આ કોરિડોરમાં 24 નદી ઉપર પુલ બનાવવામાં આવશે ?
એન.એચ.એસ.આર.સી.એલનું કહેવું છે કે, બુલેટ ટ્રેન પરિયોજનાનું પ્રથમ ચરણ 2026માં શરૂ થશે તેવી સંભવના વ્યક્ત કરી છે. એક માહિતી મુજબ ચાર મહિનામાં ત્રણ પુલોનું નિર્માણ નવસારી જિલ્લામાં થયું છે, જે હાઈ સ્પીડના રૂટ પર બિલિમોરા અને સુરત સ્ટેશનના વચ્ચે આવેલા છે. તમને જણાવી દઈએ કે, આ કોરિડોર પર 24 નદી પર પુલ છે જેમાંથી 20 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં છે.
1.2 કિમીનો પુલ બનશે નર્મદા નદી પર :
એન.એચ.એસ.આર.સી જણાવેલી માહિતી પ્રમાણે પ્રથમ પુલ પૂર્ણા નદી પર છે જ્યારે મિન્ધોલા નદી પર બીજો અને અંબિકા નદી પર ત્રીજા નંબરનો પુલ બનાવવામાં આવ્યો છે. એમ.એ.એચ.આર કોરિડોરએ ખૂબ પ્રગતિ કરી છે કેમ કે, એક મહિનામાં ત્રણ નદી પર પુલ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌથી લાંબો પુલ 1.2 કિમીનો નર્મદા નદી પર બનાવવામાં આવ્યો છે. આ કોરિડોરમાં સૌથી લાંબો પુલ મહારાષ્ટ્રમાં 2.28 કિમીનો પુલ વૈતરણા નદી પર બનાવવામાં આવી રહ્યો છે.
એન્જિનિયરોએ 26 મીટર ઉંચાઈએ કામ કર્યું ?
એન.એચ.એસ.આર.સી.એલના અધિકારીએ વધુમાં જણાવ્યું કે, નદીઓ પર પુલ નિર્માણ માટે કુશળ યોજનાની જરૂર પડતી હોય છે. તેમણે કહ્યું કે, મિન્ધોલા અને પૂર્ણા નદી પર પુલ બનાવતી વખતે અરબ સાગર પરથી આવતી લહેરો પર ખાસ નજર રાખવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, અંબિકા નદી પર પુલ બનાવવા અમારા એન્જિનિયરોએ 26 મીટર ઉંચાઈએ કામ કર્યું છે. એન.એચ.એસ.આર.સી.એલ કહ્યું કે, પૂર્ણા નદી પર બનેલો પૂલ 360 મીટર લાંબો છે તેમજ અરબ સાગર પર સતત નજર પણ રાખવી પડી રહી હતી.
ગુજરાતમાં આઠ હાઈસ્પીડ રેલ સ્ટેશન :
નદી પર પુલ બનાવવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે કારણ કે, નદીનો પાણી અમુક સમય પાંચથી છ મીટર ઉંચો ઉછેળે છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. એન.એચ.એસ.આર.સી.એલના અધિકારીએ કહ્યું કે, 240 મીટર લાંબા પુલના નિર્માણ માટે અરબ સાગર પર સતત નજર રાખવામાં આવી હતી. તો અંબિકા નદી પર 200 મીટર લાંબા પુલની નદી તટથી ઢાળાવ તરફ કામ કરવુ પણ મુશ્કેલ ભર્યું હોય છે. ગુજરાતમાં આઠ હાઈસ્પીડ રેલ સ્ટેશન વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતિ પર અલગ અલગ પડાવમાં કામ ચાલી રહ્યું છે.
0 Comments