TICKER

6/recent/ticker-posts

Amritsar-Jamnagar Expressway: 500KM ના હિસ્સાનું લોકાપર્ણ કરશે PM મોદી

 Amritsar-Jamnagar Expressway: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરના સિક્સ લેન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સેક્શનને આઠ જુલાઇને શનિવારના રોજ દેશને અર્પણ કરશે રાજસ્થાનમાં 500 કિલોમીટરમાં પ્રસરેલ આ હિસ્સો કે જે હનુમાનગઢ જિલ્લાના જાખડાવાડી ગામથી શરુ થઇને ઝાલોર જિલ્લાના ખેતલવાસ ગામ સુધીના વિસ્તારને જોડે છે તેને આશરે રૂ. 111125 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર પીએમ બિકાનેર તરફના સેક્શનનું ઉદ્ઘાટન કરશે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અને શનિવારે ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનનો પ્રવાસ કરશે અને આ દરમિયાન આ રાજ્યોમાં આશરે રૂ. 50,000 કરોડના ખર્ચે તૈયાર થનારા પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે

આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે પ્રવાસના સમયને અત્યંત ઘટાડી દેશે અને દેશના મુખ્ય શહેરો તથા ઔધોગિક કોરિયોરની વચ્ચે કનેક્ટિવિટી સુધારો કરશે. નોંધનીય છે કે આ એક્સપ્રેસવે માલના સરળ પરિવહનની સુવિધા તો ઉપલબ્ધ કરાવશે જ સાથોસાથ તેના માર્ગ પર પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ આપશે

 

22,500 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કર્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબથી ગુજરાત સુધી નિર્માણ પામેલા અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વેનું લોકાર્પણ કરશે. ભારત સરકારે ભારત માલા પ્રોજેક્ટ હેઠળ અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વેનું 22,500 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કર્યું છે. તેનો લગભગ 45 ટકા ભાગ રાજસ્થાન સાથે જોડાયેલો છે. આ 6 લેન ગ્રીન ફિલ્ડ ઈકોનોમિક કોરિડોરની સાથે રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, જોધપુર અને બાડમેર જિલ્લાઓ સીધા જોડાશે. 


4 રાજ્યોને જોડશે ગ્રીન ફિલ્ડ ઈકોનોમિક કોરિડોર ?

રાજસ્થાનમાં એક્સપ્રેસ-વેની લંબાઈ 500 કિમીથી વધુ છે. આ એક્સપ્રેસ વે હનુમાનગઢ જિલ્લાના જાખડાવલી ગામથી જાલોર જિલ્લાના ખેતલાવાસ ગામ સુધી ચાલશે. આ એક્સપ્રેસ-વેના ઉદ્ધાટન બાદ મુસાફરોનો સમય તો બચશે જ, સાથે જ મોટા શહેરો અને ઉદ્યોગો સુધી પહોંચવું પણ સરળ થઈ જશે. આ કોરિડોરથી રાજસ્થાનના પ્રવાસનમાં પણ તેજી આવશે. આ ગ્રીન ફિલ્ડ ઈકોનોમિક કોરિડોર રાજસ્થાન ઉપરાંત પંજાબ, હરિયાણા અને ગુજરાતને એકસાથે જોડશે 

Amritsar-Jamnagar Expressway: 500KM ના હિસ્સાનું લોકાપર્ણ કરશે PM મોદી


ઉત્તર અને મધ્ય ભારત વચ્ચે સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે ?

આ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અમૃતસરને જામનગર સાથે જોડતો 917 કિલોમીટર લાંબો આ ગ્રીનફિલ્ડ 6-લેન એક્સેસ કંટ્રોલ્ડ કોરિડોર ઉત્તર અને મધ્ય ભારત વચ્ચે સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. અમૃતસર-જામનગર કોરિડોર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના 15 જિલ્લાઓમાંથી પસાર થશે


પ્રવાસન સ્થળોને સારી કનેક્ટિવિટી મળશે ?

આ એક્સપ્રેસ-વે સાથે પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્ય જામનગર અને કંડલાના મુખ્ય બંદરો સાથે સીધા જ જોડાશે. આ કોરિડોર સાથે 7 પોર્ટ, 9 મોટા એરપોર્ટ અને એક મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્કને પણ જોડાશે. આ એક્સપ્રેસ વેથી અમૃતસર, બિકાનેર, જોધપુર, બાડમેર અને કચ્છ જેવા પ્રવાસન સ્થળોને સારી કનેક્ટિવિટી મળશે. ભટિંડા, બાડમેર અને જામનગરની 3 મોટી ઓઈલ રિફાઈનરીઓને જોડતો આ ભારતનો પ્રથમ એક્સપ્રેસ વે હશે.


એક્સપ્રેસ-વેથી મળશે આ સુવિધાઓ ?

  •  એક્સપ્રેસ-વે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હશે.
  • એક્સપ્રેસ-વે પર ઈલેક્ટ્રોનિક્સ ટોલ પ્લાઝા હશે. એટલે કે તમે જેટલું અંતર કાપશો, એટલો જ ટોલ કાપવામાં આવશે.
  •  આ એક્સપ્રેસ-વે ભટિંડા, બાડમેર અને જામનગરની ત્રણ મોટી ઓઈલ રિફાઈનરીઓને જોડશે.
  • આ સમગ્ર એક્સપ્રેસ-વેનો કુલ ખર્ચ 22,500 કરોડ રૂપિયા છે.
  •  અમૃતસરથી જામનગરનું કુલ અંતર 1,224 કિલોમીટર છે.

PM મોદી એક્સપ્રેસવે પર વિમાન ઉતારશે?

દેશના ઘણા એક્સપ્રેસવે પર ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ વિમાનોનું લેન્ડિંગ કરાવવામાં અને ઉડ્યન કરાવવામાં સકળતા હાંસલ કરી લેવામાં આવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું મોટું સાહ્સ કરવા જઇ રહા છે, જે પ્રથમવાર થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ તારીખે બિકાનેરમાં એક્સપ્રેસવેનું ઉદ્ધાટન કરવા માટે
આવી રહા છે ત્યારે તેમના વિમાનને એક્સપ્રેસવે પર જ ઉતરાણ કરાવવાની તૈયારી થઇ રહી છે. વડાપ્રધાનના આ ઉતરાણ સાથે બની રહેલાં દેશના સૌથી લાંબા એક્સપ્રેસવે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ બન્ને ઇતિહાસના પાના પર કોતરાઇ જશે વડાપ્રધાને કુલ 1.256 કિલોમીટર લાંબા એક્સપ્રેસવેના 500 કિલોમીટર લાંબા
હિસ્સાનું લોકાર્પણ કરવા બિકાનેર આવશે ત્યારે તેમના વિમાનને એક્સપ્રેસવે પર ઉતારવાની તૈયારી થઈ રહી છે. જો ઉતરાણ સકળ રહેશે તો એક્સપ્રેસવે પર વિમાનમાંથી ઊતરનારા દેશના પ્રથમ વડાપ્રધાન બનશે


Post a Comment

0 Comments