TICKER

6/recent/ticker-posts

AIIMS Recruitment 2023, AIIMS ભરતી 2023 અહીંથી અરજી કરો

AIIMS Recruitment 2023 : AIIMS ભરતી 2023 : નોકરી ની શોધ કરતા હોય તેવા ઉમેદવાર માટે અહી સારા સમાચાર છે રાજકોટ ખાતે આવેલ AIIMS ભરતી દ્વારા સિનિયર રેસિડેન્ટ અને જુનિયર રેસિડેન્ટની પોસ્ટ 2023: માટે નિયત લાયકાત ધરાવતા ઉમેવારો પાસેથી અરજી મંગાવી છે ભરતી નો અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન હાથ ધરવામાં આવ્યો છે AIIMS ભરતી 2023 અન્ય વિગત તમે શોધી શકો છે જેમ કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા, જેવી સંપૂર્ણ માહિતી માટે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનુ ભૂલશો નહીં 

AIIMS Recruitment 2023 | AIIMS ભરતી 2023

ટાઈટલ નામ  AIIMS ભરતી 2023
પોસ્ટ નામ સિનિયર રેસિડેન્ટ અને જુનિયર રેસિડેન્ટ
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 03 ઓકટોબર 2023
સતાવાર વેબસાઈટ http://www.aiimsrajkot.edu.in/

137 જગ્યાઓ પર AIIMS ભરતી 2023: 

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, રાજકોટ દ્વારા 137 જગ્યાઓ પર AIIMS ભરતી 2023 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે AIIMS ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 15 સપ્ટેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 03 ઓકટોબર 2023 સુધી ચાલશે AIIMS ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ માં વાંચી લેવી તથા અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું 

AIIMS  Recruitment 2023

પોસ્ટનું નામ :

AIIMS રાજકોટ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ સિનિયર રેસિડેન્ટ અને જુનિયર રેસિડેન્ટ (નોન એકેડમિક) ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા :

આ ભરતી માં 137 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

  • સિનિયર રેસિડેન્ટ             :- 73 ખાલી જગ્યા
  • જુનિયર રેસિડેન્ટ              :- 64 ખાલી જગ્યા

શૈક્ષણિક લાયકાત :

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, રાજકોટ ભરતી માં સિનિયર રેસિડેન્ટ અને જુનિયર રેસિડેન્ટ (નોન એકેડમિક) પોસ્ટ માટે MBBS/BDS/MD/DNB/MS/MDS/Ph.D/DM/M.Ch/DNB ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો.

વયમર્યાદા : 

આ ભરતી માં સિનિયર રેસિડેન્ટ માં અરજી કરવા માંગતા ઉમેદવાર ની વય લઘુત્તમ 45 વર્ષ હોવી જરૂરી છે,જ્યારે જુનિયર રેસિડેન્ટ અરજી કરવા માંગતા ઉમેદવાર ની વય લઘુત્તમ 35 વર્ષ હોવી જરૂરી છે તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ :


પોસ્ટ નામ પગાર ધોરણ
સિનિયર રેસિડેન્ટ રૂ.67,700 + અન્ય ખર્ચ
જુનિયર રેસિડેન્ટ રૂ.56,100 + અન્ય ખર્ચ

પસંદગી પક્રિયાં : 

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, રાજકોટની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • ઇંટરવ્યૂ
  • MCQ આધારિત ટેસ્ટ

જરૂરી દસ્તાવેજ :

  • ઓળખનો પુરાવો (PAN કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર કાર્ડ, આધાર કાર્ડ વગેરે)
  • સરનામાનો પુરાવો.
  • જન્મ તારીખ પ્રમાણપત્ર (પાસપોર્ટ/જન્મ પ્રમાણપત્ર/ડ્રાઇવિંગ લાઇસન્સ). (અસુરક્ષિત જગ્યાઓ માટે અરજી કરતા SC/ST/OBC ઉમેદવારો માટે ઉંમરમાં કોઈ છૂટછાટ ઉપલબ્ધ રહેશે નહીં.)
  • ચાર તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ.
  • પાન કાર્ડ અને બેંક પાસબુકની ફોટોકોપીઓ (માત્ર પસંદ કરેલા ઉમેદવારો માટે જ જોડાતા સમયે)
  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ અને પ્રમાણપત્રો.
  • લાયકાતની ડિગ્રી- MBBS/BDS માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રો.
  • પ્રયાસ અને ઇન્ટર્નશિપ પ્રમાણપત્ર.
  • દંત ચિકિત્સા ઉમેદવારો માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા/સ્ટેટ મેડિકલ કાઉન્સિલ અને ડીસીઆઈ સાથે નોંધણી.
  • અનુભવ પ્રમાણપત્ર (જો હોય તો).
  • (વિદેશી સ્નાતક માટે) દ્વારા હાથ ધરવામાં આવેલ FMGE પ્રમાણપત્ર.

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એમ્સ રાજકોટની સત્તાવાર વેબસાઈટ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો 
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક : 


જાહેરાત વાંચવા  અહી ક્લિક કરો
સિનિયર રેસિડેન્ટ અરજી કરવા અહીં ક્લિક કરો
જુનિયર રેસિડેન્ટ અરજી કરવા અહીં ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments