TICKER

6/recent/ticker-posts

sarswati sadhana cycle yojana 2024: ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના સાઈકલ યોજના 2024 માટે અહીથી અરજી કરો

sarswati sadhana cycle yojana 2024: રાજ્યમાં જુદા જુદા વર્ગો ને લાભ આપવા જુદા જુદા વિભાગ બનાવવામાં આવ્યા છે અને ખેડૂત ને લાભ મળે એ માટે આઈ-ખેડૂત પોર્ટલ અને સામાન્ય નબળા વર્ગના લોકોને લાભ આપવા માટે e-Samaj kalyan Portal બનાવેલ છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજના આર્થિક રીતે પછાત વર્ગોને વિવિધ સહાય આપવામાં આવે છે. જેમાં Sarasvati Sadhana Cycle Yojana 2024 ખૂબ જ અગત્યની યોજના છે. આ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કન્યાઓના શિક્ષણને ઉત્તેજન આપવાનો છે. રાજ્યમાં અનુસુચિત જાતિની ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને કેળવણીમાં ઉત્તેજન મળે તે મુખ્ય હેતુ છે.તો મિત્રો આજે આપણે આ લેખમાં સાઈકલ સહાય યોજના 2024 વિશે માહિતી મેળવવાના છીએ 

sarswati sadhana cycle yojana 2024: ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના સાઈકલ યોજના 2024 માટે અહીથી અરજી કરો


સરસ્વતી સાધના સાઈકલ યોજના 2024


યોજના નામ  સરસ્વતી સાધના યોજના
લાભાર્થી ગુજરાતની વિદ્યાર્થીનીઓ
લાભ યોગ્ય પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ સાયકલ મળશે
અરજી પ્રકાર અરજી કરવાની જરૂર નથી
Join whatsaap group Click here

સાઈકલ સહાય યોજના 2024

આ સાઈકલ સહાય યોજનની શરૂઆત 2019 માં કરવામાં આવી હતી કારણ કે આ યોજના માં યોગ્ય પાત્રતા ધરાવતા વિદ્યાર્થીનીઓ ને સાઇકલ આપવામાં આવશે અને આ યોજના નો લાભર્થી ગર્લ સ્ટુડન્ટ ( છોકરી )હોવો જોઈએ. અને એ વિદ્યાર્થિની ધોરણ 9 માં અભ્યાસ કરતી હોવી જોઈએ તથા આ યોજના ની અન્ય મહત્વની માહિતી માટે આ લેખને અંત સુધી વાચો 

આ યોજનાનો લાભ કોને મળશે ?

  • લાભાર્થી કન્યા અનુસુચિત જાતિની હોવી જોઈએ.
  • સરસ્વતી સાધના યોજનાનો લાભ ગુજરાત રાજ્યની દીકરીઓને આપવામાં આવશે.
  • હાલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને લાભ આપવામાં આવશે.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કન્યાના માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા 6,0,000 થી વધુ હોવી જોઈએ નહીં.
  • શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 6,0,000 થી વધુ હોવી જોઈએ નહીં

જરૂરી દસ્તાવેજો  

  • ગુજરાતનો ડોમિસાઇલ/રહેઠાણનો પુરાવો
  • વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ
  • માતા-પિતાનું આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક 

Sarasvati Sadhana Cycle Yojana લાભ મેળવવા માટે કઈ કચેરીનો સંપર્ક કરવો?

 આ યોજનાનો લાભ લેવા માટે જે કન્યા જે શાળામાં અભ્યાસ કરતી હોય તેઓના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે. આ સિવાય વધુ માહિતી અને અમલીકરણ કચેરી તરીકે સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરીની મુલાકાત લેવાની રહેશે.

કેવી રીતે અરજી કરવી ?

  • ગુજરાત સરસ્વતી સાધના યોજના હેઠળ મફત સાયકલનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીનીઓ લાભ મેળવવા માટે ક્યાંય અરજી કરવાની હોતી નથી.
  • વિદ્યાર્થીને જ્યાં અભ્યાસ કરે છે ત્યાંના શાળા આચાર્ય યોગ્ય પાત્રતા ધરાવતી કન્યાઓની લાભાર્થી ની યાદી તૈયાર કરે છે.
  • તેના પછી શાળાના આચાર્ય ગુજરાત સરકારની (dogital gujarat portal) ડિજિટલ ગુજરાત પોર્ટલમાં યોગ્ય પાત્રતા ધરાવતી વિદ્યાર્થીઓની યાદી અપલોડ કરે છે.
  • પાત્ર લાભાર્થીની ભલામણ માટે અરજીઓ પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા તપાસવામાં આવે છે.
  • ચકાસી થઈ ગયા બાદ લાભાર્થી વિદ્યાર્થીનીઓ માટે મફતમાં સાયકલ માટે વાઉચર જનરેટ કરી અને તેનું વિતરણ કરવામાં આવે છે.
  • અને પછી મફત સાઈકલ મેળવવા માટે લાભાર્થીને મળેલ વાઉચર ઓફિસિયલ સાઇકલ ડીલર ની મુલાકાત લેવાની હોય છે.

સરસ્વતી સાધના સાઈકલ સહાય યોજના 2024 ના લાભો 

  • આ યોજનાથી ધોરન-8 પછી રાજ્યની ઘણી દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી, તેઓને આગળનો અભ્યાસ કરવાની તક મળશે.
  • ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ આપવામાં આવશે.
  • સરસ્વતી સાધના યોજનાને કારણે ઘણી વિદ્યાર્થિનીઓ ધોરણ-9 માં પ્રવેશ લેવા અને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરિત થશે.
  • આ યોજનાથીઘણી વિદ્યાર્થિનીઓનો આત્મવિશ્વાસ વધશે.
  •  આ યોજનાના લીધે દીકરીઓ શાળાએ જવાનું શરૂ કરશે, જેનાથી રાજ્યમાં શિક્ષણનો દર વધશે.

સતાવાર વેબસાઈટ  અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments