TICKER

6/recent/ticker-posts

ચોમાસાનું વિધિવત આગમન: સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી આ જિલ્લામાં થશે મેઘરાજાની એન્ટ્રી

 ચોમાસાનું વિધિવત આગમન: ભારતીય હવામાન વિભાગે રાજ્યના કેટલાક હિસ્સામાં ચોમાસાનું વિધિવત આગમન થયાની જાહેરાત કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં ધોધમાર પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આઠ તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી ?

સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 જૂને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે 28 જૂને સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા 28 જૂને ભરૂચ, સુરત, વલસાડ, નવસારીમાં વરસાદ રહેશે. આજે 26મી તારીખને સોમવારે, દક્ષિણ ગુજરાતના સુરત,ભરૂચ વલસાડના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા, ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડશે. 27મી તારીખને મંગળવારે, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે.

ચોમાસાનું વિધિવત આગમન: સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી આ જિલ્લામાં થશે મેઘરાજાની એન્ટ્રી


વલસાડ, છોટાઉદેપુર સહિતની જગ્યાએ વરસાદની વકી ?

ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, છોટાઉદેપુર સહિતની જગ્યાએ વરસાદની વકી છે. 28મી તારીખને બુધવારે, દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ નવસારી, સુરત, વલસાડ, ડાંગ, નવસારી સહિત અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 29મી તારીખને ગુરુવારે, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથીમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના માંગરોળ, ભરૂચના વાગ્રા અને વાપીમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્ય મુજબ આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

ચોમાસાનું વિધિવત આગમન: સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી આ જિલ્લામાં થશે મેઘરાજાની એન્ટ્રી

આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી ?

ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂને શરૂ થતું ચોમાસુ આ વખતે મોડું શરૂ થયુ છે. જેને લઇને આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.


ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 48 કલાકમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસવાનું અનુમાન છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ છે. રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે.


આ જિલ્લાઓમાં પડશે વરસાદ?

વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આગામી બે દિવસ સુધી વલસાડ, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બાટોદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે


છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં નોંધાયો વરસાદ  ?

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લાના ઘોઘામાં 3 ઈંચ નોંધાયો છે. ઘોઘા ઉપરાંત અમરેલીમાં 24 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં બરવાળા અને ભાવનગરમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, વાગરા, ભરૂચમાં 1.5 ઈંચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પડધરી, કોટડા સાંગાણી અને કુતિયાણામાં 1-1 ઈંચ, લાઠી અને જામનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.



Post a Comment

0 Comments