Rain In Gujarat: ચોમાસાની શરૂઆતથી જ રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે.તો કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા મેઘરાજાએ આ વખતે ગુજરાતને ઘમરોળ્યું 25 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ પડ્યો રવિવારે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે ?
ગત 25 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. જે બાદથી ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રવિવારે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ ?
રાજ્યમાં સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ જૂનાગઢના મેંદરડામાં નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.
મેંદરડામાં મેઘરાજાએ બોલાવી બઘડાટી ?
મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે અહીં ચારે બાજુ ફક્ત પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. મેંદરડા ઉપરાંત તાલાલામાં 3.5 ઈંચ, વાલિયામાં સવા 2 ઈંચ, વંથલીમાં પોણા 2 ઈંચ, કપરાડામાં પોણા 2 ઈંચ, કેશોદમાં 1.5 ઈંચ, દાહોદમાં 1.5 ઈંચ, માળિયા હાટીનામાં 1.5 ઈંચ, ડોલવણમાં 1.5 ઈંચ, સુત્રાપાડામાં 1.5 ઈંચ, ધરમપુરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગઢડામાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ, ડાંગમાં સવા ઈંચ, ખાંભામાં સવા ઈંચ, ગારિયાધારમાં સવા ઈંચ, રાજુલામાં 1 ઈંચ વરસાદ વરસાદ વરસ્યો છે.
અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ?
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો કોઝવે પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતા કેટલાંક રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને ભારે નુકસાન થયું છે.
વરસાદને પગલે ડેમમાં પાણીની આવક ?
આ ઉપરાંત ગુજરાતના 207 ડેમ 44 ટકા કરતા વધારે ભરાયા છે. તો ઉત્તર ગુજરાતના 15 ડેમ 47 ટકા કરતા વધારે ભરાયા છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા મધુબન ડેમમાં પાણીની આવક થતાં ડેમના 4 દરવાજાને 0.80 મીટર ખોલીને પાણી દમણગંગા નદીમાં નોંધવામાં આવ્યું હતું. નદીના તટ વિસ્તારમાં આવતા ગામના લોકોનો નદીમાં ન્હાવા કે કપડાં ધોવા ન જવા સૂચના આપી છે..
ખેડૂતો ખુશખુશાલ ?
ગુજરાતના 152 તાલુકામાં મેઘરાજાએ બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે આ વખતે સમયસર વરસાદ પડ્યો છે. વરસાદ દર વર્ષે ખેંચાતા ખેડૂતોમાં નિરાષા જન્મે છે પણ આ વખતે સમયસર વરસાદ આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.
0 Comments