheme 2024 ફોર્મ ભરવા માટેની લિંક | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments