IDBI Bank Bharti 2024: આઈડીબીઆઈ બેન્ક દ્વારા એક નવી નોટિફીકેશન જાહેર કરવામાં આવી છે . આ જાહેરાત ભરતી અંગેની છે. IDBI બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ IDBI માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક સુવર્ણ તો છે. IDBI બેંક ભરતી 2024 અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ વાંચો.
IDBI જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2024
સંસ્થાનું નામ | IDBI બેંક |
પોસ્ટ નું નામ | જુનિયર આસિસ્ટન્ટ મેનેજર |
ખાલી જગ્યાઓ | 500 |
છેલ્લી તારીખ | 26 ફેબ્રુઆરી 2024 |
સતાવાર વેબસાઇટ | www.idbibank.in |
IDBI બેંક ભરતી 2024
જે ઉમેદવાર IDBI બેંક ભરતી (IDBI Bank recruitment 2024: ) ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર લઈ ને આવ્યા છીએ કારણ કે IDBI બેંક દ્વારા 6 ફેબ્રુઆરી 2024 ના રોજ આ ભરતી નુ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું આ ભરતી જુનિયર આસિસ્ટન્ટ મેનેજર 2024: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી જેમાં કુલ 500 ખાલી જગ્યાઓ છે તો મિત્રો જો તમે આ પોસ્ટ મા અરજી કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલ માહિતી વાંચો
500 જગ્યાઓ પર બેંક ભરતી
IDBI બેંક મા 500 જગ્યાઓ IDBI Bank bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે IDBI બેંક નુ ફોર્મ ભરવાનું 7 ફેબ્રુઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે IDBI બેંક ભરતી મા જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ આ ભરતી ની સતાવાર વેબસાઇટ ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે તથા IDBI બેંક ભરતી 2024 ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
ખાલી જગ્યાઓ :
જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) દ્વારા નીચે આપેલ જગ્યાઓ ભરવામાં આવશે
- સામાન્ય – 203 જગ્યાઓ
- EWS – 50 પોસ્ટ્સ
- OBC – 135 જગ્યાઓ
- SC – 75 પોસ્ટ્સ
- ST – 37 જગ્યાઓ
આ તમામ પોસ્ટ માટે કુલ 500 જગ્યાઓ ભરવામાં આવશે જેમાં નિયત અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવી છે
પગાર ધોરણ :
ઉમેદવારોને પ્રથમ 6 મહિનાના તાલીમ સમયગાળા માટે પસંદ કરવામાં આવશે અને સ્ટાઈપેન્ડ સાથે 5000/- પ્રતિ મહિને અને પછી રૂ. 15,000/- દર મહિને ના સ્ટાઇપેન્ડ સાથે ઇન્ટર્નશિપ સમયગાળાના 2 મહિના માટે બઢતી આપવામાં આવશે. એકવાર પ્રોબેશનનો સમયગાળો પૂરો થઈ જાય અને પસંદ કરેલા ઉમેદવારોને જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે, તો વળતર (CTC) જોડાવાના સમયે રૂ.6.14 લાખથી રૂ.6.50 લાખ (વર્ગ A શહેર) ની વચ્ચે હશે.
શેક્ષણિક લાયકાત :
- ઉમેદવારો દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક (ગ્રેજયુએશન) હોવું જોઈએ
- માત્ર ડિપ્લોમા કોર્સ પાસ કરવાને પાત્રતા લાયક ગણવામાં આવશે નહીં
- ઉમેદવારો પાસે કોમ્પ્યુટરમાં નિપુણતા હોવી જોઈએ.
- પ્રાદેશિક ભાષામાં નિપુણતા હોવી જોઈએ.
IDBI બેંક ભરતી 2024 ની શૈક્ષણિક લાયકાત સબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને સતાવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચો અન્ય કોઈ સમસ્યા હોય તો કૉમેન્ટ બોક્સ માં જણાવો
વય મર્યાદા :
31 જાન્યુઆરી 2024 ના રોજ
- ન્યૂનતમ – 20 વર્ષ
- મહત્તમ – 25 વર્ષ
- ઉંમર છૂટછાટ: નિયમો અનુસાર
પરીક્ષા ફી :
- સામાન્ય / OBC / EWS : રૂ. 1,000/-
- SC/ST/PH : રૂ. 200/-
ઉમેદવારોએ તેમની પરીક્ષા ફી માત્ર ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ/યુપીઆઈ અને અન્ય ફી ચુકવણી મોડ દ્વારા ચૂકવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા :
આ IDBI બેંક ભરતી 2024 માં ઉમેદવારની પસંદગી ઓનલાઈન ટેસ્ટ,તથા ઇન્ટરવ્યુ અને DV દ્વારા કરવામાં આવશે તથા પસંદગી પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને સતાવાર જાહેરાત વાંચો
સ્ટેપ બાય સ્ટેપ IDBI જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2024 નું આવેદન કરવું
- તમારા બ્રાઉઝર પર IDBI www.idbibank.in ની અધિકૃત વેબસાઇટ ખોલો અથવા ઉપરની લિંક પરથી સીધી અરજી કરો.
- હોમપેજ પર, Career >> Recent Opening માટે શોધો
- Read Notification પર ક્લિક કરો- “જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની ભરતી (JAM), PGDBF દ્વારા – 2024-25)”
- હવે “Apply Online” પર ક્લિક કરો અને તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે.
- ઇચ્છિત વિભાગોમાં અરજી ફોર્મમાં તમારી બધી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
- ઉમેદવારો ફોટો, હસ્તાક્ષર, અંગૂઠાની છાપ, હાથથી લખેલી ઘોષણા અને સ્ક્રાઇબ ઘોષણા (જો લેખક માટે પસંદ કરેલ હોય તો) અપલોડ કરવા આગળ વધી શકે છે.
- અંતે અરજી ફોર્મ સબમિટ કરવા માટે જરૂરી અરજી ફી ચૂકવો.
- “Submit” પર ક્લિક કરો અને તમે સફળતાપૂર્વક IDBI આસિસ્ટન્ટ મેનેજર ટ્રેનિંગ માટે નોંધણી કરાવો અને ભવિષ્યના સંદર્ભ માટે તેને ડાઉનલોડ કરો
અરજી કરવા માટે ફોર્મ ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments