TICKER

6/recent/ticker-posts

RBIએ જાહેર કર્યો રિપોર્ટ : બેંકમાં કેટલા ટકા નોટો જમાં થઈ નોટબંધી ના એક મહિના બાદ સંપૂર્ણ માહીતી

RBIએ જાહેર કર્યો રિપોર્ટ: દેશમાં 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. અત્યાર સુધી એક મહિનામાં 72 ટકા નોટો બેંકોમાં જમા અથવા બદલી દેવામાં આવી છે. એક મહિના પહેલા, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2,000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. RBIએ જણાવ્યું હતું કે 72 ટકા નોટો (લગભગ રૂ. 2.62 લાખ કરોડ) બેંકોમાં જમા અથવા બદલાઈ ગઈ છે. તો મિત્રો આજે આપણે આ લેેેખમાં ક્યારે કરાઈ હતી નોટબંધી  શું બે હજાર રૂપિયાની નોટ કામ નહીં કરે? બે હજાર રૂપિયાની નોટ કેમ પાછી ખેંચાઈ ? RBI નોટોનું શું કરશે? એ સંપુર્ણ માહીતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ  લેખને આખો વાંચો અને સારો લાગે તો શેયર કરવા નમ્ર વિનંતી  

ક્યાંરે કરાઈ હતી નોટબંધી 2.0 

ભારતીય રિઝર્વ બેંકે 19 મેના રોજ 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણયની જાહેરાત કરી હતી. જો કે, આરબીઆઈએ નાગરિકોને આને બેંકોમાં કન્વર્ટ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. બેંકોમાં ઓપરેશનલ સુવિધા સુનિશ્ચિત કરવા અને શાખાઓમાં વિક્ષેપ ટાળવા માટે આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે 23 મે, 2023 થી, કોઈપણ બેંકમાં એક સમયે અન્ય નોટો સાથે 2000 રૂપિયાની નોટ બદલી શકાય છે. નોટ એક્સચેન્જની મર્યાદા 20,000 રૂપિયા નક્કી કરાઈ છે. એટલે કે એક વારમાં 20000 રૂપિયાની નોટો બદલાશે.

RBIએ જાહેર કર્યો રિપોર્ટ : બેંકમાં કેટલા ટકા નોટો જમાં થઈ નોટબંધી ના એક મહિના બાદ સંપૂર્ણ માહીતી


શું બે હજાર રૂપિયાની નોટ કામ નહીં કરે?

RBIએ કહ્યું છે કે 2000ની નોટ ચલણમાં રહેશે. લોકો તેમના વ્યવહારો માટે ₹2000 ની નોટોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે અને તેને ચુકવણી તરીકે સ્વીકારી પણ શકે છે. પરંતુ એવી પૂરેપૂરી શક્યતા છે કે લોકો હવે તમારી પાસેથી આ નોટો બજારમાં લેતા ખચકાશે. એટલા માટે બેંકમાં જઈને નોટ બદલવાનો પ્રયાસ કરો.

બે હજાર રૂપિયાની નોટ કેમ પાછી ખેંચાઈ ?

ભારતની રિઝર્વ બૅન્કે બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીએ આને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ ગણાવી છે, તેમજ ભાજપના કેટલાક નેતાઓનું કહેવું છે કે આ ‘નોટબંધી’ નથી બલકે ‘નોટવાપસી’ છે.

પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે સરકારે બે હજારની નોટો પરત ખેંચવાનો નિર્ણય કેમ કર્યો તે પાછળના કારણને લઈને સ્પષ્ટતા નથી.

RBI નોટોનું શું કરશે?

જાણકારી અનુસાર, બેંક પહેલા બંધ કે નકામી નોટોને RBIની પ્રાદેશિક ઓફિસમાં મોકલે છે. પછી અહીંથી આ નોટોને દુરુપયોગથી બચાવવા માટે ક્યારેક સળગાવી દેવામાં આવે છે. કેટલીક નોટો નકલી છે કે કેમ તે જોવા માટે ચેક કરવામાં આવે છે. આ માટે ખાસ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પછી મશીન દ્વારા નોટોના ટુકડા કરવામાં આવે છે. જો નોટોની લાઈફ સારી હોય તો તેને રિસાઈકલ કરવામાં આવે છે અને તેમાંથી નવી સર્ક્યુલેશન નોટો બનાવવામાં આવે છે. આ ખરાબ નોટો તોડ્યા પછી એકત્રિત કરવામાં આવે છે. પછી તેમની ઇંટો બનાવવામાં આવે છે. આ નોટોના ટુકડા પણ કારખાનામાં કાર્ડબોર્ડ બનાવવા માટે આપવામાં આવે છે.

Post a Comment

0 Comments