Chandrayaan 3 Launch: અનુપમ ખેરે ઈસરોને શુભેચ્છા પાઠવી :
ISRO ને ટેગ કરતા અનુપમ ખેરે ટ્વિટર પર લખ્યું, ભારત ચંદ્ર પર તેના ત્રીજા મિશન માટે તૈયાર છે. ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે ઈસરોના અમારા વૈજ્ઞાનિકોને શુભકામનાઓ. આપણો રાષ્ટ્રધ્વજ ઊંચો લહેરાતો રહે. જય હિન્દ
Chandrayaan 3 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)નું મિશન ચંદ્રયાન-3 શુક્રવારે લૉન્ચિંગ માટે તૈયાર છે. ઇસરોનું સૌથી શક્તિશાળી લૉન્ચ વ્હીકલ માર્ક-3 (એલવીએમ-3) દ્વારા લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે લેન્ડિંગનો છે. ભારતનું આ ત્રીજું ચંદ્ર મિશન છે, જ્યારે ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગનો બીજો પ્રયાસ છે. આ પહેલા માત્ર ત્રણ જ દેશ અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે.
ચન્દ્રયાન 3 લોન્ચ લાઈવ :
handrayaan 3 : આપ સૌને આજે જણાવતા આનંદ થાય છે કે ભારતની સ્પેસ એજન્સી ઈસરો (ISRO) એક મોટી હરણફાળ ભરવા જઈ રહ્યું છે, એમ પણ કહી શકાય કે ભારત આજે ફરથી એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે.
ભારતનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તૈયાર થઇ ગયો છે, જે એક સોનેરી અક્ષરોમાં લખાશે, ઈસરો દ્વારા આજે એટલે કે 14 જુલાઈ 2023 ના રોજ બપોરે ભારતીય સમય અનુસાર 02:30 કલાકે Chandrayaan 3 આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર થી લોન્ચ કરવા જઈ રહ્યું છે.
Chandrayaan 3 Launch Live ડીડી નેશનલ પરથી લાઇવ પ્રસારણ નિહાળી શકશો.
LVM3 M4/Chandrayaan-3 Mission:
— ISRO (@isro) July 12, 2023
Mission Readiness Review is completed.
The board has authorised the launch.
The countdown begins tomorrow.
The launch can be viewed LIVE onhttps://t.co/5wOj8aimkHhttps://t.co/zugXQAY0c0https://t.co/u5b07tA9e5
DD National
from 14:00 Hrs. IST…
MVM 3 લોન્ચ કરવામાં આવશે ?
અહી આપને જણાવી દઈએ કે ચંદ્રયાન-3ના લેન્ડિંગની જવાબદારી પોતાના ખભા પર લેનાર મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલ મિશન ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે. જણાવી દઈએ કે લખનૌમાં રહેનાર અને ઉછરેલી રિતુ કરિધાલ મંગલયાન મિશનમાં ક્ષમતાઓ અને કૌશલ્યોનું પ્રદર્શન કરી ચૂકી છે. રિતુ ચંદ્રયાન-3 તેના માટે વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
ભારતનું ચંદ્રયાન 3 પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્રના વિશિષ્ટ સંશોધનાત્મક અભ્યાસ માટે અંતરીક્ષમાં ઉડવા તૈયાર થઇ ગયું છે, ચંદ્રયાન 3 માટે લોન્ચિંગ વિન્ડો 19 જુલાઈ સુધી ખુલ્લી છે. ચંદ્રયાન 3 ણે રવાના કરવામાં હવામાનની કે અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેને ધ્યાનમાં રાખીને આવી વ્યવસ્થા રાખવામાં આવી છે.
એસ. સોમનાથે એવું પણ જણાવ્યું હતું કે અમે ચંદ્રયાન 3 નું તમામ પ્રકારનું ટેકનીક પરીક્ષણ પૂરું કરી દીધું છે. અમે તેમાં બધા વૈજ્ઞાનિક ઉપકરણો ગોઠવી દીધા છે.
ચંદ્રયાન-3ના મહત્વ વિશે વાત કરીએ તો, નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મનુષ્યને ઉતારશે, ચંદ્રયાન-3ના કારણે દક્ષિણ ધ્રુવ વિશેનો ડેટા પ્રાપ્ત થશે. ચંદ્રયાન 3 નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 70 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કરાશે. ISRO ના જણાવ્યા અનુસાર ચંદ્રયાન 3 ને એવી જગ્યાએ લેન્ડ કરાવવામાં આવશે. જ્યાં અત્યાર સુધીમાં કોઈ પણ દેશનું વાહન લેન્ડ થયું નથી. આ અગાઉ ચીને તેના લેન્ડરને 45 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કરાયું હતું.
0 Comments