×

અજય દેવગનની ફિલ્મ 'Bholaa'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

Home / "leatest news" / અજય દેવગનની ફિલ્મ 'Bholaa'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

અજય દેવગનની ફિલ્મ 'Bholaa'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

November 23, 2022
...
અજય દેવગનની ફિલ્મ 'Bholaa'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

દ્રશ્યમ 2 હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે અજય દેવગને પોતાની નવી ફિલ્મ ભોલાનું ટીઝર લોન્ચ કરી દીધું છે. થોડા દિવસો પહેલા જ અજય દેવગણે મોશન પોસ્ટર શેર કર્યો હતો. મોશન પોસ્ટર જ્યારથી શેર થયો હતો ત્યારથી દર્શકો ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે ભોલા ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ચૂક્યું છે.


આકર્ષક છે ફિલ્મ ભોલાનું ટીઝર  

ટીઝરમાં અજય દેવગનનો ચહેરો નથી બતાવવામાં આવતો. ટીઝર એક અનાથાશ્રમથી શરૂ થયું છે. જેમાં એક નાની બાળકી દેખાઈ રહી અને તેને કહેવામાં આવે છે કે તેને મળવા કોઈ આવી રહ્યું છે. નેરેશન દરમિયાન અજય દેવગનને ભગવદ્ ગીતા વાંચતા બતાવવામાં આવે છે. અજય દેવગન આ ફિલ્મમાં એકદમ એક્શન મોડમાં દેખાવાના છે. જે પ્રમાણે ટીઝર બતાવવામાં આવ્યું છે તેને કારણે ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી રહી છે.  



અજય દેવગનની ફિલ્મ 'Bholaa'નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

 

તમિલ ફિલ્મની રિમેક છે આ ફિલ્મ

આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબ્બુ, સંજય મિશ્રા સહિતના કલાકારો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાના છે. આ ફિલ્મના ડાયરેક્ટર અજય દેવગન પોતે છે. આ ફિલ્મ તમિલમાં બનેલી ફિલ્મ કૈથીનું રિમેક છે. 

Comments (0)
No comments yet. Be the first!

Leave a Reply

Home Menu Search