ગુજરાત નમો લક્ષ્મી યોજના 2024
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના ની શરૂઆત કરેલી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માં પાત્ર વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં પાત્ર લાભાર્થીઓને 15000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની બારમું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50 હજાર રૂપિયાની સહાય NaMo Laxmi Yojana 2024 અંતર્ગત મળી ગઈ હશે.
namo Laxmi Yojana 2024
યોજના નું નામ | નમો લક્ષ્મી યોજના |
ક્યારે જાહેરાત કરવામાં આવી | 2 ફેબ્રુઆરી 2024 |
લાભાર્થી | ધોરણ 9 થી 12 માં ધોરણ માં ભણતી વિદ્યાર્થીનીઓ |
આર્થિક સહાય | કુલ 50,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થિની |
Join whatsaap group | click here |
નમો લક્ષ્મી યોજના નો મુખ્ય હેતુ
નમો લક્ષ્મી યોજના શરૂ કરવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ યોજના નો લાભ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ આપવામાં આવશે. જેમાં દીકરીઓના આરોગ્ય અને શિક્ષણને પ્રોચાન આપવા તેમજ કિશોરી પોષણ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે જેના અંતર્ગત આ યોજનામાં આવતા વર્ષે 1250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તથા નમો લક્ષ્મી યોજના ની અન્ય વિગતો જેમ કે યોજના નો લાભ કોને મળશે,લાભ મેળવવા શું તૈયારી રાખવી,ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે,આ સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
નમો લક્ષ્મી યોજના પાત્રતા
- ધોરણ 9 થી 12 સુધીની મહિલા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિની રકમ મળવા પાત્ર છે.
- લાભ મેળવનાર અરજદાર ગુજરાતની નાગરિક હોવીજોઈએ.
- અરજદાર કોઈપણ માન્ય બોર્ડ સંસ્થામાં અભ્યાસ કરતી હોવી જોઈએ.
- અરજદારો પાસે પાછલા વર્ષના પરીક્ષાના ગુણ 65% થી વધુ હોવા જરૂરી છે.
નમો લક્ષ્મી યોજનાના લાભો
- વિદ્યાર્થીનીઓને દર વર્ષે ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ માટે 50,000 રૂપિયા સુધી શિષ્યવૃત્તિ લાભ મળશે.
- ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયા અને 11મા અને 12માના વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયા મળશે.
- અરજદારોને શિક્ષણની સારી ગુણવત્તા માટે નાણાકીય સહાય મળશે.
- તેનાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધશે.
સ્ટેપ બાય સ્ટેપ નમો લક્ષ્મી યોજના 2024 નું આવેદન કરવું
- નમો લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લ્યો ટૂંક સમયમાં જ માહિતી અહીં ઉપલબ્ધ થઈ જશે.
- હોમપેજ પર નમો લક્ષ્મી યોજનાની અપડેટ જુઓ.
- ત્યારબાદ રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ એક અરજી ફોર્મ ખુલશે તેમાં તમારી જરૂરી વિગત અને જરૂર દસ્તાવેજ અપલોડ કરો.
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી સાચવો અને તેની પ્રિન્ટ કાઢી લો.
નમો લક્ષ્મી યોજના લાભાર્થીની યાદી
નોંધણી પ્રક્રિયા થઈ ગયા બાદ ગુજરાત સરકારના નમો લક્ષ્મી યોજના 2024 pdf બહાર પાડશે અને તેમાં આવેલા લાભાર્થીની યાદીનું નામ ચકાસી અને અરજદારને આ લાભ આપવામાં આવશે. સમૂહ લક્ષ્મી યોજના 2024 લાભાર્થી ની યાદી સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે તેમાં અરજદાર તેમના અરજી id પરથી જન્મ તારીખ એન્ટર કરીને તેનું નામ ચકાસી શકે છે.
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments