TICKER

6/recent/ticker-posts

New Loan Rules By RBI: RBI એ જાહેર કર્યા નવા નિયમો ચપટી વગાડતાં લોન લેવાનું અઘરું થયું જાણો સંપૂર્ણ માહીતી

 New Loan Rules By RBI: આરબીઆઈના નવા નિયમો પછી હવે પર્સનલ લોન લેવાનું કે ક્રેડિટ કાર્ડ લોન લેવાનું સહેલું નથી. RBI દ્વારા બેંકોને કહેવામાં આવ્યું કે સીધી લોન આપવાની જગ્યા પહેલાં આટલું ખાસ ચેક કરો.


ચપટી વગાડતાં લોન લેવાનું અઘરું ?

જો તમે પર્સનલ લોન લીધી હોય અથવા હવે પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ પર લોન લેવાનો વિચાર કરી રહ્યાં હોવ તો આ ખબર તમારા માટે જ છે. અત્યાર સુધી બેંક દ્વારા સરળતાથી પર્સનલ અને ક્રેડિટ કાર્ડ લોન મળી જતી હતી. જો કે હવે તમે સરળતાથી પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ લોન લઈ શકશો નહીં.


પ્રોસેસ ખૂબ સરળ હતી પહેલા ?

અત્યાર સુધી પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લોનના વિયમો કડક નહોતા, પણ હવે આરબીઆઈએ પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લોનને લઈને નવા નિયમો બનાવ્યા છે, જેના કારણે હવે પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ લોન લેવી જટિલ અને મુશ્કેલ બની શકે છે. અત્યાર સુધી પ્રક્રિયા ખૂબ જ સરળ હતી પરંતુ હવે તેમ નહીં થાય


કોઈ પ્રકારની ટેન્શન વગર મળી જતી લોન. ?

અત્યાર સુધી બેંક ગ્રાહકોના બેકગ્રાઉન્ડ જોયા વિના જ સરળતાથી લોન આપતી હતી અને લોન માટે વધાર સામાન કે વસ્તુ પણ ગિરવે રાખવી પડતી ન હતી. હવે આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ નવા નિયમો અંતર્ગત આવું થશે નહીં.


શા માટે બનાવવા પડ્યા નવા નિયમો ?

આરબીઆઈ દ્વારા બેન્કની પર્સનલ અને ક્રેડિટ કાર્ડ લોન માટે નવા નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમો મુજબ હવે પર્સનલ લોન લેવા માટે ગ્રાહકોએ ગેરંટી આપવી પડશે. નવા નિયમો પહેલા પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લોન લેવાની પ્રક્રિયા સરળ હોવાને કારણે લોન લેવાનુ પ્રમાણ ખૂબ વધી ગયું હતું.


ડીફોલ્ટરોની સંખ્યામાં વધારો ?

આ સાથે જ ડિફોલ્ટરોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો હતો. અત્યાર સુધી કોઈપણ ગેરંટી વિના ગ્રાહકોને લોન આપવામાં આવતી હતી, તેથી નાદારીના કિસ્સામાં બેન્કોને ભારે નુક્શાનનો સામનો કરવો પડતો હતો.

New Loan Rules By RBI: RBI એ જાહેર કર્યા નવા નિયમો ચપટી વગાડતાં લોન લેવાનું અઘરું થયું જાણો સંપૂર્ણ માહીતી


લોન લેવા માટે ગેરંટી આપવી પડશે ?

જો કે હવે આરબીઆઈએ નવો નિયમ બનાવ્યો છે, તે પ્રમાણે પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ લોન માટે સૌથી પ્રથમ ગ્રાહકોની આર્થિક સ્થિતિ વિશે તપાસ કરવામામ આવશે અને ગેરંટી પણ લેવામાં આવશે, જેથી ઝડપથી વધતી જતી ડિફોલ્ટરોની સંખ્યામાં ઘટાડો કરી શકાય.


શું કહે છે આંકડા ?

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદ પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લોનમાં ભારે વધારો જોવા મળ્યો હતો. આ લોનના પ્રક્રિયા સરળ હોવાથી અને કોઈ ગેરંટીની જરૂર ન હોવાને કારણે લોન પણ ઝડપથી મળી જતી હતી. વર્ષ 2022માં પર્સનલ લોન લેનારાઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો. આ સંખ્યા 7.8 કરોડથી વધીને 9.9 કરોડ થઈ હતી. તેમજ ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લેનારા લોકોની સંખ્યા પણ 1.3 લાખ કરોડથી વધીને 1.7 લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી.


લોન લેનારની સંખ્યા માં વધારો ?

ચાલુ વર્ષે ફેબ્રુઆરી 2023માં પણ પર્સનલ લોન લેનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આવનારા ભવિષ્યમાં ડિફોલ્ટર્સની સંખ્યામાં વધારો થવાની શક્યતા પણ આરબીઆઈએ વ્યક્ત કરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવો નિયમ બનાવવામાં આવ્યા છે, જેમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લોનના નિયમોને વધુ કડક કરવામાં આવ્યા છે, હવે લોન લેવા માટે ગ્રાહકોએ લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડશે.

Post a Comment

0 Comments