TICKER

6/recent/ticker-posts

Meteorological Department has made a big forecast: જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ ?

Meteorological Department has made a big forecast: આગામી ત્રણ કલાકને લઇને હવામાન વિભાગે (Meteorological department) નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં વરસાદને (Rain) લઈને નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જે અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી (Thunderstorm activity) સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

 


જાણો કયા વિસ્તારોમાં પડશે વરસાદ ?

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, વડોદરા, ખેડામાં વરસાદી માહોલ છવાશે. તેમજ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં મોરબી, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે

Meteorological Department has made a big forecast: જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ ?


5 દીવસ ગુજરાતમાં વરસાદનો માહોલ રહેશે ?

ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.રાજકોટ, જામનગર સહિતના જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવતા વહીવટી તંત્રને એલર્ટ પર રહેવાની સુચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી,પોરબંદર, જુનાગઢ- દ્વારકામાં અતિ ભારે વરસાદ જ્યારે બનાસકાંઠા-પાટણ-સાબરકાંઠા-અરવલ્લી-અમદાવાદ-નર્મદા-ભરૂચ-ડાંગ-તાપી-રાજકોટ-જામનગર-અમરેલી-ભાવનગર-મોરબી-ગીર સોમનાથ- દીવમાં ભારે વરસાદ પડી શકે છે.






Post a Comment

0 Comments