રેડ@એલર્ટ: ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. જેને લઈને આવનારા 48 કલાક સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં 8 ઇંચ કે તેથી વધુ વરસાદ પાડવાની સંભાવનાઓ કરવામાં આવી રહી છે. તેમજ 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં 4 થી 8 ઇંચ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતની આજુબાજુ નવી સિસ્ટમ સર્જાઈ :
હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં IMD અમદાવાદે રજૂ કરેલી માહિતી પ્રમાણે આજે જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ તથા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
તારીખ 8, 9 અને દરમિયાન વરસાદનું ભારે જોર રહ્યા બાદ તેમાં ઘટાડો થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે.
આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી ?
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
રેડ@એલર્ટ: ગુજરાતની આજુબાજુ નવી સિસ્ટમ સર્જાઈ, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી 3 |
9મી જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું જોર ઘટી શકે છે. 10મી જુલાઈએ સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં ભારે વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે.
10 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજથી લઈને 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.8 જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર,અમરેલી,ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે. તો 9 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.10 જુલાઇથી વરસાદની ગતિ ધીમી પડે તેવી શક્યતા છે. આ વરસાદી માહોલ ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સરકયુલેસન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હોવાની માહિતી છે.આજે પણ અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 40 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
0 Comments